GST લગાડીને જુઓ, સલાહ ઘટી જાય
જરૂર ન હોય તો પછી ‘વાહ’ ઘટી જાય
GST લગાડીને જુઓ, સલાહ ઘટી જાય
સુચનની બદલે જો સહકાર આપે ને સૌ
દિન દુઃખી અને અબોલની આહ ઘટી જાય
વેવલેન્થનો પડઘો પાડે તેવો મળે જો મિત્ર
કંટકોનાં કર્તવ્યપથની આ રાહ ઘટી જાય
જો પુજો ને તો પૂજજો ઉદગમને જ તમે
અંતમાં તો ગંગાનો પણ પ્રવાહ ઘટી જાય
અંત સમયે વડીલને મળે જો સેવા સ્વજનની
ઠાઠડીએ સળગતાં આત્માનો દાહ ઘટી જાય
– મિત્તલ ખેતાણી
Leave a Reply