જગતમાં તો એક માત્ર ભાવિ જ પ્રબળ હોય છે
અહીં કોઈ જ ના સબળ કે કોઈ ના નિર્બળ હોય છે
જગતમાં તો એક માત્ર ભાવિ જ પ્રબળ હોય છે
આજીવન લુંછવા મથે ને જે અન્યની આંખનાં આંસુ
તેની આંખો તો ય બોલો આજીવન સજળ હોય છે
નામ રૂપકડાં ને જુદાં જુદાં હોય છે એક સરખાં અંતનાં
ક્યાંક સમાધિ,ક્યાંક અગ્નિ ને ક્યાંક વળી કબર હોય છે
જે આપતો જ રહે છે સૌને તેને તો આપે છે માત્ર ઈશ્વર
જે હોય ને સૌમાં તે હકીકતે કોઈનાં પણ વગર હોય છે
સમયની,દર્શકોની કે સ્ક્રિપ્ટની માંગ કહીને હંકાવોને યાર
નામ આપી દો ને કળાનું પછી ક્યાં કશુંય વલ્ગર હોય છે
વય સાથે સબંધો બને છે તકલાદી,ને વાયદા સૌ ખોટાં
આંસુ,હાસ્ય,મૈત્રી, પ્રેમ માત્ર બાળ વયે નક્કર હોય છે
– મિત્તલ ખેતાણી
Leave a Reply