ઉત્સવે ભલેને ન મળો આપાતકાળે જોશ ભરજો
દોસ્તી કરવી છે ને તો બસ કલ્યાણ દોસ્ત બનજો
ઉત્સવે ભલેને ન મળો આપાતકાળે જોશ ભરજો
પડછાયો પણ વેગળો થઈ ગયો હોય ને ત્યારે જ
મૂર્છાને મારીને ભગાડતી સંજીવનીનું હોશ બનજો
‘દોષમાં થી તારે’ ને એ જ હોય છે સાચો દોસ્તાર
એથી ય થાય જો દોસ્તીને પ્રોફીટ તો લોસ બનજો
મળવાં આવવું પડેને એ પહેલાં પુગજો સુદામા ઘેર
હેડ,ટેલ બેય ટાણે દોસ્તીને જીતાડતો ટોસ બનજો
મય,મદિરા,માનુનીની રેશમી પળે સૌ નિભાવે સાથ
માથા સાટેની મરદાઇ ટાણે ઢાલનો જોશ બનજો
ફ્રેંડશિપિયાં બેલ્ટ તો તૂટી જાય છે ઇગો કે સ્વાર્થમાં
અભિમન્યુને અમરત્વ દેતી રાખડીની આશ બનજો
લોહીનાં સંબંધોથી પણ વધુ છે અદકેરું મૈત્રી મૂલ્ય
કરોને દોસ્તી તો પછી કૃષ્ણ,કર્ણ જેવી ઠોસ કરજો
– મિત્તલ ખેતાણી
Leave a Reply