આ વખતે પોતાની રાઇટિંગ કરતા ભગત સાહેબે થોડો ડિફરન્ટ સબ્જેક્ટ લીધો છે, ઇટ્સ અ અન એક્સપેક્ટેડ ઓર સિમ્પલી અન ઍક્સેપટેબલ સબ્જેક્ટ પણ કહી શકાય. કદાચ એટલે જ દશ ચેપ્ટર વાંચ્યા પછી મેં ફેસબુકમાં એવી પોસ્ટ પણ કરી નાખી કે વાસ્તવમાં આ પુસ્તક લખતી વખતે ચેતન ભગતને ફિફટી શેડ્સ ઓફ ગ્રેનો મહત્તમ રોગ લાગ્યો છે (આઈ મીન ઇ.એલ.જેમ્સની શૈલી અને દ્રષ્ટિકોણ અથવા સ્પષ્ટ વક્તા તરીકેની સ્થિતિ એમનામાં ઉભરાઈ આવી છે.) ઇટ્સ લાઈક એન ઇરોટિકલ ફેન્ટસી. જો કે ઇ પણ સત્ય છે કે રિયાલિટી ઇઝ મચ મોર ડેન્જર, બટ ઇટ જસ્ટ અ ટ્રેલર કહી શકાય. વો કહેતે હે ના કી જીસ દિન લોગો કે ખ્યાલ કીસી તરહ સે પઢે જાયેંગે તો શાયદ પુરા સંસાર હી ગુનેહગાર બન જાયેગા…😊
સ્ટોરીની શરૂઆત રાધિકા શર્માના લગ્ન મંડપથી થાય છે. ઓહ સોરી, આઇ મીન લગ્નના ફંક્શનથી (ડેસ્ટિનેશન વેડિંગ ઇન ગોવા હોટેલ્સ) થાય છે. સાંભળવામાં જ કેટલી રોચક છે નહીં, ઇટ્સ કવાઈટ અમેજિંગ. લાગે કે ગોવાની આખી શેર થશે. પણ ના અહીં ગોવાની સાથે સાથે થોડુંક વધુ પણ મળશે (વધુ એટલે બિયર અને ગાંજો નહિ હો…😜) પણ ન્યુ યોર્ક, હોંગકોંગ, લંડન અને હા સૌંદર્યના છબછબિયાં કરાવતો ફિલિપાઈન્સનો ટાપુ (દ્વીપ) સમૂહ પણ. આ તો છે એકમાત્ર કુદરતી સૌંદર્યને રજૂ કરતી બાજુ, જ્યાંથી નોવેલમાં જાણવાનું ઘણું બધું એક્સાઇટમેન્ટ ઉપજે છે.
નાઉ કમ ટૂ ધ સ્ટોરી. ગૌણવર્ણી અને પઢાકુ રાધિકા શર્મા કે જે કાયમી પોતાની બહેન કરતા પોતાને ઓછી હોટ અને સેકસી સમજતી રહે છે. (ઓહ સોરી આ એના વયુઝ છે, જો કે એના વયુઝ તો આનાથી વધુ ઇરોટિક છે જે હું નહીં કહું. એના માટે તમારે ચોરી બઠાવી કે ખરીદીને નોવેલ વાંચી લેવાની રહેશે.) પણ વાસ્તવમાં તો એ પોતાની હોટ એમદ સેક્સી બહેન કરતા કેટલીયે ઘણી વધારે આગળ હોવાનું નોવેલના પ્રવાહમાં સ્પષ્ટ દર્શાવી દે છે…
કેવી ફીલિંગ હોય કે જ્યારે તમે પ્રથમ વખત કોઈકના પ્રેમમાં પડો અને એની સાથે ઇ તમામ સીમાઓ વટાવી જાઓ જેને સમાજ સંસ્કાર અને મર્યાદાના નામે બાંધેલ રાખે છે. (હું આ શબ્દો દ્વારા વિરોધ નથી કરી રહ્યો કોઈ સ્થિતિનો પણ બસ પુસ્તકના અધારે પરિસ્થિતિ રજૂ કરી રહ્યો છું.) અને અંતે તમે છુટા પડી જાઓ છો, કારણ… તો માત્ર એટલું કે પુરુષનો એક એવો સમૂહ પણ છે જ્યાં સ્ત્રીઓને ઉડવાની અઝાદી તો મળે છે, પણ માત્ર પુરુષના સાનિધ્યમાં જ… એનાથી ઉપર નહિ. સીમા નિર્ધારણ હોય છે, કદાચ ઇનસિક્યોર ફિલ કરવા લાગે છે. જે યોગ્ય નથી જ પણ અમુક એવી સ્થિતિઓ પણ જોવા મળે છે, જે મુજબ આ અયોગ્ય પણ નથી. છતાં આપણે આમાં બેલેન્સ જાળવતા તો શીખવું જ પડશે. કારણ કે અમુક ગુનેગાર વ્યક્તિનો અર્થ એવો નથી કે બધા ગુનેગાર અથવા એવો પણ નથી કે બધા જ શરીફ… પણ હા અમુક સમયે અમુક ફ્લેક્ષીબિલિટી વિકસાવવાની આપણા સમાજને જરૂરિયાત છે…
જો કે આ બધામાં જે હું આગળ કહીશ રાધિકાની ટિપિકલ મમ્મી બધેય વારંવાર પરણી જેવાની સલાહ સુચન સાથે જોડાયેલી ને જોડાયેલી જ રહે છે. 😅 અને રાધિકા એને ટાળતી વાળતી જ રહે છે.
એની વે વાર્તા ત્યાંથી આગળ વધે છે. લગ્ન મંડપમાં આ ભાઈ પાછા આવે છે. 🙄 બ્રેકપ બોયફ્રેન્ડ… પણ આ તો શરૂઆત છે. ન્યુયોર્કમાં પ્રથમ પ્રેમ છૂટી જાય છે. લાગે છે જે જીવન પતી ગયું.. પણ જીવન તો હજુય યથાવત ચાલે છે. અને આ બધાયમાં મુખ્ય ભાગ ભજવે છે રાધિકા શર્મા અને એની મહેનત જે સદંતર ગોલ્ડમન શાર્કસ કંપનીને ફાયદા સ્વરૂપે મળતી રહે છે. ન્યુયોર્કના બ્રેકપ પછી એ જોબ છોડવાનું વિચારે છે અને કંપની એને રિલોકેટનો ઓપશન આપી સાચવી લે છે. (ઇન શોર્ટ કંપની પોતાના કિંમતી માણસને ખોવા તૈયાર ક્યારેય ન હોય જે એને કમાઈને આપે છે.) ફાઇનલી એ હોંગકોંગ શિફ્ટ થઈ જાય છે વિથ ઇન્ક્રીમેન્ટ… 😍
પણ આ બધું થયું કેમ એક નજર ત્યાં…
દેબુ અને રાધીનું બ્રેકપ થાય છે, જેનું કારણ છે દેબુ કરતા ત્રણ ઘણી આવક કરતી પ્રેમિકા દ્વારા એને ફિલ થતી ઇનશીક્યોરિટી. જેને એ પોતાની આદર્શ વાઈફ શોધવાના પ્રયત્ન સ્વરૂપે રજૂ કરે છે. અને ધરાર રાધિકાને છોડી દે છે. ધરાર એટલે અવગણવાની અને અપમાનિત કરવાની ચરમ સીમાઓ સુધી. આ અવગણના સતત રાધિકાને દેબુની આદર્શ વાઈફના સ્ટ્રક્ચરલ ગુણોમાં ઢાળવા સતત પ્રયત્ન કરે છે, અને એ બધું છોડીને દેબુની થઈ જવા તૈયાર થાય છે. પણ, આ ન્યુઝ સાથે એ સરપ્રાઈઝ આપવા જાય છે ત્યાં જ દેબુના આલિંગનમાં વીંટળાયેલી અન્ય સ્ત્રી એને હચમચાવી નાખે છે. બસ ઇસકે બાદ ન્યુયોર્ક એને ખાવા દોડે છે, અને રાધિકા બચીને હોંનકોંગ દોડે છે. ઇટ મિન્સ ફૂલ ઓફ દોડાદોડી…
હવે હોનકોંગમાં એ નીલ ગુપ્તા સાથે જોડાય છે. વન હેન્ડસમ એન્ડ ડેશીંગ પાર્ટનર ઓફ ગોલ્ડમન શાર્કસ. ત્યાં એમની કામગીરી કંપની માટે વધુ ને વધુ નફાકીય બનતી જાય છે. કામના સિલસિલે એમની ટ્રીપ વધે છે અને આ સમયમાં બંને વચ્ચેની દુરીઓ ઘટતી જાય છે. જે એ હદે ઘટે છે કે બંને એક થઈ જાય છે. આપણી ભાષામાં ઇટ્સ આ સેકન્ડ લવ અફેયર. એ પણ પોતાના કરતા 20 વર્ષ મોટા, પરણેલા અને બે બાળકોના પિતા સાથે. આ બધું જ થાય છે ફિલિપાઈન્સના એક ટાપુ પર. ઓર જબ એક બાર પડદે હટ જાયે તો વો બારબર ખુલતે બંધ હોતે રહતે હે. ફાઇનલી એમના સબંધનો પણ અંત આવે છે અને રાધિકા લંડન ભાગી જાય છે…
લંડન કેમ ભાગે છે એક નજર ત્યાં પણ…
નીલ વારંવાર રાધિકા સાથે સબંધો બાંધે છે, પણ એ રાધિકા સાથેના સંબંધમાં ક્લિયર નથી થઈ શકતો. એ રાધિકાને ચાહે તો છે પણ એના સ્ત્રીઅત્વને સાવ અવગણી નાખે છે. નીલ એ ભૂલી જ જાય છે કે સેક્સ અને કામ સિવાય પણ સ્ત્રી તરીકે એક સ્ત્રીના સ્વતંત્ર સપનાઓ હોય છે. જેમકે પોતાના લગ્ન, પતિને વફાદાર રહેવું, છોકરાઓ દ્વારા માતૃત્વનું સુખ, એક પરિવાર સાથેનું જીવન વગેરે… અને બસ આ જ ભૂલમાં એ જે બોલી જાય છે, એમાં એનું પત્તુ પણ કપાઈ જાય છે. પણ દેબુની જેમ જ રાધિકા અહીંથી પણ નિલને દોષ દીધા વગર પોતાની ભૂલ સ્વીકારી નીકળી જાય છે.
અને લંડન પછી તો લાઈફમાં ફાઇનલ મોડેલ એટલે કે મમ્મી દ્વારા પસંદ થયેલો દુલ્હો બ્રિજેશ ગુલાટી આવે છે. આ ઇ જ જેના કારણે ઇ લોકો શરૂઆતથી જ ગોવા હોટેલમાં લગ્ન માટે ભેગા થયેલા છે. જ્યાં એ બંનેના અસમંજસમાં બ્રિજેસને પણ સમય આપે છે. વોલ્ક, ડ્રિન્ક અને સમોક… બધું જ… સુટ્ટા મારવાની લ્હાયમાં પોલીસ સ્ટેશન સુધ્ધાં ફરી આવે છે. અને અંતે સર્જાય છે ભૂકંપ…
લગ્નના એક દિવસ પહેલા જ હોટેલમાં ત્રણ ભમરા એક ફૂલ માટે ફરફડી રહ્યા છે. નીલ પાછો બાય પ્લેન રાધીને પરણવા આવ્યો છે, દેવશીસ પણ એના માટે જ અને બ્રિજેશ તો શરૂઆતથી જ વિથ ફેમિલી ત્યાં છે. હવે શરૂ થાય છે રાધીનું અંતર યુદ્ધ શુ કરવુ…? કોને સ્વીકારવો…? કોને ના પાડવી…? કોને હા…? બાકીનું બધું પુસ્તક લઈને વાંચી લેવું..😂
★★ -: શીખને જેસી કુછ બાતે :- ★★
– પ્રયત્નો ક્યારેય અસફળ નથી થતા, જો તમારા લીધે કંપની કમાય છે તો ચોક્કસ એ તમને સાચવી રાખવા કાઈ પણ કરશે જ…
– ભારતમાં એવા ઘણા પુરુષો છે, કે જેમને રાધિકા જેવી એક બોલ્ડ છોકરી પોતાની લાઈફમાં જોઈએ તો છે, પણ એવી જ કોઈ અન્ય સ્ત્રી પત્ની તરીકે હોય તો એ સ્વીકાર્ય નથી.
– તમે સ્ત્રી કેટલું કમાઈ રહી છે એના આધારે એના વ્યક્તિત્વને નિર્ધારિત ન કરી શકો. તમે સ્ત્રીને મશીન ન સમજી શકો, અથવા તમે સ્ત્રીને એ રમકડું પણ ન સમજી શકો જેને તમે અમુક ધારા ધોરણોમાં બાંધીને રાખો. કારણ કે જે મજા મુક્તતામાં છે, એ તો કદાચ લગ્ન પછીના અતૂટ સંબંધોમાં પણ નથી. કારણ કે જ્યાંથી અધિકાર અને અહમ આરંભ થાય છે, પ્રેમ ત્યાંથી જ પાછો વળી જાય છે.
– દરેક સ્ત્રી રાધિકાની જેમ સ્વતંત્ર જીવવાની ઈચ્છા તો રાખે છે. જે સમાનતા ઈચ્છે છે, સ્વતંત્રતા ઈચ્છે છે, મુક્તતા જોઈએ છે. પણ મોટાભાગે એ જ સ્ત્રીઓ જ્યારે છુટા પડવાની વેળા આવે ત્યારે એવું જ દર્શાવે છે જાણે જે કાંઈ થયું એમા એનો કોઈ રોલ જ ન હતો. અથવા એને જ છેતરવામાં આવી કે એનો લાભ લેવાયો. સમાનતા એટલે સમાનતા અને આમ પણ તમે કોઈની સાથે જોડાઓ સાચો ત્યારે એ તમારો જ નિર્ણય હોય છે, તો બ્લેમ બીજાને શુ કામ…?
– ઇનશોર્ટ બે જણાની સહમતી દ્વારા શરૂ થયેલો સબંધ ક્યારેય કોઈ એકના જ ભૂલોનું પરિણામ ન હોઈ શકે. જ્યારે સબંધો સહમતી દ્વારા બંધાય ત્યારે ન સ્ત્રી જવાબદાર હોય કે ન પુરુષ. કારણ કે દોષ કે ગુન્હો તો ત્યાં પ્રસ્તુત થાય જ્યાં બેમાંથી એકને વાંધો હોય એ પણ જે સમયે ઘટ્યું ત્યારે… બાકી થાય ત્યારે બને સહમત હોય અને કલાક પછી ન ગમે એટલે એનો વિરોધ થાય તો એને જરાય ગુન્હામાં ન ઘણી શકાય.
મુખ્ય પાત્રો :-
રાધિકા શર્મા – મેઈન અને લીડ એક્ટર (પાત્ર) નવલકથાનું
દેબાશીસ સેન – જે મેડિસિન કંપનીના ક્રિએટિવ હેડ તરીકે કામ કરે છે.
નીલ પંડ્યા ( હોનકોંગ નો હેડ અને ગોલ્ડમન શાર્કસનો એક પાર્ટનર)
બ્રિજેશ ગુલાટી (ફેસબુકમાં કામ કરે છે.)
~ સુલતાન સિંહ ‘જીવન’
Leave a Reply