ઓળખ ના આપવી પડે ને એવી ઓળખ બનાવો
ઓળખ ના આપવી પડે ને એવી ઓળખ બનાવો
અમૃત તો નહીં મળે, ઉપયોગી એવો વખ બનાવો
અંતે પંચમહાભૂતે ભળવાનું એ છે સનાતન સત્ય
ફોનિકસની વૃત્તિ,પ્રવૃતિની આજીવન રાખ બનાવો
એકની વાવણી કરશોને તો કર્મસતા આપશે અનેક
જાતનો ય ધર્માદો કરી બાર હજારનાં લાખ બનાવો
અસત્યનાં હસ્તિનાપુરે કુરનીશ બજાવવાં કરતાં તો
સત્યની પડખે રહી લાક્ષાગૃહે મોજથી જખ મરાવો
શિખંડીનાં શુક્રકોષથી છલકતી કર્મપશુતા નહીં પણ
અન્યાયે ઉકળી ઉઠે માંહેનું લોહી એવી રગ બનાવો
– મિત્તલ ખેતાણી
Leave a Reply