શંકાઓ પ્રત્યે મને અવિશ્વાસ આપજે
સપનાઓ પ્રત્યે જ વિશ્વાસ આપજે
શંકાઓ પ્રત્યે મને અવિશ્વાસ આપજે
સત્ય,પ્રેમ, કરુણાથી જ છલકાંઉ હું
ભલે નીચે ધરતી ઉપર આભ આપજે
જગ્યા ન રોકે પણ પ્રસરે તો બધે જ
અદ્રશ્ય એવી તું મારી સુવાસ આપજે
એથી ય જો થતો હોય ને રાવણ નાશ
કૈકયી,મંથરાનો મારામાં વાંક આપજે
મહારથીઓ ભાગતાં ફરે જ્યાંથી તેવા
ધર્મયુધ્ધે પ્રથમને મને જ ખાસ રાખજે
– મિત્તલ ખેતાણી
Leave a Reply