‘મારી ભીતર રહેલી સ્ત્રી જ મને મર્દૃાના બનાવે છે’
સંદેશ – સંસ્કાર – બુધવાર – ૧૩ ઓગસ્ટ ૨૦૧૭
કોલમ – ટેક ઓફ
શાહરુખ ખાન કહે છે કે મારી ફિલ્મોને સારા રિવ્યુ મળે કે ન મળે, કમસે કમ મારા ઇન્ટરવ્યુને તો ફાઇવસ્ટાર રિવ્યુ મળે જ છે! સાચી વાત છે. શાહરુખની ફિલ્મો કરતાં એની મુલાકાતો અનેકગણી વધારે અસરકારક હોય છે.
* * * * *
ચાલો, એક વાત ફરી એક વાર પૂરવાર થઈ ગઈ કે શાહરુખ ખાનના ઇન્ટરવ્યુ એની ફિલ્મો કરતાં અનેકગણા વધારે અસરકારક, મનોરંજક અને જકડી રાખે એવા હોય છે. ‘જબ હેરી મેટ સેજલ’ના પ્રમોશન દૃરમિયાન સિનિયર પત્રકાર અનુપમા ચોપડાને મુલાકાત આપતી વખતે શાહરુખ ખાન ખુદૃ બોલ્યો હતો કે, મારી ફિલ્મોને સારા રિવ્યુ મળે કે ન મળે, કમસે કમ મારા ઇન્ટરવ્યુને તો ફાઇવસ્ટાર રિવ્યુ મળે જ છે! સાચી વાત છે. તો ચાલો, હેરી-સેજલની પિષ્ટિંપજણ કર્યા વગર જેમાં મજા પડવાની ગેરંટી છે એવી શાહરુખની કેટલીક તાજી મુલાકાતોના ચટાકેદૃાર અંશોમાંથી પસાર થઈએ. ઓવર ટુ શાહરુખ –
– હું મારી જાતને રોમેન્ટિક હીરો ગણતો જ નથી. પર્સનલી હું ‘રઇસ’, ‘ફેન’, ‘ચક દે ઇન્ડિયા’ પ્રકારની ભુમિકાઓ સાથે વધારે આઇડેન્ટિફાય કરી શકું છું. મને ખબર નથી કે પ્રેમનો અભિનય કેવી રીતે કરાય. મારા આંતરિક વ્યકિતત્ત્વનો એક મોટો હિસ્સો સ્ત્રી જેવો છે. પ્રત્યેક પુરુષમાં કંઇક અંશે એક સ્ત્રી અને પ્રત્યેક સ્ત્રીમાં એક પુરુષ જીવતો હોય છે. મને લાગે છે કે મારામાં રહેલી સ્ત્રી બહુ સ્ટ્રોન્ગ છે. કદૃાચ એટલે જ હું લવરબોયની ભુમિકા વધારે સંવેદૃનશીલતાપૂર્વક નિભાવી શકું છું.
– મને રોમેન્ટિક ડાયલોગ્ઝમાં ગતાગમ પડતી નથી. ‘તુમ નહીં સમજોગી અંજલિ, કુછ કુછ હોતા હૈ…’ આ પ્રકારના ડાયલોગમાં એવું તે શું મહાન છે હું સમજી શકતો નથી. ડિરેકટર મને સમજાવે ત્યારે હું એમના દૃષ્ટિકોણ પ્રમાણે પર્ફોર્મ કરી નાખું છું. મારી ભીતર છુપાયેલી પેલી બળવાન સ્ત્રી આવા બધા ડાયલોગ્ઝ બોલતી વખતે સક્રિય બની જાય છે. મારી અંદૃર છુપાયેલી એ સ્ત્રી જ મને મર્દૃાના બનાવે છે.
– રોમાન્સની મારી પોતાની કોઈ ખાસ સ્ટાઇલ કે બ્રાન્ડ નથી. હું તો માત્ર મારા ડિરેકટરો કહે તે પ્રમાણે કરતો રહું છું કેમ કે પ્રેમ વિશે મારા ખુદૃના કોઈ આઇડિયાઝ છે જ નહીં. યશ ચોપડા, આદિૃત્ય ચોપડા, કરણ જોહર, સંજય લીલા ભણસાલી આ બધા મને ચોકકસ દૃષ્ટિથી જુએ છે, પ્રેમ કે રોમાન્સ વિશે તેઓ નિશ્ર્ચિત વિચારો કે માન્યતાઓ ધરાવો છે ને હું તેમના ચીંધાડેલા રસ્તે ચાલ્યા કરું છું.
– મને હંમેશાં લાગ્યું છે કે લવસ્ટોરી જો નાયિકાના દૃષ્ટિકોણથી કહેવામાં આવે તો સરસ બને છે. ‘દિૃલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ આજેય જોવી ગમે છે, કેમ કે એની વાર્તા કાજોલના દૃષ્ટિકોણથી કહેવાઈ છે. ‘મેરે ખ્વાબોં મેં વો આએ…થી વાત શરુ થાય ને પછી સપનોં કા રાજકુમાર એની જિંદૃગીમાં આવે, કાજોલ જે રીતે પરિવારની વાત માને છે, જે રીતે પરંપરાઓનું પાલન કરે છે, જે રીતે પ્રેમીની પડખે ઊભી રહે છે… ટૂંકમાં, આ કાજોલની વાર્તા છે.
– આટલી બધી લવસ્ટોરી કરવાને લીધે આજે હું સ્ત્રીઓને વધારે સારી રીતે સમજી શકું છું. ના, ‘સમજી શકવું’ ખોટો શબ્દૃપ્રયોગ છે. મને કહેવા દૃો કે હું સ્ત્રીઓને વધારે સારી રીતે ‘ફીલ’ કરી શકું છું, તમામ સ્તરે. સ્ત્રીનો દેખાવ હવે મારા માટે ગૌણ બની ગયો છે. ‘વાઉ… આનું ફિગર પરફેકટ છે, ટેન આઉટ ઓફ ટેન’ આ બધું હવે ભૂતકાળ બની ગયું છે. હું હવે સ્ત્રીઓનો વધારે આદૃર કરું છું. શું હું વધારે સારો પાર્ટનર બન્યો છું? આઈ ડોન્ટ નો.
– હું મારા માટે કોઈ ફિલ્મ ડિઝાઇન કરી શકતો નથી. મારા શુભેચ્છક અને જેની સાથે મેં હજુ સુધી કામ કર્યું નથી એવા એક ડિરેકટર વચ્ચે મને એક પાર્ટીમાં મળી ગયા. મને કહે, યાર શાહરુખ, કંઈક વિચારને… કુછ હટ કે બનાતે હૈ. મૈં કહ્યું, હું નહીં વિચારું, તમે જ વિચારો. જો તમને લાગે કે તમારા વિઝનમાં હું ફિટ બેસું છું તો મને તમારી ફિલ્મમાં મને લો, મારી પાસેથી કામ કઢાઓ. મને લાગે છે કે આ જ મારી વર્સેટાલિટી છે.
– રોજ સેટ પર શુટિંગ કરવા જાઉં ત્યારે એવું કશુંક હોવું જોઈએ જેના માટે એક્સાઈટ થઈ શકાય. જેમ કે, મને થાય કે યાર… આજે હું સેટ પર જઇને ઇમ્તિયાઝ અલીએ જેવી કલ્પના કરી છે અદ્લ એવો હીરો બનીને દેખાડીશ. ઇમ્તિયાઝ ઇચ્છે છે એવી એક મોમેન્ટ પણ મારા પર્ફોર્મન્સમાં આવી ગઈ તો હું ખૂબ ખુશ થઈ જઈશ. આખેઆખી અઢી કલાકની ફિલ્મ હું ડિરેકટરની અપેક્ષા પ્રમાણે પર્ફોર્મન્સ આપી શકવાનો નથી, હું એવો દૃાવો પણ કરતો નથી, પણ જો માત્ર પંદૃર સેકન્ડ પણ અસલી આવી ગઈ તો એટલુંય મારા માટે ઘણું છે.
– ધારો કે મને પેલી પંદૃર સેકન્ડ ન મળી તો પણ હું રાજી તો થઈશ જ. માનો કે એક હવેલીનો બંધ કમરો છે, જેમાં તમે ક્યારેય પગ મૂક્યો નથી. કદૃાચ તમે ત્યાં જવા માગતા નથી. તમને ત્યાં જવાની કલ્પના માત્રથી ડર લાગે છે. તમે ધારી લીધું છે કેે એ ઓરડામાંથી ગંદૃી હવડ વાસ આવતી હશે. પણ પછી (હું જ્યારે ટિપિકલ અર્બન, કૂલ, ભણેલાગણેલા લવરબોય પ્રકારની ભુમિકાઓથી વેગળા જઈને ‘ફેન’, ‘ચક દે ઇન્ડિયા’ કે ‘રઇસ’ જેવી ફિલ્મો કરું છું ત્યારે) મને થાય છે કે ચાલો, મેં પેલા અજાણ્યા ઓરડાનો દૃરવાજો ખોલીને અંદૃર જવાની કોશિશ તો કરી. શક્ય છે કે મને એ ઓરડો ન ગમ્યો અથવા અંદૃર ઘૂસી જ ન શકયો, પણ તેથી શું? અંદૃર ડોકિયું કરીને જોઈ તો લીઘું.
– હું વિદેશી કે ભારતીય ફિલ્મો જોઉં છું ત્યારે કોઈ એકટરનો ઉત્તમ અભિનય જોઈને ‘અરે યાર, આ તો જબરદૃસ્ત એકિટંગ કરે છે…’ આવું કરતાં મને ન આવડે એવું વિચારીને વામણાપણું અનુભવતો નથી, કેમ કે હું જાણું છું કે હું સારો એક્ટર નથી. મને પહેલેથી ખબર છે કે અમુક વસ્તુઓ કરતાં મને નથી જ આવડતી. હું સારો એકટર નથી એ કંઈ મારા માટે ન્યુઝ નથી. તમને જ્યારે તમારી મર્યાદૃાઓની ખબર હોય ત્યારે એક એકટર તરીકે, એક પર્ફોર્મર તરીકે તમારી કેટલી પહોંચ છે તે તમે જાણતા જ હો છો.
– એક એકટર તરીકે હું અત્યંત અનશ્યોર હોઉં છું. હા, મને મારા ડાયલોગ્ઝ બરાબર આવડતા હોય છે અને તેને કારણે મારું ગાડું ગબડી જાય છે, પણ જે-તે સીનમાં હું ધારી અસર પેદૃા કરી શકયો કે નહીં એની મને ખબર હોતી નથી. છેલ્લાં દૃસ-પંદૃર વર્ષથી મેં ધારી અસર પેદૃા કરવાની કોશિશ કરવાનું સુધ્ધાં છોડી દૃીધું છે. મને જિંદૃગીમાં ક્યારેય લાગ્યું નથી કે હું અમેઝિંગ એકટર છું. પચીસ વર્ષની મારી કરીઅરમાં મારી તમામ ફિલ્મોના શૂટિંગ દૃરમિયાન હું સતત નવર્સ રહ્યો છું, ભયભીત રહ્યો છું.
– બીજાઓનાં પર્ફોર્મન્સીસ કરતાં બીજાઓનાં લખાણ મને વધારે ચમકાવી મૂકે છે. અમુક લેખકો પાત્રને ઊપસાવવા માટે જે રીતે લખે છે તે વાંચીને મને થાય કે અરે યાર, આવા વિચાર મને કેમ નથી આવતા? આણે કેવી રીતે કિરદૃારમાં આવા શેડ્ઝ, આવી સૂક્ષ્મતાઓ, આવું ઊંડાણ ઉમેર્યું?
– હું મારી જાતને ગંભીરતાથી લેતો નથી એટલે બીજાઓ પણ મને ગંભીરતાથી લેતા નથી! વર્ષો પહેલાં એક ઇન્ટરવ્યુમાં હું બોલી ગયો હતો કે મને પાંચ જ એકસપ્રેશન્સ કરતાં આવડે છે. આજ સુધી લોકો કહ્યા કરે છે કે આ તો આ પાંચ જ એકસપ્રેશન કરી જાણે છે! મને આજની તારીખેય કેમેરા સામે હસતા આવડતું નથી. બહુ જ અઘરું છે અસલી હાસ્ય કરવું.
– હું એવા લોકોની ફિલ્મો કરવા માગું છું, જેમની સાથે કામ કરવાની મને મજા આવે. હું એમને પૂછતો રહું છું – આપ ખુશ હો ના? મને લાગે છે કે એક્ટરે આટલા જ સ્વાર્થી અને આટલા ઉદૃાર બનવું જોઈએ – પોતાને ગમે એવા લોકો સાથે કામ કરવું અને ડિરેક્ટર ખુશ રહે એવું પર્ફોર્મન્સ આપવું. જો હું ડિરેક્ટરના પ્રેમમાં ન પડી શકું તો એકાવન-બાવન વર્ષની ઉંમરે કામ કરવાનો કોઈ મતલબ નથી.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2017 )
Leave a Reply