સંવાદ: કોઈ એક કોલેજના ચાર – પાંચ છોકરા – છોકરીયો વચ્ચે
સ્થળ/જગ્યા : રાજકોટ સિટી બસ
સંવાદ દ્રશ્ય
(બસ સ્ટોપ પર બસ ઉભી રહી અને હું અને મારી સાથે ઊભેલી 3 છોકરીઓ અને બીજા ૪-૫ લોકો અમારી સાથે જ બસમા ચડ્યા અને મારી સાથેની 3 છોકરીઓ પોતે ઓળખતી હશે અને કદાચ ક્લાસમેટ હશે તેવા 3 સીટ પર બેસેલા છોકરાઓ પાસે ઊભી રહી, અને હું તે લોકોની આગળ)
પેહલી છોકરી : કેમ તમે લોકો આજ-કલ કોલેજમાં દેખાતા નથી.?!!!
છોકરાઓ એક સાથે : અરેરે …ઈચ્છા જ નય થતીને 2-3 દિવસ થી યારરર ….તો કેન્ટીનમાં હોઈએ.
બીજી છોકરી અચાનક જ મસ્તીમાં : માણસો આટલું બેસ્યા પછી ખોટે-સાચ્ચે પણ ના પુછે કે તમે છોકરીઓ છો તો બેસી જાઓ.
પેહલો છોકરો : કેમ? અમે ઊભા રહી શકીએ તો તમે કેમ નહી? તમે ક્યારેય કોઈ છોકરાને કીધું કે તમે આજે મારી જ્ગ્યા એ બેસો!! એ પણ કોલેજથી આવીને તમારા જેમ જ થાકેલો હોય.
ત્રીજી છોકરી : તારામાં છોકરીઓને દેવામાં આવતી “રિસ્પેક્ટ” નામની વસ્તુ નથી લાગતી.!!
બીજો છોકરો : ના એવું નથી, માતાજીમાં (કટાક્ષમાં –એટલે સ્ત્રીઓમાં) તો ભારે શક્તિઓ હોય , અને તમારામાં થોડીવાર સુધી ઊભી રેહવાની શક્તિ નથી? ગજબ !!! તો નારીશક્તિ અને ફેમિનિસમના જંડા લય ફરવાનું બંધ કરો.
ત્રીજી છોકરી ગુસ્સામાં : બસ તમારા જેવા લોકોનો સપોર્ટ ના હોયને આટલે અમારે ભોગવવું પડે.
ત્રીજો છોકરો હસતાં – હસતાં : આલાલા .. પણ હું એ જ કેહવા માંગુ છું કે તમારે કોઈના સપોર્ટની જરૂર નથી. તારે બેસવું હોય તો બોલને કે મારે બેસવું છે, છોકરી હોવાના નામે તને મદદ કરું, એવું તો ક્યાંય લખ્યું છે?
પેહલી છોકરી : બસ હવે અમારે તારા જેવાની જ્ગ્યા લેવાનો કોઈ શોખ નથી.
બીજો છોકરો : લે પણ , વિચાર તું જ, અને જો તું લંગડી-લુલી કે દાદીમાં હોત તો તને ચોક્કસ જગ્યાં આપત. પણ તું તો અમારા જેવડી છે, અમારી સાથે ભણે છે, અમારા જેટલું મગજ ચલાવે છે, તો તને ક્યાં સપોર્ટની જરૂર છે?
(બસ, આટલો સંવાદ અને મારે બસમાથી સ્ટેશન આવતા ઉતરવું પડ્યું)
ઉપરના સંવાદ પરથી મને એટલી ખાતરી તો છે કે એ ૬ લોકોમાં બરાબરનું ડિસ્કશન થયું હશે, પણ ખુબ સરળતાથી સમજી શકાય તેવો સંવાદ હતો, બસ જટીલ છે તો સ્વીકાર. ફેમિનિઝમ (નારીવાદ)નો પેહલો પરચમ 1850 થી 1916 સુધીમાં લહેરાયો ત્યારે પેહલો કદમ સ્ત્રીઓનો શિક્ષણ તરફ વળ્યો. ખાલી વાંચતાં અને લખતા આવડતું હોય તેવી સાક્ષરતાની વ્યાખ્યાને ધક્કો મારી વાંચતાં, લખતા અને વિચારતા થવાનું ખેડાણ આજે બિલ્ડીંગ બનીને ઉભી છે, સ્ત્રીઓ શિક્ષણનો વ્યાપ નહી પરંતુ વ્યાસ વધારતી થઇ છે જે આજે દરેક હોદ્દા પર જોઈ શકાય, પણ ચિંતાનો વિષય એ છે કે સમજણ સાથે સહજતામાં ક્યાક ખલેલ પોહચતી લાગે, સ્ત્રીના સ્વભાવ પ્રમાણે તે ઋજુ હોય (નબળી નહીં), અહી એ વાતનો ખુલાસો છે જેને નારીવાદ એક બળવો લાગે છે, કઈક વધારે જ અસમાનતા દર્શાવતા (ફકત) આંદોલનો અને ખાલી-ખોટી કાઢવામાં આવતી રેલીઓ એક ફોક પ્રશ્ન થી વધારે શું હોય શકે?
માન્યુ કે દેશમાં સ્ત્રીઓની હાલત ખરાબ છે, તેવી ઘણી ઘટનાઓ બળવો માંગે છે. પણ બીચારાપંતિ એ સ્ત્રીઓ એ પોતાનો હક પણ ના સમજવો જોઈએ. નારીવાદ એ વ્યક્ત કરવા જેવો કોન્સેપ્ટ નથી એ જીવીને દેખાડવાની એક “કક્ષા” છે. જ્યાં રોજ નવું શીખવાનું છે. યાદ રાખવું જેવુ કે ફેમિનિઝમ: “પુરૂષ સામેની જંગ નથી એ “પુરૂષપ્રધાન”(Patriarchal)વિચારો સામેની લડત છે. પણ એના બદલામાં આપણે “સ્ત્રીપ્રધાન” સમાજની કલ્પના તો નથી જ કરતાં, હા! તેની સાપેક્ષે આપણે “પૂરક પ્રધાન” સમાજ વિષે જરૂર વિચારી શકીએ.
થોડા દિવસ પેહલા જ એક વડીલ (જે પોતે અર્થશાસ્ત્રમાં પી.એચ.ડી છે) મેહમાન ઘરે આવેલા અને લગ્નની ઉમર હોય (સમાજ એ નિર્ધારિત કરેલી) તો ખાસ કરી દીકરીઓના લગ્ન વિષે પૂછે. તેમ મારી માં ને પણ મારા વિષે પુછ્યું, ત્યારે મારી માં એ દ્રઢપણે જવાબ આપ્યો કે હજુ તો મારી દીકરીએ કમાવવાનું શરૂ કર્યું છે. ત્યારે એ વડીલે મને વણમાંગેલી સલાહ આપી, કે “બોવ ટેન્શન નહી લેવાનું અને છોકરાને આપણી જોડે પરણવું હોય તો એ ખરીદે કાર, ઘર અને બધી ફેસેલિટી. આમ પણ પેલ્લા દહેજ ખાધું, ઢોર માર પણ મારતા. હવે આપણો વારો મોજથી રેહવાનો (સ્ત્રીઓની સંખ્યા દેશમાં ઓછી હોય, ત્યારે આવા લોકો મંદીમાં મોજ લૂટવા બેઠા like અપના ટાઈમ આ ગયા). અને આમ પણ છોકરી કમાય, ગાડી લે, પોતાનું ઘર લે તો અભિમાન ચડે” અને એની વાત કાપતા તરત જ માં એ જવાબ આપ્યો કે “બેન ! એને અભિમાન નહી, સ્વાભિમાન કેહવાય”
હા! બધાની પસંદગી(અહી મારી માં નો કેહવાનો અર્થ એ હતો કે પસંદગીઓ ક્યારેય ફક્ત આપડા માટે જ દર વખતે વિચારવું તેવી ના હોવી જોઈએ) અલગ હોય શકે” પણ અહી ભૂતકાળ કે શારીરિક/સામાજીક/રાજકીય રચનાઓને ધ્યાનમાં રાખીને મર્યાદાઓનું કે બદલો લેવાની ભાવનાઓનું જોડાણ યોગ્ય તો નથી જ.
વાસ્તવિકતામાં તો સત્ય Alejandro Jordorowsky કહે તેવું હોય છે કે ‘Birds born in a cage, think flying is an illness’. ફેમિનિઝમ જો પુરુષોને વિલન બનાવીને સક્રિય થતું હોય, તો આ ખ્યાલ ખરેખર ખતરનાક હોય શકે. પોજિટિવ અને નેગેટિવ ફેમિનિસમનું ખૂબ સુંદર ઉદાહરણ પૂરી પાડતી એક પાકિસ્તાની સિરિઝ જોવા જેવી છે “જીંદગી ગુલઝાર હૈ” તેમાં ફવાદ ખાનની(સિરિઝમાં એનું નામ “જારૂન” હોય) માં, બહેન અને ગર્લફ્રેન્ડના રોલમાં ત્રણેય જબરદસ્ત પુરુષોની અવગણના, તેને કાબુમાં રાખવા, તેના ગમા-અણગમાને તરછોડવા, સમમાજમાં ફક્ત પુરૂષોને જ બધા ફાયદા મળે છે તેવું સતત મગજમાં રાખવું અને આવી અદ્રશ્ય (ઇંનવીઝીબલ) વ્યથાઓને પોતે ઍક સ્ત્રી હોવા સાથે જોડીને સંઘર્ષની આત્મશ્લાઘા એ ક્યાનો ન્યાય છે…? અને તેના જ વિરોધાભાસમાં પોતાની જાતને બિચારી કે અમને કોઈ સપોર્ટ કરે તેવી એકતા કપૂરની સિરિયલમાં વાગતી દૂ:ખીયારી ધુનો કોઈ નહી સાંભડે. તમે જ્યારે ભણેલા હોય અને છતાં પણ આવા વાક્યોના ઉચ્ચારણ કરો, એટ્લે આજની જનરેશન વચ્ચે ફકતને ફકત મજાકનું કેન્દ્ર બનતા જોયા છે.
અંતે આનંદ સાથે વાતને વધાવી લેવી મને એટલા માટે ગમશે કે આપણી પેઢી (ઓવર સંસ્કારીઓને બાદ કરતાં જેની સંખ્યા આજે પણ વધારે છે, અફસોસ!!!) આજે લૂપમાં ફસાયેલી નથી, એ દરેકનું સ્થાન અને તેના હકો જાણે છે, એ ઢોંગ અને પારદર્શકતાની રજૂઆત અને તેની પાછળના કારણો અને મનોવિજ્ઞાનના ખોજી છે. તાકાતનો કે અવરોધોનો પર્યાય ક્યારેય જન્મ સાથે જોડાયેલો નથી હોતો. એ તો મનની તુલનાઓ છે, પણ મન અને હિમ્મત ક્યારેય સ્ત્રી કે પુરુષ હોતા નથી એ ફક્ત માણસ હોય છે.
અંતે એજંડામાં: “I know enough women who are totally patriarchal who are totally anti-women and do nasty things to other women and I have know men who have worked for women’s rights their whole life. ‘feminisam is not biological, feminisam is an ideology. ” -Kamala Bhasin (is an Indian developmental feminist activist )
~ તસ્નીમ ભારમલ
tasnimbharmal123@gmail.com
Leave a Reply