વિરોધીઓ જ આપણને ફેમસ કરે છે
અપજશ જ સૌને બહુધા જશ ધરે છે
વિરોધીઓ જ આપણને ફેમસ કરે છે
આપે એને જ અર્પણ કરે છે અસ્તિત્વ
પ્રભુને વશ થાય તે પ્રભુતાને વશ કરે છે
થોડું હોય છે તેને થોડામાં હોય છે ઘણું
ઘણું હોય ને તે તો ક્યાં કદી બસ કરે છે
નાભિ રહસ્ય જાણે છે માત્ર ને માત્ર એ
વિભીષણ જ શત્રુને દુખતી નસ બકે છે
શ્રીમંતને જ છે પરિવર્તનશીલ સિદ્ધાંતો
દરિદ્ર તો નીતિમાં ક્યાં ટસ નું મસ કરે છે
– મિત્તલ ખેતાણી
Leave a Reply