કયું કિસી કો વફા કે બદલે વફા નહિ મિલતી…
કયું કિસી કો દુઆ કે બદલે દુઆ નહિ મિલતી….
ટીકા હવે ટીકાત્મક બનતી જાય છે. તમને નથી લાગતું કોઈપણ વ્યક્તિ ગમ્મે તેટલું સુંદર કાર્ય કરે તો પણ થોડી ત્રુટી તો રહી જ જવાની છે. કારણ કે માનવ સહજ છે ભઈ. પણ ત્રુટીઓની ટીકા કરવાનું પણ હવે માનવસહજ બનતું જાય છે.
ઓલું કહેવાય છે ને “બાલ કી ખાલ નિકાલના” બસ, એવું જ કઈક. કોઈપણ ક્ષેત્ર પકડી લો, કોઈપણ વ્યક્તિ શોધી લો.(એમાં મારો પણ સમાવેશ થઈ ગયો). બે વ્યક્તિ ભેગા થશે અને આપણી કાને જાણતા-અજાણતાં વાત પડશે કે કોઈકની મોટાભાગે ૯૦% ટીકા જ સંભાળવા મળશે. આ ૯૦% એટલા માટે કે ૧૦% વાળા ટીકા કરવા માટે કોઈ મુદ્દો શોધતા હોય, પણ ક્યારેક મેળ ના પડે, તો ક્યારેક વાતોનો દોર લાંબો ના ચાલે, તો ક્યારેક સમા પક્ષે એ મુદ્દામાં રસ ના ધરાવતા હોય અને દર વખતે પછી આપને પણ કાન માંડીને સંભાળતા ન હોયે ને !! -)
પણ કહેવાનો મુદ્દો એક જ છે આપણે થોડીક પણ અપૂર્ણતમાં પૂર્ણતા કેમ ભાળી શકતા નથી હમેશા ત્રુટીઓ જ શોધવી એ એક માનસિક રોગ બની ચુક્યો છે.
હમેશા ટીકા-ટીપ્પણી કરવા કરતા ક્યારેક પ્રોત્સાહન અને પ્રેરણા આપવામાં વાંધો શું આવે…?
સરળ અને સાદી ભાષામાં કહીએ તો કોઈકની હમેશા ખાન-ખોદ કરવા કરતા થોડાક બે શબ્દો સારા બોલવામાં આપણા …….. શું જાય કે કેટલો ખર્ચો થાય… બોલવું મફત છે. એટલે ગમ્મે તે બોલવાનું… હવે તો લખવું પણ મફત છે ને એટલે ગમ્મે તે લખવાનું..!!
ઈશ્વરે આપણને જીભ આપી અને આપણે ભાષાઓ શોધી બોલવાનું શરુ કર્યું. આ બધું માત્ર અને માત્ર શું કોઈની આલોચના કરવા માટે નહિ ને …
આ સૃષ્ટિમાં માણસને અને માણસે જ વિવિધ ભાષાઓ મળી, બસ આલોચના જ કરવા માટે… આસપાસ નજર કરીએ એટલે લગભગ એકાદ આલોચક તો આપણને મળી જ જાય. ક્યારેક મુક શ્રોતા કે સાક્ષી તરીકે આપણી હાજરી પણ પુરતી જણાય. પણ પ્રશ્ન એ થાય કે શા માટે કોઈ વ્યક્તિ અન્યનું ક્યારેય સારું બોલી જ કેમ ના શકે
મેં ક્યાંક વાચ્યું હતું કે એક દિવસ કે એક કલાક તો ખુદ માટે ફાળવો અને નિરીક્ષણ કરો કે આપણે કેટલી આલોચના કરી કે પછી કેટલું સારું બોલ્યા બીજાની સમીક્ષા કરવા કરતા આપણે આપણા ખુદ સમીક્ષક બનીએ એટલે ઉત્તમ…
હવે બીજો મુદ્દો આવે પ્રોત્સાહનનો… પણ એ માટે પ્રતીક્ષા….
~ વાગ્ભિ પાઠક
( સંદર્ભ : વિવિધા – ઇબુકમાંથી | ક્રમાંક : ૧૧ )
Leave a Reply