જાત સાથે જાતને આકરી રાખજો
લક્ષ્યને જ સદા સર્વોપરી રાખજો
ઈશ્વરને સૌથી ઉપર ઉપરી રાખજો
મળતો જ રહે સદા કર્તવ્યનો નકરો
સત્ય,પ્રેમ ને કરુણા નકરી રાખજો
હાથી ને સિંહની ય સવારી થઈ શકે
દર્દી,દરિદ્ર,વૃદ્ધ સામે બકરી રાખજો
ભાગેને જગ જ્યાં પૂંઠ ફેરવીને ત્યારે
જાતને કર્તવ્ય સાથે જકડી રાખજો
અન્યને માટે તો રહી શકાય લવચિક
જાત સાથે જાતને આકરી રાખજો
– મિત્તલ ખેતાણી
Leave a Reply