સાચા હોય ને ત્યારે રસ્સી બળે તો વળ રાખવો
બીજાં કોઈનો ય નહીં પણ પ્રભુનો ડર રાખવો
સત્ય,પ્રેમ અને કરુણાનો જ સદા વર માંગવો
ભાગમાં ભાગ છે જ અબોલ,દરિદ્ર અને દર્દીનો
ઓછામાં ઓછો દસ ટકાનો પ્રભુ કર આપવો
બાળોતિયાથી ડાઇપર સુધીની જીવનયાત્રામાં
પ્રભુ પાસે ચાલતી કરન્સીનો પણ સંગ્રહ રાખવો
‘હું એનો છું ને ઈશ્વર મારા’ એ જ અભય ભાવ
સાચા હોય ને ત્યારે રસ્સી બળે તો વળ રાખવો
મહાન,અશક્ય સ્વપ્ન ન થાય સાકાર ત્યાં સુધી
મોક્ષને તરછોડી જન્મોજન્મનો અવતાર માંગવો
– મિત્તલ ખેતાણી
Leave a Reply