ફન @ ફેસબુક – અર્જુન, અડધી બેનપણી અને અયોધ્યા
કોકટેલ ઝિંદગી – અંક મે ૨૦૧૭
કોલમ – ફન @ ફેસબુક
* * * * *
કોકટેલકુમાર:
5 May at 2 pm
તમારામાંથી ‘હાફ ગર્લફ્રેન્ડ’ ફર્સ્ટ-ડે-ફર્સ્ટ-શોમાં કોણ કોણ જવાનું છે?
229 Likes 47 Commetns 11 Shares
Vinit Pandya:
Me!!
5 May at 2.05 pm
નીરજ શાહ:
ફર્સ્ટ-ડે-ફર્સ્ટ-શો તો નહી, પણ શનિ-રવિમાં પાક્કું.
5 May at 2.10 pm
Prachi Pujara:
I looove Arjun…. I looove Shraddha…. And I looove Chetan Bhagat. First-day-first-show for sure.
5 May at 2.11 pm 6 Replies
Ekta A.:
પ્રાચીને અર્જુન કપૂર ગમે છે, બોલો! પ્રાચી, તને મ્યુઝિયમમાં મૂકવી જોઈએ. અર્જુનના સાથળ જોયા? કેવા શેપલેસ છે.
Prachi Purara:
Shut uppp!!!
Saloni Patel:
Ekta A., તું વળી અર્જુનના સાથળ ક્યાં જોઈ આવી? LOLZZZ…
Sunny Sheth:
શ્રદ્ધા તો આપણનેય ગમે છે, પણ મને સમજાતું નથી કે શક્તિ કપૂર જેવા
વાંદરા જેવા દેખાતા આદમીએ આવી ક્યુટ છોકરી કેવી રીતે પેદા કરી?
કોકેટલકુમાર:
Sunny Sheth, માઈન્ડ યોર લેંગ્વેજ.
Sunny Sheth:
Sorry.
અર્જુન વોરા:
Prachi Pujara, તમારું આઈ લવ અર્જુન અને આઈ લવ શ્રદ્ધા તો જાણે બરાબર છે, પણ આ આખી વાતમાં ચેતન ભગત ક્યાંથી આવી ગયો?
5 May at 2.15 pm
કાર્તિક મહેશ્ર્વરી:
હાફ ગર્લફ્રેન્ડ ફિલ્મ ચેતન ભગતની આ જ નામની નોવલ પરથી બની છે.
5 May at 2.16 pm 2 Replies
Prachi Pujara:
Thank you, કાર્તિક મહેશ્ર્વરી.
કાર્તિક મહેશ્ર્વરી – 🙂
સલોની પટેલ:
ચેતન ભગતની ‘હાર્ફ ગર્લફ્રેન્ડ’ નોવેલનું સૌરભ શાહે ગુજરાતીમાં મસ્ત ટ્રાન્સલેશન કર્યું છે.
5 May at 2.20 pm
કિરણ મહેતા:
સૌરભ શાહે હાફ ગર્લફ્રેન્ડનું નહીં, વન ઇન્ડિયન ગર્લનું ગુજરાતીકરણ કર્યું છે. સુપર્બ છે. આ પણ ચેતન ભગતની જ નોવેલ છે…. અને એને ટ્રાન્સલેશન નહીં, ટ્રાન્સક્રિયેશન કહેવાય.
5 May at 2.27 pm
Sunny Sheth:
આપણેય જોઈએ છે અડધી બેનપણી.
5 May at 2.30 pm
Prachi Pujara:
What the hell is અડધી બેનપણી?
5 May at 2.33 pm
Sunny Sheth:
કેમ? હાફ ગર્લફ્રેન્ડનું ટ્રાન્સલેશન અડધી બેનપણી જ થાયને? ખી…ખી… ખી…
5 May at 2.36 pm 2 Replies
Prachi Pujara – ((ગુસ્સા સૂચક સ્માઈલી))
સલોની પટેલ – ((વિસ્ફારિત નેત્રોવાળું સ્માઈલી))
P.C. Chheda:
ચેતન ભગતે વચ્ચે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં સરસ લેખ લખ્યો હતો. અયોધ્યાના રામમંદિર વિશે.
5 May at 3.16 pm 5 Likes 2 Replies
અરજણ પટેલ:
લેખની લિન્ક મૂકો.
P.C. Chheda:
ઇન્ટરનેટ પર સર્ચ કરીને જાતે શોધી લો. મહેનત કરતાં શીખો.
Amit Adhyaru:
I read that article in Sunday edition of Times. It was nice.
5 May at 3.20 pm
Vinit Pandya:
શું લખ્યું હતું ચેતન ભગતે આ લેખમાં?
5 May at 3.22 pm
P.C. Chheda:
એ જ કે અયોધ્યામાં રામમંદિર બનવું જ જોઈએ. કરોડો હિંદુઓની શ્રદ્ધાનો આ સવાલ છે. સદીઓથી આપણે આ વાત માનતા આવીએ છીએ. આટલું પૂરતુ છે, અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે. એવું પણ લખ્યું હતું કે મુસ્લિમ સમુદાયે ઉદાર દિલ રાખીને, ઝઘડા કર્યા વિના હિંદુઓને
સામેથી આ જગ્યા મંદિર બનાવવા માટે આપી દેવી જોઈએ અને ઉત્તમ દાખલો બેસાડવો જોઈએ.
5 May at 3.30 pm 15 Likes
Sanjay Morparia:
આ ચેતન ભગત આઈઆઈટીનો એન્જિનીયર છે કે લેખક છે કે પોલિટિશીયન છે? કેમ એ બધી વાતમાં ડબકાં મૂક્યા કરે છે? એને કહો કે ચુપચાપ ચોપડીઓ લખ. અયોધ્યા-બયોધ્યામાં ન પડ.
5 May at 3.37 pm
શીલા રેશમિયા:
કેમ ભાઈ? ચેતન ભગત આ દેશનો સ્વતંત્ર બુુદ્ધિ ધરાવતો નાગરિક છે. એનૈ પોતાના વિચારો રજૂ કરવાનો હક છે. એને રોકવાવાળા તમે કોણ?
5 May at 3.40 pm 8 Likes
Prachi Pujara:
Freedom of expression….!!!
5 May at 3.42 pm
Sanjay Morparia:
Freedom of expression, my foot.
5 May at 3.44 pm
અંધેરીનો અળવીતરો:
Chetan is Chu#%&ya.
5 May at 3.47 pm
કોકટેલકુમાર:
અંધેરીના અળવીતરા, આ કઈ પ્રકારની ભાષા છે? પ્લીઝ મારી વોલ પર અપશબ્દો ન લખવા.
5 May at 3.50 pm 28 Likes
શીલા રેશમિયા:
કોકટેલકુમાર, આવા માણસને તમે બ્લોક કેમ કરી દેતા નથી?
5 May at 3.53 pm 7 Likes
P.C. Chheda:
કોણ છે આ અંધેરીનો અળવીતરો?
5 May at 3.55 pm
Prathamesh Trivedi:
છે કોઈ વિકૃત માણસ. બધાની વોલ પર જઈ જઈને ગંદકી ચરક્યા જ કરે છે.
5 May at 3.57 pm 3 Likes
Prachi Pujara:
He is an attention-seeker psycho. Just ignore him.
5 May at 4.05 pm 18 Likes
નેહલ પુરોહિત:
વચ્ચે પેલો રાજદીપ સરદેસાઈ એના શોમાં કહી રહ્યો હતો કે અયોધ્યામાં મંદિરની જગ્યાએ હોસ્પિટલ બનવી જોઈએ અને હિન્દુ-મુસ્લિમ બધાને સારવાર મળવી જોઈએ! કઈ ટાઈપનો જર્નલિસ્ટ છે આ?
5 May at 4.30 pm 11 Likes
P.C. Chheda:
આવા જર્નલિસ્ટો અને કહેવાતા બૌદ્ધિકોની આખી જમાત ખદબદે છે આ દેશમાં.
5 May at 4.40 pm 18 Likes
શીલા રેશમિયા –
મને યાદ છે, ૧૯૯૨માં બાબરીનો ઢાંચો તૂટ્યો ત્યારે ‘ઇન્ડિયા ટુડે’ મેગેઝિને કવરસ્ટોરી કરી હતી અને હેડિંગ આપ્યું હતું, ‘નેશન્સ શેઈમ’! મતલબ કે
ઢાંચો તૂટ્યો એટલે આખા દેશે શરમાવું જોઈએ. બોલો.
5 May at 4.42 pm
પુનિત રાબડિયા:
મંદિરની જગ્યાએ મૂતરડી બનાવવી જોઈએ એવું આ ‘ઇન્ડિયા ટુડે’વાળાઓએ જ લખ્યું હતુંને?
5 May at 4.46 pm
Meera Upadhyay:
હાય હાય. આવું લખ્યુંતું?
5 May at 4.47 pm
Nishant Desai:
આ રહ્યું ‘ઇન્ડિયા ટુડે’ નું એ કવરપેજ.
5 May at 4.48 pm 4 Likes
Prachi Pujara:
Oh my God! Really?
5 May at 4.50 pm
નેહલ પુરોહિત:
શીલા રેશમિયા, Please confirm.
5 May at 4.51 pm
શીલા રેશમિયા:
મૂતરડીવાળું તો મને અત્યારે યાદ નથી. સોરી.
5 May at 4.55 pm 2 Likes
અમૃતલાલ રાજપરા:
તે વખતે ગુજરાતી ‘ઇન્ડિયા ટુડે’ પણ બહાર પડતુ હતું. ગુજરાતી એડિશનમાં કવર પર એ લોકોએ ‘દેશનું કલંક’ કે એવું કશુંક મથાળું માર્યું હતું.
5 May at 4.05 pm
P.C. Chheda:
એમાં તો ગુજરાતી ‘ઇન્ડિયા ટુડે’ બંધ થઈ ગયું. આઈ મીન, ગુજરાતી પ્રજાને આવું એન્ટિ-હિન્દુ ટાઈપનું થોડું ગમે?
5 May at 5.10 pm 4 Likes
શીલા રેશમિયા:
પણ એ તો અંગ્રેજી એડિશનવાળા જે કરે એ જ બેઠ્ઠું ગુજરાતીમાં કરવું પડેને? એ જે હોય તે, બટ આઈ મિસ શીલા ભટ્ટ. કેવી બાહોશ જર્નલિસ્ટ.
Gujarati journalism’s loss, English journalism’s gain.
5 May at 5.15pm 6 Likes
Prachi Pujara:
Does anybody has Sheela Bhatt’s contact number? Pls inbox me.
5 May at 5.17 pm 2 Likes
P.C. Chheda:
પેલો રાજદીપ સરદેસાઈ અત્યારે ઇન્ડિયા ટુડેની ન્યુઝચેનલમાં જ કામ કરે છેને.
5 May at 6.10 pm
કાર્તિક મહેશ્ર્વરી:
કોકટેલકુમારે હાફ ગર્લર્ફન્ડ વિશે સવાલ પૂછ્યો હતો. વાત ક્યાંની ક્યાં પહોંચી ગઈ.
5 May at 6.30 pm
Prachi Pujara:
I looove Arjun…
5 May at 6.35 pm
Ekta A.:
લે! આ પ્રાચીએ પાછું ચાલુ કર્યુ.
5 May at 6.45 pm 3 Likes
અવનીશ ચૌહાણ:
અર્જુન કપૂર અને મલ્લિકા અરોરાના અફેરનું પછી શું થયું? મલ્લિકાના હવે ડિવોર્સ થઈ ગયા છે એટલે હવે બેયને જલસા જ જલસા, નંઈ? મુંબઈ મિરર છાપાના ડાયરી પેજમાં નામ આપ્યા વગર એ લોકો ગોસિપ મૂકતા હોય છે. લગભગ એમાં જ મેં વાંચ્યું હતું કે મલ્લિકા અને
અર્જુન ઈશ્ક-વિશ્ક કરવું હોય ત્યારે વર્લીની ફાઈવસ્ટાર હોટલમાં (ફોર સિઝન્સ?) રુમ બુક કરે છે.
5 May at 7.10 pm
રોમા પટેલ:
મલ્લિકા અરોરા નહીં, મલાઈકા અરોરા. અવનીશ ચૌહાણ, નામ તો સરખાં લખ.
5 May at 7.12 pm
કકળાટિયો કેતન:
લ્યો, આવી ગયો ગોસીપીયો. નવરોનાથો નંબર વન. અલ્યા અવનીસીયા, તું છાપામાં આવું જ બધું વાંચે છે? ન્યુઝ વાંચતો હો તો!
5 May at 7.17 pm 4 Likes
અંધેરીનો અળવીતરો:
તે આ ન્યુઝ જ છેને.
5 May at 7.18 pm
સુહાના શ્રોફ:
કોકેટેલકુમાર, તું તો ‘હાર્ફ ગર્લફ્રેન્ડ’ ફર્સ્ટ-ડે-ફર્સ્ટ-શોમાં જોવાનો જ ને? ફેસબુક પર તરત રિવ્યુ લખજે.
5 May at 7.20 pm
કોકેટેલકુમાર – શ્યોર.
5 May at 7.22 pm 20 Likes
(સમાપ્ત)
(નોધ – આ કોલમમાં ઉલ્લેખ પામેલાં તમામ નામો કાલ્પનિક છે.)
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2017 )
Leave a Reply