પ્રભુ! મને કદીય ના તું વિકલ્પમાં રાખજે
અશક્ય મહાયજ્ઞનાં જ તું પ્રકલ્પમાં રાખજે
પ્રભુ! મને કદીય ના તું વિકલ્પમાં રાખજે
વિભીષણ-રાવણ જેવો ભાઈચારો નહીં જ
કર્ણ-દુર્યોધન સમી મૈત્રીનાં સંપમાં રાખજે
આપજે ઠાંસી ઠાંસીને નિ:સ્પૃહતા,કરુણા
વ્યવહારિકતા ભલે ને તું અલ્પમાં રાખજે
નથી જ બનવું માયાપતિનાં શીશનું પુષ્પ
જાત બાળીને તિરથનાં મને ધૂપમાં રાખજે
હસ્તિનાપુર,અયોધ્યા યથાયોગ્યને મુબારક
મને જટાયુ,વિદૂર, શબરીનાં રૂપમાં રાખજે
‘વર્તમાન’પત્રોની ભૂતકાળવી પસ્તીમાં નહીં
શિલાલેખોની અજર, અમર બુકમાં રાખજે
– મિત્તલ ખેતાણી
Leave a Reply