પ્રભુમાં સેટ થાય એ જે પ્રભુતામાં સેટ ના થાય
કૃષ્ણને કહી જ દેજો દોસ્તીમાં લેઇટ ના થાય
સુદામો તો સુદામા છે એ થોડો ભેટ માં જાય
મોઢામાં નાંખે ને કોઈ એ તો થૂંકી પણ શકાય
કાનમાં નખાતી ગંદકી તો સીધી જ પેટમાં જાય
સત્ય, પ્રેમ ને કરુણાથી છલકાવી દો ને સઘળું
રાગ,દ્વેષ કે કામ માટે હૈયાનાં ગેટ ના ખોલાય
હોવું છતાંય ના દેખાવું ને એ તો છે સેવકનું કર્મ
વ્યવહારિકિયાઓ થી આવી કોઈ વેઠ ના થાય
માર્ગ પરનાં પડાવને જ ભલે મંઝિલ માને છે સૌ
પ્રભુમાં સેટ થાય એ જે પ્રભુતામાં સેટ ના થાય
– મિત્તલ ખેતાણી
Leave a Reply