અસ્તિત્વ ઢાળેને એ પૂર્વે જ ઢળવાનું હોય છે
બીજું તો ક્યાં કંઈ કશું જ કરવાનું હોય છે
એ જીવાડેને એમ જ તો જીવવાનું હોય છે
પથ પર જો મળી જાય ને કોઈ દિન દુઃખી
દોરો બનીને બીજાંનાં ઘાં ને સીવવાનું હોય છે
બાહ્યથી બાહ્ય જ રહી ઉતરવાનું છે નિજમાં
સ્વકેડી કંડારવાને અંદર જ વળવાનું હોય છે
મધ્યાહને જ સોંપી દઈએ ને આગામીને તેજ
અસ્તિત્વ ઢાળેને એ પૂર્વે જ ઢળવાનું હોય છે
ભલેને ગોતતું જગત એને મંદિરો મસ્જિદોમાં
આપણે તો અબોલનું આંસુ લૂછવાનું હોય છે
– મિત્તલ ખેતાણી
Leave a Reply