Sun-Temple-Baanner

ગુજરાતીઓ ભારતની સૌથી સેક્સી પ્રજા છે?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ગુજરાતીઓ ભારતની સૌથી સેક્સી પ્રજા છે?


ગુજરાતીઓ ભારતની સૌથી સેક્સી પ્રજા છે?

કોકટેલ ઝિંદગી – અંક જુલાઈ ૨૦૧૭

Column – ફન @ ફેસબુક

* * * * *

Cocktail Kumar – 3 hr

ભારતમાં સૌથી વધારે સેક્સ ટોય ગુજરાતમાં વેચાય છે, બોલો!

Jignesh Popat, Ankur Nanavati and 450 others 62 Commetns 37 Shares

Pratham Vaishnani Whaaat??!!
Like . Reply 2 . 3 hr ago

Dipak Kapadia લાયા… લાયા…કોકટેલકુમાર આજે કંઈક નવું લાયા!
Like . Reply 4 . 3 hr ago

Amrish Ved આને નવું નહીં, અળવીતરું કહેવાય!
Like . Reply 4 . 3 hr ago

Rakesh G. Gandhi તમને કેવી રીતે ખબર પડી, Cocktail Kumar? તમે સેક્સ ટોય્ઝની ફેકટરી નાખી કે શું?
Like . Reply 1 . 3 hr ago

Hiren Jadhav આખા ભારતમાં Cocktail Kumarનું નેટવર્ક ધમધમે છે. તો જ આખા ઇન્ડિયામાં કેટલાં સેક્સ ટોય વેચાય છે એની ખબર પડેને. સાંજે પડે એટલે બધાં શહેરોમાં Cocktail Kumarના ફેરિયાઓ સેકસ ટોય્ઝ વેચવા ગલીઓમાં નીકળે છે – એઈઈઈ…. સેક્સ ટોય લ્યો કોઈ સેક્સ ટોઓઓય… જુવાન-બુઢા-સાજા-માંદા સૌને માટે, સસ્તા-સુંદર-ટિકાઉ…સેક્સ ટોઓઓઓઓય!! રાઈટ, Cocktail Kumar? હા-હા-હા!!!
Like . Reply 3 . 3 hr ago

Priya Prajapati ((ખિખિયાટા કરતાં ત્રણ સ્માઈલી))

Rakesh G. Gandhi ((એક સાદું સ્માઈલી))

Cocktail Kumar LOLz… ROFL… ((એક આંખ મીચકારતું સ્માઈલી))

A. J. Anandpara આજે તારું આવી બન્યું છે, Cocktail Kumar. આવા વાયડા સ્ટેટસ ફેસબુક પર મૂકાય જ નહીં.
Like . Reply 3 . 3 hr ago

Sanjay Maru એણે જાણી જોઈને આવું સ્ટેટસ મૂક્યું છે, A. J. Anandpara. એને બરાબર ખબર છે કે સૌથી વધારે કમેન્ટ અને લાઈક્સ ઊઘરાવવી હોય તો ફેસબુક પર આવું સેક્સનું કશુંક ઊંબાડિયું કરી નાખવાનું. સિમ્પલ.
Like . Reply 2 . 3 hr ago

Cocktail Kumar અરે ભાઈલોગ, એક વેબસાઈટે ઓનલાઈન સર્વે કરાવ્યો હતો. એના પરથી તારણ નીકળ્યું કે ભારતમાં સેક્સ ટોઝ્યની સૌથી વધારે ડિમાન્ડ ગુજરાતમાં રહે છે. સેક્સ ટોય્ઝનો સૌથી મોટો માર્કેેટ શેર – ૧૭ ટકા – એકલા ગુજરાતનો છે. છેલ્લાં અઢી વર્ષ દરમિયાન આ પોર્ટલ પરથી ૩૫ હજાર સેક્સનાં રમકડાં વેચાયાં, જેમાંથી મેક્ઝિમમ રમકડાં ગુજરાતીઓએ ઓર્ડર કર્યા હતા. બીજા નંબરે ગોવા અને ત્રીજા નંબરે કેરલાનું નામ છે.

Like . Reply 20 . 3 hr ago

Mihir Mahajan ભાઈ, ભાઈ! શું વાત છે! ગર્વ સે કહો હમ ગુજરાતી હૈં!
Like . Reply 1 . 3 hr ago

Monish Kankhara ગુજરાતીઓ જેવી ‘રમતિયાળ’ પ્રજા બીજી એકેય નહીં, કાં? મોટા થઈ ગયા પછીય રમકડેથી રમવાનું છોડતા નથીે!
Like . Reply 5 . 3 hr ago

Mihir Mahajan ગુજરાતીઓ ‘રમતિયાળ’ અને ‘કામઢા’, બન્નેે છે!
Like . Reply 5 . 3 hr ago

Suresh C. Virani શું કંઈ બી ફેંકાફેંક કરો છો, Cocktail Kumar. કેવો સર્વે? કેવી વેબસાઈટ? આવી ફાલતુ ઇન્ફર્મેેશન શું કામ ફેસબુક પર શેર કરો છો?
Like . Reply 1 . 2 hr ago

Jayantilal Mota આ તમારી પોસ્ટ હમણાં જ ડિલીટ કરી નાખો, Cocktail Kumar. લોકોને બગાડવાનું બંધ કરો.
Like . Reply 1 . 2 hr ago

Mihir Mahajan Suresh C. Virani અને Jayantilal Mota, તમે બેય ફેસબુક પડતું મૂકીને ચુપચાપ આસ્થા ચેનલ જુઓ બેસી જાઓ તો!
Like . Reply 8 . 2 hr ago

Monish Kanakhara ફેસબુક પર એક વાક્યનું સ્ટેટસ લખવાથી લોકો બગડી જાય? શાબાશ!
Like . Reply 4 . 2 hr ago

Vivek Bhati કાકાઓની સુરુચિનો ભંગ થઈ ગયો!
Like . Reply 5 . 2 hr ago

Padmkant Bhimani તમતમારે ચલાવો, Cocktail Kumar. મજા આવે છે.
Like . Reply 1 . 2 hr ago

Kinnar Galaiya સેકસ ટોયની વાત નીકળી એટલે મને કંગના રાણાવતની ‘ક્વીન’ ફિલ્મનો પેલો સીન યાદ આવી ગયો. એ ફોરેનમાં એકલી હનીમૂન મનાવવા જાય છે અને ભૂલથી કોઈ સેકસ શોપમાં ઘૂસી જાય છે. એને છેક સુધી ખબર પડતી નથી કે દુકાનમાં નકરા સેકસ ટોય્ઝ જ વેચાય છે.
Like . Reply 5 . 2 hr ago

Ekta A. ઘોઘી નંબર વન!
Like . Reply 2 . 2 hr ago

Kuntal Jani Lolz…
Like . Reply 5 . 2 hr ago

Nishith Gosarani એ સીનમાં એવું કંઈક છેને કે કંગના વાઈબ્રેટરને મસાજર સમજી બેસે છે ને બધા માટે જાતજાતનું શોપિંગ કરી નાખે છે!

Sheetal Nayak Lolz…. That was a brilliant scene!
Like . Reply 5 . 2 hr ago

Prachi Pujara I looove Kangana! I loooved Queen!!! My most favorite film….!!!
Like . Reply 5 . 2 hr ago

Bhavesh Mehta અરે ભાઈ, કંગના રાણાવત નહીં, પણ કંગના રનૌત.
Like . Reply ((થમ્સ અપનું નિશાન)) 5 . 2 hr ago

Pathak Prem કોઈ ગુજરાતી છાપાવાળા તો ‘રણોટ’ એવો ઉચ્ચાર કરે છે. સાચું શું છે? ભારે ક્ધફ્યુઝન છે.
Like . Reply 1 . 2 hr ago

Bhavesh Mehta અટકની માથાઝીંક શું કામ કરો છો? ખાલી કંગના જ રાખોને. આખા ઇન્ડિયામાં એક જ કંગના છે.
Like . Reply 3 . 2 hr ago

Bhavika Mamtora કોણે કીધું? હજુ ગયા અઠવાડિયે જ મારી માસીની બેબીનું નામ કંગના પાડ્યું. એના વાળ કર્લી છે એટલે.
Like . Reply 5 . 2 hr ago

Shweta Shah Even my cousin’s name is Kangana Shah.
Like . Reply 5 . 2 hr ago

Kangana Shah Hey Shweta!!! What’s up? Long time no see! Still in Australia?

Anurag Mehta કંગનાનાને રિઅલ લાઈફમાં ઢગલાબંધ લવઅફેર થઈ ગયાં છે તે આખી દુનિયા જાણે છે, અગાઉની ફિલ્મોમાં પણ એણે કેટલાય હીરો સાથે લવમેકિંગ-સીન કર્યાં છે, પણ તમે જુઓ કે ‘ક્વીન’ ફિલ્મની પહેલીં પાંચ જ મિનિટમાં એ ઓડિયન્સને કન્વિન્સ કરી નાખે છે કે એ વર્જિન છે! તમને લાગે કે પડદા પરની આ ઇનોસન્ટ છોકરીએ ક્યારેય કોઈ છોકરા સાથે કિસનો અનુભવ પણ લીધો નહીં હોય. આને કહેવાય એક્ટિંગ.
Like . Reply 5 . 2 hr ago

Ekta A. Good observation.
Like . Reply 2 . 2 hr ago

Mihir Mahajan ‘ક્વીન’ જેવી ફેમિલી ફિલ્મમાં સેકસ ટોયવાળા આખેઆખા સીન સામે સેન્સર બોર્ડ સહિત કોઈને સહેજ અમથોય વાંધો નહોતો પડ્યો, પણ અહીંયા ફેસબુક પર કોઈ સેક્સ ટોય વિશે નિર્દોેષ વાત કરે છે તો લોકોને વાંધા પડી જાય છે!
Like . Reply 7 . 2 hr ago

Monish Kanakhara નિર્દોેષ વાત… વાહ!
Like . Reply 5 . 2 hr ago

Preeti Bhojani બાય ધ વે, કંગના અને હૃતિક રોશન વચ્ચે થોડા સમય પહેલાં જોરદાર યુદ્ધ ફાટી નીકળ્યું હતું એનું પછી શું થયું?
Like . Reply 5 . 2 hr ago

Mihir Mahajan કશું નહીં. કંગના અને હૃતિકે એકબીજા પર પોલીસ કેસ કર્યા હતા પણ પછી આખો કેસ રફેદફે થઈ ગયો. કશું પૂરવાર જ થયું નહીં. બેમાંથી કોણ કેટલું સાચું બોલતું હતું ને કેટલું ખોટું બોલતું હતું એની છેક સુધી ખબર જ ન પડી.
Like . Reply 2 . 1 hr ago

Cocktail Kumar ‘ઇન્ડિયા ટુડે’ મેગેઝિનવાળા દર વર્ષે ‘નિર્દોેષ’ સેક્સ સર્વે કરાવતા હોય છે તે ભારે મજેદાર હોય છે.
Like . Reply 11 . 2 hr ago

B. L. Kotak મેં ક્યાંક વાંચ્યું હતું કે ‘કામસૂત્ર’ ના લેખક વાત્સાયન મુનિ ગુજરાતી હતા.
Like . Reply 5 . 2 hr ago

Manish Kikani ઓહો! વર્લ્ડફેમસ ‘કામસૂત્ર’ પુસ્તકના લેખક વાત્સાયન ગુજરાતી? વાહ! એટલેસ્તો ભારતમાં સૌથી વધારે સેક્સ ટોય ગુજરાતમાં વેચાય છે.
Like . Reply 4 . 2 hr ago

Monish Kanakhara કેમ, ફેમસ સેક્સોલોજિસ્ટ ડો. પ્રકાશ કોઠારી પણ ગુજરાતી જ છેને.
Like . Reply 5 . 1 hr 55 minutes ago

Jayendra Shelat અરે ભાઈ, વાત્સાયન મુનિ ગુજરાતના નહોતા. તેઓ બિહારમાં થઈ ગયા, ભારતમાં ગુપ્ત વંશનું સામ્રાજ્ય ફેલાયેલું હતું એ વખતે. એટલે કે પ્રાચીન કાળમાં.
Like . Reply 5 . 2 hr ago

B. L. Kotak Jayendra Shelat, હું શરત મારવા તૈયાર છું. વાત્સાયન સો ટકા ગુજરાતી જ હતા. મેં પોતે કોઈક છાપાની પૂર્તિમાં વાંચ્યું છે. મને બરાબર યાદ છે.
Like . Reply 5 . 2 hr ago

Savan Pithadiya વાત્સાયન મુનિ ગુજરાતી હતા, એમ? તો તો સની લિઓની પણ ગુજરાતી છે! ((આંખ મિચકારતું સ્માઈલી))
Like . Reply 2 . 2 hr ago

Rohit Patel હા હા, કેમ નહીં. સની લિઓની મૂળ અમારા કાઠિયાવાડ બાજુની! ((ખિખિયાટા કરતાં ત્રણ સ્માઈલી))
Like . Reply 3 . 2 hr ago

Purvi Andharia LOLs…
Like . Reply 3 . 2 hr ago

Hitesh Jobanputra Are there any Gujarati stars in Bollywood who can be labeled as ‘sexy’?
Like . Reply 5 . 2 hr ago

Ekta A. બોલિવૂડમાં ગુજરાતી સ્ટાર્સ છેજ કયાં?
Like . Reply 5 . 2 hr ago

Binit Vora Dimple Kapdia is sexy. Jackie Shroff is sexy. Amisha Patel is cute, not sexy. Asha Parekh was quite glamorous in her youth.
Like . Reply 5 . 2 hr ago

Anant Adani ડિમ્પલ કાપડિયા અને જેકી શ્રોફ બુઢાં થઈ ગયાં. હા, એમના જમાનામાં બેય સેક્સી ગણાતાં ખરાં.
Like . Reply 5 . 2 hr ago

Bipin Bhatt આલિયા ભટ્ટ.
Like . Reply 1 . 2 hr ago

Anant Adani આલિયા ભટ્ટ માત્ર નામની ગુજરાતી છે, રાધર, એની ખાલી અટક ગુજરાતી છે. એનાં દાદા-દાદી ગુજરાતી જરુર હતાં, પણ મને નથી લાગતું કે આલિયા ભટ્ટમાં ગુજરાતીપણાનો છાંટો પણ હોય.
Like . Reply 2 . 2hr ago

Mihir Mahajan આલિયા શું, એના પપ્પા મહેશ ભટ્ટમાં ય ગુજરાતીપણાનો છાંટો નથી.
Like . Reply 5 . 2 hr ago

Bijal Popat ઉપેન પટેલને ગુડલુકિંગ કહી શકાય. ભલે ફ્લોપ હીરો છે, પણ દેખાવડો ખરો.
Like . Reply 3 . 2 hr ago

Binit Vora Prachi Desai is cute. Daisy Shah is definitely sexy.
Like . Reply 5 . 2 hr ago

Anant Adani Daisy Shah who?
Like . Reply 1 . 2 hr ago

Binit Vora ‘જય હો’ની હિરોઈન. આ સલમાન ખાનની ફ્લોપ પિક્ચર.
Like . Reply 4 . 2 hr ago

Chirag Morparia આ રહી. જોઈ લ્યો.
Like . Reply 7 . 2 hr ago

Bijal Popat શર્મન જોશીએ વચ્ચે કંઈક કોઈક વિચિત્ર સેક્સી ફિલ્મ કરી હતી. અત્યારે નામ યાદ નથી આવતું. એમાં પણ ડેઝી શાહ હતી.
Like . Reply 5 . 2 hr ago

Binit Vora Hate something.
Like . Reply 3 . 2 hr ago

Bijal Popat Yess…! ‘Hate Story-3’. મને હજુય સમજાતું નથી કે શર્મન જેવા સશક્ત અભિનેતાએે આવી ભંગાર બી કે સી ગ્રેડની સેક્સી ફિલ્મમાં શા માટે કામ કરવું જોઈએ?
Like . Reply 3 . 2 hr ago

Avnish Bhayani ભાઈ B. L. Kotak, વાત્સાયન ગુજરાતી નહોતા જ. તમે મનહર ગઢિયાએ પ્રોડ્યુસ કરેલા ‘સાત તરી એકવીસ’ નામના નાટકની વાત કરતા લાગો છો. આઈ થિંક, સાત-આઠ વર્ષ પહેલાં આ નાટક આવેલું. એમાં સાત જુદા જુદા લેખકોએ લખેલી સાત એકોક્તિઓ હતી. સાત ડિરેકટરોએ તે ડિરેકટ કરી હતી અને સાતેયમાં અલગ અલગ એકટરોએ એક્ટિંગ કરી હતી.
Like . Reply 8 . 2 hr ago

Prachi Pujara I loooved this concept!
Like . Reply 2 . 2 hr ago

Avnish Bhayani આ સાતમાંની એક એકોક્તિનું ટાઈટલ ‘વાત્સાયન ગુજરાતી હતા’ (અથવા ‘વાત્સાયન ગુજરાતી છે’) એવું હતું. સંજય છેેલે તે લખી હતી, મનોજ શાહે ડિરેકટ કરી હતી અને શ્યામ પાઠકે એમાં અભિનય કર્યો હતો. શ્યામ પાઠક એટલે ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’માં પત્રકાર પોપટલાલનું પાત્ર ભજવે છે, એ. તમારા દિમાગમાં આ નાટક ફિટ થઈ ગયું લાગે છે એટલે ગેરસમજ કરો છે.
Like . Reply 11 . 2 hr ago

B. L. Kotak મીન્સ કે નાટકમાં વાત્સાયન ગુજરાતી છે એવી જે વાત હતી તે આખી કાલ્પનિક હતી?
Like . Reply 1 . 2 hr ago

Avnish Bhayani હા, ભાઈ, હા.
Like . Reply 2 . 2 hr ago

B. L. Kotak Ok.
Like . Reply 1 . 2 hr ago

Manish Kikani શું યાર, Avnish Bhayani. કામસૂત્રના રાઈટર ગુજરાતી હતા એવું વાંચીને હું તો ફોર્મમાં આવી ગયો હતો. તમે બધી હવા કાઢી નાખી. થોડી વાર ચલાવવા દેવું હતુંને.
Like . Reply 5 . 2 hr ago

Avnish Bhayani ‘સાત તરી એકવીસ’ની ત્રીજી એડિશન મુંબઈમાં ગયા મહિને જ ઓપન થઈ. આ વખતે સાતેય મોનોલોગમાં મહિલા કલાકારો એક્ટિંગ કરે છે અને સાતેય મોનોલોગના ડિરેક્ટર એક જ છે – પ્રતીક ગાંધી. એમનું ડિરેક્ટર તરીકેનું પહેલું નાટક.

Like . Reply 6 . 2 hr ago

Ramesh Kanubhai Vaishnani મને નાટકમા એકટીગ કરવાનો સોખ છે. નાટક બનાવાવાળાના મોબાઈલ નબર આપો.
Like . Reply 1 . 2 hr ago

Cocktail Kumar ‘ઇન્ડિયા ટુડે’ મેગેઝિને સેક્સ સર્વે કરાવ્યો હતો એમાંથી બહાર આવ્યું હતું કે અમદાવાદ ભારતનું સૌથી ઈરોટિક સિટી છે.
Like . Reply 15 . 2 hr ago

Prashant Mehta ઇરોટિક એટલે? Cocktail Kumar, કમસે કમ આવી ચટાકેદાર વાત કરતી વખતે સમજાય એવી સાદી ભાષા વાપરો.
Like . Reply 1 . 2 hr ago

Cocktail Kumar ઇરોટિક એટલે કામુક. સાદી ભાષામાં કહું તો, ‘ઇન્ડિયા ટુડે’ ના રાષ્ટ્રવ્યાપી સર્વે પ્રમાણે અમદાવાદીઓ ભારતની સૌથી સેક્સી પ્રજા છે.
Like . Reply 22 . 1 hr ago ago

Apurva F. Shah Girish Krishnan, Shiva Subramanyam, Vyanktesh Swamy, Rakesh Pandey, Daljeet Singh…. Attention! Yo!!
Like . Reply 2 . 1 hr ago

Cocktail Kumar સર્વેનાં તારણો કહે છે કે અમદાવાદના ૬૯ ટકા પુરુષો પોતાની સેક્સલાઈફથી સંતુષ્ટ છે. ૫૯ અમદાવાદીઓ કહ્યું હતું કે ઓરલ સેક્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ૮૮ ટકા અમદાવાદી પુરુષો પોતાની પાર્ટનર પરાકાષ્ઠા પર પહોંચે જ એની ખાસ તકેદારી રાખે છે. ભારતભરનાં શહેરોમાં થયેલા સર્વેનાં પરિણામોમાં આ સૌથી ઊંચી ટકાવારી છે.
Like . Reply 27 . 1 hr ago

Manish Kikani અમદાવાદે તો તબલાં તોડી નાખ્યાં! ભુક્કા કાઢી નાખ્યા!
Like . Reply 5 . 58 minutes ago

B. V. Shashtri Ahmedabad is always number # 1! Proud of being Amdavadi.. !!
Like . Reply 3 . 58 minutes ago

Cocktail Kumar લાઈફમાં સેક્સ કેટલું મહત્ત્વનું છે એવા સવાલના જવાબમાં ભારતની સ્ત્રીઓએ જે જવાબ આપ્યા તેનું નેશનલ એવરેજ ઝીરોથી પાંચના સ્કેલ પર ૩.૫ છે, પણ અમદાવાદની સ્ત્રીઓનો રિસ્પોન્સ ઝીરોથી પાંચના સ્કેલ પર ૪ છે. નેશનલ એવરેજથી વધારે.
Like . Reply 25 . 55 minutes ago

Jay Sutaria ઝક્કાસ!
Like . Reply 3 . 54 minutes ago

Shailesh Sangani ઓહોહો…!
Like . Reply 5 . 54 minutes ago

Atul Bhatia અલ્યા Sandeep Sonpara સંદીપીયા, તેં પેલી છોકરી સાથે બ્રેકઅપ કર્યું એ અમદાવાદની જ હતીને?
Like . Reply 3 . 50 minutes ago

Sandeep Sonpara હા યાર.

Atul Bhatia મોટી ભુલ કરી નાખી તેં!

Sandeep Sonpara આ વાંચીને હવે મનેય એવું લાગે છે! ((રડતા ચહેરાનું સ્માઈલી))

Atul Bhatia બીજી શોધી લે.

Sandeep Sonpara અહીં બેંગલોરમાં અમદાવાદી છોકરી ક્યાંથી શોધવી?

Atul Bhatia પાછો અમદાવાદ શિફ્ટ થઈ જા.

Sandeep Sonpara ના યાર. ભલભલા રાક્ષસ સાથે મને ફાવશે, પણ મારા ફાધર સાથે એક ઘરમાં રહેવાનું આ લાઈફમાં તો નહીં જ ફાવે.

Suresh C. Virani આ કઈ ટાઈપનું ડિસ્કશન ચાલી રહ્યું છે? કોઈની બહેન-દીકરી વિશે આવી અભદ્ર ભાષામાં કેવી રીતે લખી શકાય? Cocktail Kumar, જવાબ આપો.
Like . Reply . 47 minutes ago

Yogesh Panwala અમદાવાદ સિવાયનાં ગુજરાતનાં બીજાં શહેરોનું શું રિઝલ્ટ છે?
Like . Reply 9 . 47 minutes ago

Cocktail Kumar ના, સર્વે માટે આખા ગુજરાતમાંથી એકલું અમદાવાદ જ પસંદ કરવામાં આવેલું.
Like . Reply 5 . 46 minutes ago

Yogesh Panwala ફાલતુ સર્વે છે. હકીકતમાં અમદાવાદીઓ કરતાં સુરતીઓ વધારે સેક્સી છે.
Like . Reply 4 . 44 minutes ago

B. V. Shashtri આવું તું શી રીતે કહી શકો? સાબિતી આપો.
Like . Reply 2 . 43 minutes ago

Yogesh Panwala સાબિતી અહીં ફેસબુક પર જાહેરમાં આપી શકાય એવી નથી.
Like . Reply 1 . 42 minutes ago

Apurva F. Shah Personal experiences!
Like . Reply 5 . 41 minutes ago

Ramesh Kanubhai Vaishnani મને નાટકમા ઉતરવુ છે. મને એકટીગનો સોખ છે. નીરમાતાના નબર આપો.
Like . Reply ((થમ્સ અપનું નિશાન)) 2 . 38 minutes ago

Mahesh Dwivedi ભારતમાં એકલું ગુજરાત જ એવું રાજ્ય છે, જ્યાં મૈત્રી કરાર છેક ૧૯૯૦ના દાયકાના મધ્ય સુધી કાયદેસર ગણાતું હતું.
Like . Reply 17 . 38 minutes ago

Anuj Kumar Maitri karaar means?
Like . Reply 2 . 36 minutes ago

Mahesh Dwivedi In simple terms, Maitri karaar means a legal contract that allows live-in relationships.

Anuj ‘Kavi’ Okay. Thanks.

S. V. Paleja ગુજરાતીઓ ફરતી પ્રજા છે. ગુજરાતીઓ જેટલું ટ્રાવેલિંગ કરે છે એટલું ભારતની બીજી કોઈ પ્રજા કરતી નથી. દેશ-વિદેશમાં ખૂબ ફરવાને કારણે ગુજરાતીઓ જાતજાતની વસ્તુઓ શીખી લાવે છે. એમાં સેક્સ પણ આવી ગયું.
Like . Reply 5 . 32 minutes ago

Bhavya Bhaumik ફરતી પ્રજા…. LOL!!! ((ખિખિયાટા કરતાં ત્રણચાર સ્માઈલી મૂકવા)))
Like . Reply 3 . 31 minutes ago

Anuradha Kanani ગુજરાતીઓના રાસ-ગરબા શું છે? કૃષ્ણ અને ગોપીની રાસ-લીલાનું પ્રતીક. ગુજરાતીઓ સૌથી રસિક પ્રજા છે એ વાતની ના નહીં.
Like . Reply 6 . 29 minutes ago

Atul Bhatia અમદાવાદી છોકરા-છોકરીઓ વધુ પડતી રાસ-લીલા કરતાં હતાં એટલે જ સરકારે નવરાત્રિ પર ટાઈમ-લિમિટ લાગુ પાડી દીધી.
Like . Reply 4 . 27 minutes ago

Dr. Rashesh Zaveri ગુજરાતીઓ દંભી છે. આમ જાપ જપશે ને ખાનગીમાં શરાબની રેલમછેમ કરશે. આમ પોતાને શાકાહારી કહેડાવશે ને બીજી બાજુ નોનવેજ રેસ્ટોરાંની બહાર લાઈનો લગાડશે.
Like . Reply 2 . 27 minutes ago

Rohit Sinha There are big red light areas in Mumbai, Kolkata etc, but I believe there is not a single red light area in Ahmedabad. Still the public of Ahmedabad is considered to be the sexiest in India? Really?

Like . Reply 8 . 25 minutes ago

Suresh C. Virani Cocktail Kumar, તમે તમારી ફેસબુક વોલ પર વેશ્યાઓની ચર્ચા કરો છો? હદ થાય છે.
Like . Reply 1 . 24 minutes ago

Jayantilal Mota Cocktail Kumar, છેલ્લી વાર ચેતવણી આપું છું. બે મિનિટમાં આ પોસ્ટ ડિલીટ નહીં કરો તો તમને બ્લોક કરી નાખીશ.
Like . Reply 1 . 22 minutes ago

Manhar Rajput ગુજરાતી પ્રજા તો દંભી નથી, પણ આ બે જણા Jayantilal Mota અને Suresh C. Virani સો ટકા સુપર દંભી છે. સેક્સની ચર્ચા શરુ થઈ ત્યારના વાંધા કાઢ્યા કરે છે ને મારા બેટા એકેએક કમેન્ટ રસથી વાંચે છે. અલ્યા સાહેબો, તમને આ ડિસ્કશનમાં આટલી બધી તકલીફ પડતી હોય તો લોગ-આઉટ કરીને જતા કેમ રહેતા નથી?
Like . Reply 21 . 20 minutes ago

Bhavya Bhaumik Cocktail Kumar, Block these two jokers.
Like . Reply 10 . 20 minutes ago

Ramesh Kanubhai Vaishnani મને સીધાર્થભાઈ રાદેરીયાનો નંબર આપો. મને ગુજુભાય નાટક બવ ગમે છે બવ કોમેડી છે. મને નાટકમા કામ કરવુ ચે
Like . Reply 2 . 18 minutes ago

Sameer Palanpuri અરે આ કનુભાઈના દીકરાને મોબાઈલ નંબરો આપીને ચુપ કરો. ક્યારનો ત્રાસ કરે છે.
Like . Reply 5 . 16 minutes ago

Manhar Rajput ભાઈ Ramesh Kanubhai Vaishnani, પહેલાં થોડું ગુજરાતી શીખ. નાટકમાં આવા અભણ જેવા ડાયલોગ બોલીશ?
Like . Reply 10 . 14 minutes ago

Yusuf Ulfat અમદાવાદ કરતાં રાજકોટની પબ્લિક વધારે સેક્સી છે. કાઠિયાવાડીઓ બધી વસ્તુઓમાં બેસ્ટ છે.
Like . Reply 4 . 14 minutes ago

Cocktail Kumar એક સ્પષ્ટતા કરવાની રહી ગઈ. મેં આ જે ‘ઇન્ડિયા ટુડે’ ના સર્વેેની વાત કરી તે ૨૦૦૪નો સર્વે છે.
Like . Reply 2 . 13 minutes ago

Milind Nayak What?
Like . Reply 2 . 12 minutes ago

Bhavya Bhaumik WTF…
Like . Reply 5 . 12 minutes ago

Monish Kankhara શું યાર Cocktail Kumar. આ વાત પહેલાં કહેવી જોઈએને. મૂરખ બનાવ્યા તમે તો.
Like . Reply 2 . 12 minutes ago

Yogesh Panwala મેં તો પહેલાં જ કહ્યું હતું કે ગુજરાતમાં સૌથી વધારે સેકસપાવર અમદાવાદીઓ પાસે નહીં, સુરતીઓ પાસે છે.
Like . Reply 5 . 11 minutes ago

Bhavesh Mehta અમદાવાદીઓ જો ૧૩ વર્ષ પહેલાં આટલા સેક્સી હતા તો કલ્પના કરો કે આજે વાત ક્યાં પહોંચી હશે!
Like . Reply 12 . 10 minutes ago

Cocktail Kumar એક મિનિટ, એક મિનિટ. અમદાવાદીઓ સૌથી સેક્સી ઇન્ડિયન્સ છે તે સર્વે ભલે જૂનો રહ્યો, પણ પેલો સેક્સ ટોયવાળો સર્વે તાજો છે. ૨૦૧૭નો. ભારતમાં સૌથી વધારે સેક્સ ટોય્ઝ આજની તારીખે ગુજરાતમાં વેચાય છે એનો એક અર્થ એ જ થયોને કે ભારતની સૌથી કામાતુર પ્રજા ગુજરાતીઓ જ છે!
Like . Reply 15 . 10 minutes ago

Hiren Lakhani સેક્સ્યુઅલી એડવાન્સ્ડ પ્રજા!
Like . Reply 5 . 9 minutes ago

Cocktail Kumar ફ્રેન્કલી, કોઈ પણ જાતના સર્વેને બહુ ગંભીરતાથી લેવાના ન હોય. એમાં કમર્શિયલ ને બીજા જાતજાતના એંગલ સંકળાયેલા હોય છે. કોઈ પણ સર્વેેના આંકડાઓને અને તારણોને આસાની તોડીમરોડી શકાતા હોય છે. આઈ મીન, આપણે સેક્સ સર્વેેની વાત કરીએ તો આવડા વિરાટ દેશમાંથી તમે ફક્ત પાંચ-સાત-દસ હજાર રેન્ડમ લોકોને પકડીને સેમ્પલ સર્વે કરાવો તો એનાં તારણોમાં કેટલી વાસ્તવિકતા હોઈ શકે?
Like . Reply 5 . 8 minutes ago

N.M. Mehta Cocktail Kumar બેય બાજુ ઢોલકી વગાડે છે.
Like . Reply 5 . 7 minutes ago

Kaushik Rupala પણ આવું બધું વાંચવાની મજા બહુ આવે. પ્યોર એન્ટરટેઈનમેન્ટ.
Like . Reply 5 . 7 minutes ago

Cocktail Kumar Absolutely! એટલેસ્તો મેં ફેસબુક પર આ પોસ્ટ મૂકી.
Like . Reply 5 . 7 minutes ago

Sarvesh Nagar ‘ઇન્ડિયા ટુડે’એ પંદરેક વર્ષના સેક્સ સર્વેની આખી બુક બહાર પાડી છે. મસ્ત છે.
Like . Reply ((થમ્સ અપનું નિશાન)) 5 . 6 minutes ago

Cocktail Kumar સો વાતની એક વાત એટલી જ કે સેક્સ ઓવર-રેટેડ વસ્તુ પણ છે અને અન્ડર-રેટેડ વસ્તુ પણ છે. આ એક વિચિત્ર વિરોધાભાસ છે. સૌએ પોતપોતાની રીતે સમજી લેવાનું છે કે પોતે સેક્સને જરુર કરતાં વધારે મહત્ત્વ આપે છે કે જરુર કરતાં ઓછું.
Like . Reply 16 . 5 minutes ago

Manhar Rajput …અને આટલું સમજાય જાય એટલે પછી સૌએ પોતપોતાની સેક્સલાઈફનું જરુરિયાત પ્રમાણે ફાઈન ટ્યુનિંગ કરી નાખવાનું, રાઈટ?
Like . Reply 7 . 4 minutes ago

Cocktail Kumar સત્ય વચન!
Like . Reply ((થમ્સ અપનું નિશાન)) 10 . 2 minutes ago

0 0 0

(નોધ – આ કોલમમાં ઉલ્લેખ પામેલાં તમામ નામો કાલ્પનિક છે.)

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2017 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.