જાણી જોઈને છેતરાતું તું ભોળપણ આપજે
હું ક્યાં કહું છું પ્રભુ કે તું મને ગણતર આપજે
સત્ય,પ્રેમ,કરુણાનું જ બસ ચણતર આપજે
રાજવૈભવથી રાખ સુધીની આ કર્તવ્યયાત્રામાં
નિ:સ્પૃહતાનું જ તું મને બાળપણ આપજે
લોહીનાં,દોસ્તીનાં સબંધો હોય છે સાવ તકલાદી
અબોલ,અનાથ,અસ્તિત્વ સાથે સગપણ આપજે
પરસ્ત્રી,પરધન,પરજશ,પરપદથી રહી શકું વેગળો
સિધ્ધાંતો સાથેનું જ મને તું વળગળ આપજે
છેતરાઇ જનાર જ જીતે છે છેતરનારથી છેલ્લે
જાણી જોઈને છેતરાતું તું ભોળપણ આપજે
મૃત્યુ નક્કી હોય ને તોય ધસી જઉં હું ચક્રવ્યૂહે
રાવણને પડકારતાં જટાયુ જેવું નડતર આપજે
– મિત્તલ ખેતાણી
Leave a Reply