કહાની હર ઘર કી. આપણે કોઈક પાત્રમાં તો આપણી જાત ને આપણા ઘરના સભ્યોને પણ શોધી જ લઈએ. બધાના જોવાના, સમજવાના, નિરીક્ષણ કરવાના ને અનુભવોના અલગ નજરિયા હોય છે. બીજાને ખુશ કરવામાં, સારું લગાડવામાં આપણે ખુદ શું ઇચ્છીએ છીએ તે ભૂલી જ ગયા છીએ.
ઔપચારિકતા, સામાજિક ધારાધોરણો અને દેખાડામાં સ્વનો પ્રેમ અને સ્વીકાર ક્યારેક દબાઈ છે અને દુભાઈ છે. હર દિલ કી ધડકને અલગ હૈ તો હર દિલ કો ઉનકી તરહા ધડકને દો…ઇન્સાન કી સબસે બડી ઝરૂરત પ્યાર હૈ… પર જો બાંધ કર રાખે વો પ્યાર નહિ, આઝાદી ભી દે વોહ પ્યાર. દિલ કો ધડકને કી આઝાદી…..
ઈશ્વરે માણસનું સર્જન કર્યું અને બુદ્ધિ આપી, થયું કે સુખી થવાનું કારણ શોધશે. પણ,
જે સુખી જીવન માણસે જીવવાનું હતું તે પશુ-પક્ષીઓ જીવી રહ્યા છે અને જે ભટકતું જીવન પશુ-પક્ષીઓએ જીવવાનું છે તે આપણે જીવી રહ્યા છીએ. હવે પશુ-પક્ષીઓ તેના પરિવારમાં અને સમુહમાં જોવા મળે છે અને માનસ એકલો ભટકતો જોવા મળે છે. પશુ-પક્ષીઓ માળા બાંધી રહેઠાણ બનાવે છે અને હવે માણસ રહેઠાણ છોડી જ્યાં-ત્યાં નોકરી સબબ ફર્યા કરે છે. પશુ-પક્ષી વનસ્પતિ અને ચણ ખાઈ જીવે છે અને માણસ ફાસ્ટફૂડ ખાઈ કે પછી એકટાણા કરીને જીવે છે.
અંતે, ઈશ્વરે સાચું સુખ કોને આપ્યું માણસને કે પશુ પક્ષીઓને…?
~ વાગ્ભિ પાઠક
( સંદર્ભ : વિવિધા – ઇબુકમાંથી | ક્રમાંક : ૨૧ )
Leave a Reply