Sun-Temple-Baanner

લવિન આર્મ્સ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


લવિન આર્મ્સ


લવિન આર્મ્સ

મહારાષ્ટ્ર બોર્ડના આઠમા ધોરણની ગુજરાતી ટેક્સ્ટબુક (બાલભારતી, 2018-19)માં સમાવાયેલો લેખ

* * * * *

‘જનાવરોનું રીતસર બજાર ભરાયું હતું તે દિૃવસે. કેટલાં બધાં નઘણિયાતાં પ્રાણીઓ – ગાય, બકરી, ઘેટાં, ઘોડા… અમુક સાવ ઘરડાં થઈ ગયેલાં તો અમુક તાજાં જન્મેલાં. માંદૃાં, અશકત, ઘવાયેલાં, લાચાર. વજનના હિસાબે સૌની હરાજી થઈ રહી હતી. ખરીદૃાયેલાં જનાવરો આખરે કતલખાનાંમાં ઘકેલાઈને કપાઈ જવાનાં હતાં. જે રીતે તેમને ધકકે ચડાવવામાં આવતાં હતાં, એમનાં શરીરો પર લાતો પડતી હતી, પ્રહારો થઈ રહ્યા હતા અને જે રીતે બિચારાં વેદૃનાથી બરાડા પાડી રહ્યાં હતાં… અસહ્ય હતું આ બધું. મેં આ બજારમાં છએક કલાક વીતાવ્યા હશે. મારા જીવનનો કદૃાચ આ સૌથી ઈમોશનલ દિૃવસ હતો.’

લગભગ બે વર્ષ પહેલાંની આ ઘટના વર્ણવતી વખતે શાલીન શાહનો અવાજ આજે પણ થોડો કાંપે છે. શાલીન શાહ અમેરિકાના કોલોરાડો સ્ટેટમાં એરી નામના નાનકડા નગરમાં રહે છે. એમને બાતમી મળી હતી કે જનાવરોના પેલા બજારમાં એક પ્રેગનન્ટ ઘોડી અને બે બચ્ચાંની હરાજી થવાની છે. તેમને બચાવવા માટે શાલીન ત્યાં ગયેલા. આ ત્રણેય મૂંગાં જનાવરોને તો તેમણે ખરીદૃી લીધાં, પણ બાકીનાં પ્રાણીઓની હાલત જોઈને તેઓ અંદૃરથી હલી ગયા હતા. પશુઆના દૃર્દૃનાક ચિત્કારો અને એમની આંખોમાં થીજી ગયેલો ખોફ ભુલી શકાય તેમ નહોતા.

શાલીનના હૃદૃયમાં કરુણાનો ભાવ ન જાગે તો નવાઈ પામવા જેવું હતું. દૃસ વર્ષની ઉંમરે મમ્મી-પપ્પા સાથે અમદૃાવાદૃથી અમેરિકા શિફ્ટ થઈને, ત્યાં જ ભણીગણીને અને એન્ત્ર્યોપ્રિન્યોર બનીને સફળતા પામી ચુકેલા યુવાન શાલીન શાહ ખાનપાનના મામલામાં પાક્કા વીગન છે. વીગન હોવું એટલે માંસ-મચ્છી-ઈંડા તો નહીં જ, પણ દૃૂધ અને તેમાંથી બનતી દૃહીં-ઘી-છાસ-પનીર વગેરે જેવી પેદૃાશોને પણ હાથ નહીં લગાડવાનો. શાલીનને વીગન બનવાની પ્રેરણા એમની પત્ની શિલ્પીએ આપી હતી. જન્મે અને કર્મે જૈન એવાં પતિ-પત્ની બન્નેને થયાં કરતું હતું કે અિંહસાના મામલામાં આપણે વધારે બીજું શું કરી શકીએ? સદૃભાગ્યે આ સવાલનો જવાબ જ નહીં, સ્પષ્ટ માર્ગ પણ પ્રાણીઓની પેલી બજારની મુલાકાત પછી તરત મળી ગયો.

ત્રણ ઘોડાઓને બચાવીને ઘરે પાછા ફરતી વખતે શાલીનના મનમાં એક જ વિચાર ઘુમારાયા કરતો હતો કે કાશ, મારી પાસે વધારે જગ્યા અને વધારે સગવડ હોત તો હું વધારેે જનાવરોને ખરીદૃીને તેમનો જીવ બચાવી શકત. ભરપૂર તીવ્રતા અને હૃદૃયની સચ્ચાઈથી વ્યકત થયેલી ઇચ્છા કુદૃરત વહેલામોડી સંતોષે જ છે. એ જ રાતે કોણ જાણે ક્યાંથી શાલીન પર કોઈકનો ફોન આવે છે- ૨૩ એકર જમીનનો એક બંજર ટુકડો એમ જ પડ્યો છે. કોઈને એમાં રસ હોય તો જણાવજો! જમીન શાલીનના ઘરથી થોડી મિનિટો જ અંતર પર જ હતી.

આ ફોને શાલીનને વિચારતા કહી મૂક્યા- શું આ ઉપરવાળાનો કોઈ સંકેત છે? રાત્રે મોડે સુધી પતિ-પત્નીએ ખૂબ ચર્ચા કરે છે- શું કરવું છે? લઈ લેવી છે આ જમીન? અસહાય પ્રાણીઓને પાળવા માટે સેન્ક્યુઅરી બનાવવી હોય તો આ જગ્યા પરફેકટ છે તે વાત સાચી, પણ આ જવાબદૃારી બહુ મોટી છે એનું શું? બેય દૃીકરાઓ હજુ નાના છે, જીવનનિર્વાહ માટે કામકાજ કરવાનું છે, પોતાની કંપની ચલાવવાની છે. પહોંચી વળાશે? જવાબ મળ્યો- હા, પહોંચી વળાશે! બીજા જ દિૃવસે લીઝનાં કાગળિયાં પર શાલીને સહી કરે છે. આ રીતે ઓગસ્ટ ૨૦૧૫માં ‘લવિન આર્મ્સ’ નામની સંસ્થાની સ્થાપના થાય છે. એલ-યુ-વી-આઈ-એન ‘લવિન એ અંગ્રેજી શબ્દૃ ‘લિંવગ માટે વપરાતો સ્લેન્ગ છે. લવિન આર્મ્સ એટલે પ્રેમપૂર્વક લંબાવવામાં આવેલો હાથ.

શાલીને અગાઉ ઘોડાઓ સાથે પનારો પાડ્યો હતો. ‘મેં અગાઉ ઘોડો ખરીદ્યો નહીં, પણ અડોપ્ટ કર્યો હતો એમ કહીશ,’ તેઓ કહે છે, ‘તમે નિર્જીવ વસ્તુ ખરીદૃી શકો, જીવતુંજાગતું પ્રાણી નહીં.’

એકાદૃ-બે પ્રાણીઓને પાળવાં એક વાત છે અને આખેઆખું અભયારણ્ય ચલાવવું તદ્દન જુદૃી વાત છે. તમારે ખૂબ બધી બાબતોનું પ્રેકિટકલ નોલેજ કેળવવું પડે – જેમ કે, કઈ રીતે પ્રાણીઓને બચાવીને સેન્કચ્યુઅરી સુધી લાવવાં, કઈ રીતે માંદૃા પ્રાણીઓની દેખભાળ કરવી, એમને કેવો અને કઈ રીતે ખોરાક આપવો, કઈ રીતે એમના માટે ખાસ પ્રકારનાં રહેઠાણ ઊભાં કરવાં, પ્રાણીઓ અને આ પ્રકારની સંસ્થા ચલાવવાના કાયદૃા સમજવા, નીતિનિયમોનું ઉલ્લંઘન ન થાય એની તકેદૃારી રાખવી, વગેરે. વળી, આ કામમાં જાતજાતનાં વાહનો જોઈએ, ઓટોમેટિક વોટર તેમજ હીટીંગ સિસ્ટમ જોઈએ. તમારે વોલેન્ટિયર્સ અને પ્રોફેશનલ્સનું મજબૂત નેટવર્ક વિકસાવવું પડે. પુષ્કળ કામ હતું, પડકારો હતા અને ખૂબ બધું સમજવા-શીખવાનું હતું.

થયું. ધીમે ધીમે બધું જ થયું. સૌથી પહેલાં તો વર્ષોથી અવાવરુ પડી રહેલી જમીનને સાફ કરવાની હતી. કામ પુણ્યનું હોય અને ઇરાદૃો નેક હોય તો મદૃદૃ મળી જ રહે છે. ધીમે ધીમે વાત ફેલાતાં તદ્દન અજાણ્યા એવા સ્થાનિક અમેરિકનો મદૃદે આવવા લાગ્યા. પ્રાણીપ્રેમીઓનું જુથ આકાર લેવા માંડ્યું. એક નિશ્ર્ચિત માર્ગદૃર્શિકા ક્રમશ- આકાર લેવા માંડી. જેમકે, ‘લવિન આર્મ્સ’માં કેવળ શાકાહારી પ્રાણીઓ જ લાવવાં. માંસાહારી પ્રાણીઓનું પેટ ભરવા માંસ આપવું પડે, જે અહિંસાના સિદ્ધાંતની વિરુદ્ધ ગણાય. પ્રાણીઓને પ્રાણીઓને કેવળ પ્લાન્ટ-બેઝ્ડ ખોરાક અને દૃવાઓ આપવી, એનિમલ-બેઝ્ડ નહીં. એક વાર જનાવરને અહીં લાવવામાં આવે પછી એ જીવે ત્યાં સુધી દેખભાળ કરવી. પ્રાણીઓને ખરીદૃવા નહીં, વગેરે.

ત્રણ ઘોડાઓ પછી બે બકરીઓ આવી, મરઘાં આવ્યાં, ભૂંડ આવ્યાં. પ્રત્યેક પ્રાણીનું એની પર્સનાલિટી સાથે બંધબેસતું મસ્તમજાનું નામ પાડવામાં આવે. જેમ કે બહુ ઉછળકૂદૃ કરતું જાનવર ‘નિબલ’ બની જાય. એક કૂકડાનું નામ ‘રસલ ક્રો’ છે. આ સિવાય બેન્જામિન, ફેલિકસ, રુડી, ઓલિવર અને રોકી પણ છે. દૃરેકની પોતપોતાની કહાણી છે. અભયારણ્યની ખ્યાતિ ફેલાતા એક દૃાતાએ સારી એવી રકમની આર્થિક મદૃદૃ કરી. ચાલીસ એકરનું બહેતર સુવિધાવાળું નવું ફાર્મ ખરીદૃવામાં આવ્યું. આ અભયારણ્ય પ્રાણીપ્રેમીઓ માટેનું મિલનસ્થળ બનતું ગયું. લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે અહીં એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ, વીગન વાનગીઓ માટેના ફ્રી કૂિંકગ કલાસ અને અન્ય કંઈકેટલીય ઇવેન્ટ્સ ગોઠવવામાં આવે છે. આજ સુધીમાં પાંત્રીસસો કરતાં વધારે લોકો ‘લવિન આર્મ્સ’ની મુલાકાત લઈ ચુકયા છે. પ્રાણીઓ પર થતા અત્યાચારની વાતો સાંભળીને ઘણાની આંખો ખૂલી જાય છે. શાલીન કહે છે, ‘આમાંથી કમસે કમ હજાર લોકોએ નિર્ધાર કર્યો હશે કે આજ પછી હું કયારેય સુવ્વર નહીં ખાઉં યા તો હું ચિકનને હાથ નહીં લગાડું કે પછી અઠવાડિયામાં કમસે કમ બે દિૃવસ હું વીગન લાઈફસ્ટાઈલ અપનાવીશ. આવા નાના-મોટા પરિવર્તનોનું પણ ઘણું મહત્ત્વ છે.

શાલીન અઠવાડિયામાં કુલ ૨૦થી ૩૦ કલાક પોતાના જીવનનિર્વાહ માટેના કામકાજ પાછળ ખર્ચે છે. બાકીનો બધો સમય પ્રાણીઓ માટે ફાળવે છે. વહેલી સવારથી મોડી રાત સુધી તેઓ પ્રાણીઓને રેસ્ક્યુ કરવામાં, વધારે પડતા માંદૃાં જનાવરોને હોસ્પિટલમાં ખસેડી તેમની સારવાર કરાવવામાં અને અભયારણ્યને મેનેજ કરવામાં રચ્યાપચ્યા રહે છે. પત્ની શિલ્પીએ અભયારણ્યનું વહીવટી કામકાજ સંભાળી લીધું છે. આજે શાહદૃંપતી પાસે પાંચસો જેટલા વોલન્ટિર્સની ફોજ છે, બે સ્ટાફ મેમ્બર છે. પ્રાણીઓના ડોકટરો અને અન્ય પ્રોફેશનલ્સ સમયાંતરે વિઝિટ લેતા રહે છે.

‘આપણે માણસોને ગુલામ બનાવી શકતા નથી તો પ્રાણીઓને શી રીતે ગુલામ બનાવી શકીએ?’ શાલીન સમાપન કહે છે, ‘એનિમલ્સ નીડ જસ્ટિસ. બીજાં જીવો પર કબ્જો જમાવવાનો આપણને કોઈ અધિકાર નથી. માત્ર જીવદૃયાથી નહીં ચાલે, જીવમૈત્રી કેળવવી પડશે. પ્રકૃતિના લયને સમતોલ રાખવા માટે પણ આ જરુરી છે.’

સત્યવચન!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2018 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.