પંચશિલ પીરસનારને ભેટમાં ચીન મળે છે
જેને પણ જુઓ ને તે ગમગીન મળે છે
સ્વજન તો એક,બે કે માત્ર તીન મળે છે
જે પકડે છે તે તો રહે છે પીડા,ચિંતામાં
છોડી શકે છે ને જે તે જ તલ્લીન મળે છે
જૂર્મ બધાં નથી જ ગણાતાં પાકાં કામનાં
નિર્દોષતા પણ ક્યાં હવે સંગીન મળે છે
‘દગો’ બહુધા ‘ગોદ’માં બેસાડનાર જ કરે
પંચશિલ પીરસનારને ભેટમાં ચીન મળે છે
અલગ હિસાબ છે અસ્તિત્વનો હારજીતનો
સ્વયંને હારે જે સ્વયંથી, તેને વિન મળે છે
– મિત્તલ ખેતાણી
Leave a Reply