ફિલ્મ રિવ્યુઅરની કક્ષા કેવી હોઈ શકે?
સંદેશ – સંસ્કાર પૂર્તિ – 16 જુલાઈ 2017
મલ્ટિપ્લેક્સ
આપણે ત્યાં પેઈડ રિવ્યુ લખનારા એટલે પૈસા લઈને વખાણ કરી આપતા બજારુ ફિલ્મ સમીક્ષકોની એક આખી નિર્લજ્જ જમાત ખદૃબદે છે. જનતાને જોકે આવા રિવ્યુઅર્સને પારખવામાં વાર લાગતી નથી. લોકો ખરાબ ફિલ્મોની સાથે ખરાબ સમીક્ષકોને પર મસ્ત રીતે ધીબેડી નાખતા હોય છે. આજે આમદૃર્શક નવી ફિલ્મ જોઈને તરત ફેસબુક પર તેના વિશે પોસ્ટ લખે છે. પેલા બજારુ રિવ્યુઅર્સ કરતાં આ આમદૃર્શકની કમેન્ટ્સ વધારે પ્રમાણભૂત હોય છે.
* * * * *
પહેલાં સલમાન ખાનની ‘ટ્યુબલાઈટ’ અને પછી શાહરુખ ખાનની ‘જબ હેરી મેટ સેજલ’ ભારે ધૂમધડાક્ા સાથે રિલીઝ થઈ ને ભુલાઈ પણ ગઈ. એમાં ન તો ઓડિયન્સ સમરકંદૃ-બુખારા ઓવારી ગયું કે ન ફિલ્મ રિવ્યુઅર્સને મજા આવી. આ બન્ને હાઇ-પ્રોફાઇલ ફિલ્મો કરતાં લોકોને રાજકુમાર રાવ અને આયુષ્યમાન ખુરાનાની ‘બરેલી કી બરફી’માં વધારે મજા આવી રહી છે. ફિલ્મ રિવ્યુઝ વાંચવાની આપણને સૌને મજા આવે છે. આપણે કંઈ દૃર વખતે રિવ્યુ વાંચ્યા પછી જ ફિલ્મ જોવી કે ન જોવી તે નક્કી કરતાં નથી, પણ છતાંય કઈ ફિલ્મને કેટલા સ્ટાર મળ્યા તે જાણવાની ઉત્સુકતા જરુર રહે છે. આપણે સ્ટાર્સને ચાહનારાઓ છીએ. મનગમતા સિતારાની ગમે તેવી ફિલ્મ જોવા એના અઠંગ ચાહકો થનગન થનગન થતા હોય છે (‘આમિર ખાનની ફિલ્મ જોવાની એટલે જોવાની… હુ કેર્સ અબાઉટ ધ રિવ્યુ?). સામે પક્ષે, આપણા અણગમા પણ એટલા જ તીવ્ર હોઈ શકે છે (‘ફલાણો હીરોે? અરર, એ તો મને દૃીઠો ગમતો નથી. એની પિક્ચર હું ધોળે ધરમેય ન જોઉં. એ બસ્સો કરોડનો બિઝનેસ કરે કે બે હજાર કરોડનો, શો ફરક પડે છે?). રિવ્યુ કરનારો માણસ જો ભરોસોપાત્ર હોય તો તેના લખાણ પરથી ફિલ્મ કેવી હશે તેનો વધતો-ઓછો અંદૃાજ મળી જતો હોય છે. ક્યારેક અવઢવમાં હોઈએ, ફલાણી ફિલ્મ જોવી કે ન જોવી તે નક્કી થઈ શકતું ન હોય તેવા કેસમાં એક કરતાં વધારે રિવ્યુ પર નજર ફેરવી લેવાથી નિર્ણય લેવામાં આસાની રહે છે.
છાપાંમાં દૃર અઠવાડિયે આ ફિલ્મ જોવા જેવી છે કે આ ફિલ્મ સાવ બકવાસ છે તે પ્રકારની સમીક્ષા લખતો લેખક ગુજરી જાય પછી દેશનો વડો એને અંજલિ આપે તેવી સ્થિતિ ભારતમાં કલ્પી શકો છો? અમેરિકામાં એવું બન્યું હતું. રોજર ઈબર્ટ નામના સિનિયર ફિલ્મ ક્રિટિકનું ચાર વર્ષ પહેલાં ૭૦ વર્ષે અવસાન થયું. જેવા આ સમાચાર ફેલાયા કે થોડી જ કલાકોમાં હોલીવૂડના અન્ય માંધાતાઓની સાથે તત્કાલીન પ્રેસિડન્ટ બરાક ઓબામાએ પણ ટ્વિટર પર સદૃગતને અંજલી આપી – ‘ધ મુવીઝ વિલ નોટ બી ધ સેમ વિધાઉટ રોજર. મતલબ કે રોજર ઈબર્ટ વગર ફિલ્મોને માણવાનો અનુભવ હવે પહેલા જેવો નહીં રહે. કલ્પના કરો, ઓબામા જેવા ઓબામા જેનો આટલો આદૃર કરતા હોય તે માણસનો હોલીવૂડમાં અને દુનિયાભરના સિનેમાપ્રેમીઓમાં કેટલો દૃબદૃબો હોવાનો.
રોજર ઈબર્ટ એવા રિવ્યુઅર હતા કે જેમના તરફથી ‘ટુ થંબ્સ અપ’ મેળવવા હોલીવૂડના ભલભલા ફિલ્મમેકરોને તાલાવેલી રહેતી. રોજર બન્ને હાથના અંગૂઠા ઉંચા કરવાનો સંકેત કરે તેનો મતલબ એમ કે હાઈક્લાસ ફિલ્મ છે, મિસ ન કરતા. એમણે ‘શિકાગો સન-ટાઈમ્સ નામના ડેઈલી ટેબ્લોઈડમાં ૧૯૬૭થી ફિલ્મ રિવ્યુઝ લખવાનું શરુ કર્યું હતું. વફાદૃાર પતિની જેમ મૃત્યુપર્યંત તેઓ આ એક જ અખબારને વરેલા રહ્યા. તેમના રિવ્યુની સિન્ડિકેટેડ કોલમ જોકે દુનિયાભરના ૨૦૦ કરતાંય વધારે છાપાંમાં છપાતી રહી. તેમણે ૨૦ જેટલાં પુસ્તકો લખ્યાં છે. ફિલ્મ રિવ્યુઝના કેટલાય સંગ્ર્ાહો પ્રકાશિત થયા છે. રોજર ઈબર્ટ પહેલા ફિલ્મ ફિલ્મ ક્રિટિક છે, જેમને અતિ પ્રતિષ્ઠિત પુલિત્ઝર પ્રાઈઝ મળ્યું હોય. તેમણે બે-ત્રણ ફિલ્મોની સ્ક્રિપ્ટ પણ લખી છે.
રોજર ઈબર્ટના રિવ્યુમાં લખાવટ એકદૃમ પ્રવાહી હોય. ૨૦૦૭માં ‘ફોર્બ્સ મેગેઝિને ભલે તેમને ‘ધ મોસ્ટ પાવરફુલ પંડિત ઈન અમેરિકા’નો ખિતાબ આપ્યો હોય, પણ તેમના લખાણમાં કદૃી બોલકી પંડિતાઈ જોવા ન મળે. વાંચનારાને અભિભૂત કરી નાખવાના પ્રયાસ ન હોય. ખાલિદૃ મોહમ્મદૃ જેવા અંગ્રેજીમાં લખતા આપણા સિનિયર ફિલ્મ ક્રિટિક કેવળ રમૂજ પેદૃા કરવા શબ્દૃોનો તોડવા-મરોડવા અને ભાષા પાસે ગુંલાટીઓ ખવડાવવા માટે જાણીતા છે. રોજર ઈબર્ટના રિવ્યુમાં આવી કોઈ શબ્દૃ-રમત ન હોય. પોતાને જે કહેવું છે તેની તીવ્રતા ઘટાડ્યા વિના તેઓ લખાણમાં સાદૃગી જાળવી રાખતા. તેમની પાસે સિનેમાનો ઊંડો અભ્યાસ હતો, સિનેમાના ઈતિહાસના હાથવગા સંદૃર્ભો હતા. તેથી તેમનાં રિવ્યુ ચોક્કસ પરિપ્રેક્ષ્યમાં લખાતા. (હા, રોજરનાં લખાણમાં આવા ‘પરિપ્રેક્ષ્ય’ જેવા ભારેખમ શબ્દૃો પણ ક્યારેય ન હોય!) સિરિયસ માસ્ટરપીસ વિશે લખવાનું હોય કે ચાલુ બ્લોકબસ્ટર વિશે, તેમની સિન્સિયારિટીમાં કશો ફર્ક ન પડે.
સારો રિવ્યુઅર ફિલ્મ સારી છે કે ખરાબ છે એટલું કહીને અટકી નહીં જાય, એ દૃર્શકને તર્કબદ્ધ રીતે સમજાવશે કે ફિલ્મ શા માટે ઉત્તમ છે કે નઠારી છે. રિવ્યુઅર માત્ર સિનેમાપ્રેમી હોય એટલું પૂરતું નથી, એની પાસે ઊંડો અભ્યાસ અને સમજ હોવા જોઈએ. ફિલ્મ રિવ્યુઅર વ્યક્તિગત ગમા-અણગમાથી પર હોવો જરુરી છે. તો જ તે ડંખ વગર યા તો એક્સ્ટ્રા સુગર ઉમેર્યા વગર પ્રામાણિકતા લખી શકે. રાજકારણ, સમાજજીવન કે અન્ય કોઈ પણ વિષય પર લખતા ખરા પત્રકારની જેમ ફિલ્મ રિવ્યુઅર પણ ભ્રષ્ટ ન હોઈ શકે. રોજર ઈબર્ટે કહ્યું છે, ‘મેં જિંદૃગીમાં ક્યારેય હોલીવૂડના સ્ટુડિયોઝને નથી ક્યારેય એડવાન્સમાં ક્વોટ આપ્યા કે નથી મારા ફિલ્મ રિવ્યુ વંચાવ્યા. મારા ફિલ્મ રિવ્યુઝ વાચવાનો સૌથી પહેલો અધિકાર મારા વાચકોનો છે, પ્રોડ્યુસર-ડિરેક્ટર કે એક્ટરનો નહીં.’
કમનસીબે આપણે ત્યાં પેઈડ રિવ્યુ લખનારા એટલે પૈસા લઈને વખાણ કરી આપતા બજારુ ફિલ્મ સમીક્ષકોની એક આખી નિર્લજ્જ જમાત ખદૃબદે છે. જનતાને જોકે આવા રિવ્યુઅર્સને પારખવામાં વાર લાગતી નથી. લોકો ખરાબ ફિલ્મોની સાથે ખરાબ સમીક્ષકોને પર મસ્ત રીતે ધીબેડી નાખતા હોય છે. અગાઉ ફિલ્મ રિવ્યુઝ ફક્ત છાપાં-મેગેઝિન પૂરતાં સીમિત હતા. હવે શુક્ર-શનિ-રવિ દૃરમિયાન ટીવી, વેબસાઈટ્સ, એફએમ રેડિયો અને સોશિયલ વેબસાઈટ્સ પણ ફિલ્મ રિવ્યુઝથી ધમધમતાં રહે છે. આજે આમદૃર્શક ફિલ્મ જોઈ આવીને તરત ફેસબુક પર તેના વિશે પોસ્ટ લખે છે. પેલા બજારુ રિવ્યુઅર્સ કરતાં આ આમદૃર્શકની કમેન્ટ્સ વધારે પ્રમાણભૂત હોય છે.
રોજર ઈબર્ટે એક કરતાં વધારે પેઢીઓને ફિલ્મ જોતાં શીખવ્યું છે, એમનો ટેસ્ટ કેળવ્યો છે. તેમની માત્ર લખાવટ જ નહીં, બોલી પણ આકર્ષક હતી. જીન સિસ્કેલ નામના ઓર એક રિવ્યુઅર સાથે તેમણે જોડી જમાવી હતી. ટીવી પર તેઓ ‘એટ ધ મુવીઝ’ નામનો શો હોસ્ટ કરતા. એમાં જે-તે ફિલ્મ વિશે બન્ને ચર્ચા કરે, તંદુરસ્ત દૃલીલબાજી કરે અને છેલ્લે થંબ્સ-અપ કે થંબ્સ-ડાઉન કરી ચુકાદૃો આપે. આ શો ખૂબ પોપ્યુલર બન્યો હતો. શિકાગોમાં સીબીએસ સ્ટુડિયોઝની પાસેના એક રસ્તાને સિસ્કેલ એન્ડ ઈબર્ટ વે એવું નામ આપવામાં આવ્યું છે. જીન સિસ્કેલનું નિધન ઈબર્ટની પહેલાં થઈ ગયું. તબિયત લથડતાં રોજરે ટેલીવિઝનને ભલે અલવિદૃા કહેવી પડી, પણ તેમણે લખવાનું છેક સુધી ચાલુ રાખ્યું. અંગ્રેજી ફિલ્મના ચાહકો તેમની વેબસાઈટ www.rogerebert.com પર કલાકો સુધી પડ્યાપાથર્યા રહે છે. આ વેબસાઈટની લોકપ્રિયતા જુઓ કે રોજર ઈબર્ટના મૃત્યુના ચાર વર્ષ પછી પણ તે પૂરજોશથી ધમધમે છે. કાળજીપૂર્વક પસંદૃ કરવામાં આવેલા લગભગ વીસેક જેટલા કન્ટ્રીબ્યુટર્સ કાયદેસર રીતે નવી નવી ફિલ્મોના રિવ્યુઝ અને વિડીયોઝ આ વેબસાઈટ પર અપલોડ ક્રતા રહે છે. ટૂંક્ સમયમાં વેબસાઈટ પર રોજર ઈબર્ટ ફેન ક્લબ નવેસરથી લોન્ચ થવાની છે અને મોબાઈલ એપ પણ સક્રિય બનવાની છે.
વિવેચક આમ તો બોરિંગ માણસ ગણાય, પણ રોજર ઈબર્ટની વાત અલગ છે. તેમણે દેખાડી આપ્યું કે ફિલ્મ વિશે વાંચવામાં ફિલ્મ જોવા જેટલી જ મજા આવી શકે છે. હોલીવૂડમાં રોજર ઈબર્ટને હંમેશા એક ફિલ્મસ્ટાર જેવા માનપાન અમસ્તા નથી મળ્યાં.
રોજર ઈબર્ટને ખુદૃને કોના ફિલ્મ રિવ્યુઝ વાંચવાની મજા આવતી? પૌલીન કેલ નામનાં સિનિયર ક્રિટિક્ના રિવ્યુઝ. પૌલીન ૨૦૦૧માં મૃત્યુ પામ્યાં ત્યારે ઈબર્ટે એમને શ્રદ્ધાંજલિ આપતા લખેલું કે, ‘છેલ્લા ત્રણ દૃાયકામાં હોલીવૂડના ફિલ્મી માહોલ પર પૌલીન કેલે જે પ્રકારનો હકારાત્મક્ પ્રભાવ પેદૃા કર્યો છે એવો બીજી કોઈ વ્યકિત કરી શકી નથી.’
પૌલીન કેલ વિશે વધારે વિગતવાર વાતો ફરી ક્યારેક.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2017 )
Leave a Reply