Sun-Temple-Baanner

બિગ ફ્રેન્ડલી રાઈટર!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


બિગ ફ્રેન્ડલી રાઈટર!


મલ્ટિપ્લેકસઃ બિગ ફ્રેન્ડલી રાઈટર!

Sandesh – Sanskar Purti – 7 Aug 2016

મલ્ટિપ્લેક્સ

આજ સુધીમાં જેમનાં પુસ્તકોની વીસ કરોડ કરતાંય વધારે નકલો વેચાઈ ચુકી છે એવા બ્રિટીશ બેસ્ટસેલિંગ લેખક રોઆલ્ડ દાલની ઓર એક કૃતિ ‘ધ બીએફજી’ને ફિલ્મનું સ્વરુપ મળ્યું છે. રોઆલ્ડ દાલે કેમ એવો નિર્ધાર કર્યો હતો કે પોતે જીવતા છે ત્યાં સુધી ખુદનાં એક પણ પુસ્તક પરથી ફિલ્મ નહીં જ બનવા દેu?

* * * * *

સ્ટીવન સ્પિલબર્ગે ડિરેકટ કરેલી કોઈ પણ ફ્લ્મિ રિલીઝ થાય એટલે એમના ચાહકોને જાણે કોઈ ઉત્સવ આવ્યો હોય એવો આનંદ થાય છે. કાન ફ્લ્મિ ફેસ્ટિવલમાં પ્રીમિયર થયા બાદ, અમેરિકા સહિત અન્ય દેશોમાં રિલીઝ થયા બાદ સ્પિલબર્ગની લેટેસ્ટ ફ્લ્મિ ‘ધ બીએફ્જી’ આખરે આપણે ત્યાં રિલીઝ થઈ ખરી. બાળકથાઓ લખવામાં જેમની ગજબની માસ્ટરી રહી છે.એવા બ્રિટિશ લેખક રોઆલ્ડ દાલનાં આ જ નામનાં પુસ્તક પરથી આ ફ્લ્મિ બની છે. (રોઆલ્ડની અટક દાલ છે, ડાલ છે કે દ્હાલ છે તે મામલે ઝાઝું કન્ફ્યુઝ ન થવું. એ લોકોને હજુ ‘ગાંધી’ જેવી વર્લ્ડફેમસ અટકનો સાચો ઉચ્ચાર કરતાં આવડયું નથી. દાયકાઓથી તેઓ ‘મિસ્ટર ગૅન્ડી… મિસ્ટર ગૅન્ડી’ કર્યા કરે છે. તો પછી આપણે શું કામ ટેન્શન લેવાનું?)

શું છે ‘ધ બીએફ્જી’માં? સોફી નામની આઠ-દસ વર્ષની એક મીઠડી બેબલી છે. અનાથાશ્રમમાં બીજા અનાથ બચ્ચાઓ સાથે એ રહે છે. એને અનિદ્રાની બીમારી છે, એટલે આખી રાત ભૂતની જેમ અનાથાશ્રમમાં ર્ફ્યા કરે છે ને પથારીમાં ગોદડું ઓઢીને ટોર્ચના અજવાળે વાર્તાની ચોપડીઓ વાંચતી રહે છે. એકવાર મધરાતે ત્રણેક વાગે ચોવીસ ફૂટ ઊંચો એવો રાક્ષસી બુઢો માણસ, ફ્રુટ કેકમાંથી જાણે ચેરી ઉપાડતો હોય તેમ, અનાથાશ્રમનાં દરવાજામાંથી હાથ નાખીને સોફીને ઊંચકીને ભાગી જાય છે. એના જાયન્ટલેન્ડમાં એના જેવા બીજા કેટલાંય રાક્ષસી કદના જીવો રહે છે. ર્ફ્ક એટલો છે કે એ બધા માનવભક્ષી છે, દુષ્ટ છે, જ્યારે આ બુઢો ભલો અને ફ્રેન્ડલી છે. સોફી એને ‘બીએફ્જી’ (બિગ ફ્રેન્ડલી જાયન્ટ) એવું નામ આપે છે. બીએફ્જીનું કામ છે, લોકોનાં સપનાં પકડવાનું. પછી તો પાક્કાં દોસ્તાર બની ગયેલાં સોફી અને બીએફ્જી અજબગજબનાં કારનામા કરે છે. ઇંગ્લેન્ડની રાણીને વિશ્વાસમાં લઈને તેઓ જાયન્ટલેન્ડના માનવભક્ષી જીવોને પકડાવી દે છે ને છેલ્લે સૌ ખાઈ, પીને લિટરલી રાજ કરે છે.

વાર્તા તો સરસ છે. ફ્લ્મિ કેવી બની છે? વેલ, ફ્લ્મિમાં ચકિત થઈ જવાય એવાં અદ્ભુત વિઝ્યુઅલ્સ છે, સૌની એકિટંગ સરસ છે, મોશન કેપ્ચરિંગનો સરસ ઉપયોગ થયો છે, હ્યુમર પણ સારું છે, પણ કોણ જાણે કેમ, સાક્ષાત સ્ટીવન સ્પિલબર્ગે ડિરેકટ કરી હોવા છતાં ‘ધ બીએફ્જી’ એમની અગાઉની ફ્લ્મિો જેવી જમાવટ કરી શકતી નથી. ‘જુરાસિક પાર્ક’, ‘ઈટી’, ‘જૉઝ’ વગેરેમાં આપણે જેમ ખુરશી સાથે જડાઈને અધ્ધર શ્વાસે પહેલેથી છેલ્લે સુધી આંખો ફાડીને ફ્લ્મિ જોયા કરતાં હતા એવું ‘ધ બીએફ્જી’માં બનતું નથી. એકસાઈટમેન્ટ અને રોમાંચ ખાસ્સા ઓછાં પડે છે. ઈનફેકટ, જો આપણે હિન્દી ફ્લ્મિોની જેમ ‘ધ બીએફ્જી’ના બે ભાગ પાડીએ તો ર્ફ્સ્ટ હાફ્ ખાસ્સો ઠંડો પુરવાર થાય છે. કદાચ એ જ કારણ છે કે ‘ધ બીએફ્જી’ સ્ટીવન સ્પિલબર્ગની સૌથી ઓછું બોકસઓફ્સિ કલેકશન કરી શકનારી ફ્લ્મિોમાંની એક બનીને રહી ગઈ છે. ઠીક છે, દરેક બોલમાં સિકસર ન પણ લાગે.

રોઆલ્ડ દાલે જોકે પોતાની લેખક તરીકેની કરીઅરમાં સતત ફ્ટકાબાજી કરી છે. લેખક તો પછી બન્યા. મૂળ તેઓ ઇંગ્લેન્ડના એરફોર્સમાં પાઈલટ હતા. બીજા વિશ્વયુદ્ધમાં ફાઈટર પ્લેન ઉડાડતા. પ્રમોટ થઈને તેઓ વિંગ કમાન્ડરના હોદ્દા સુધી પહોંચ્યા હતા. એમની ખરી ઓળખ જોકે લેખક બન્યાં પછી ઊભી થઈ. બાળકો-કિશોરોને ધ્યાનમાં રાખીને લખેેલાં પુસ્તકોએ એમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. એમ તો એમણે વયસ્કો માટે પણ વાર્તાઓ લખી છે ને ફ્લ્મિોના સ્ક્રીનપ્લે પણ લખ્યા છે. જેમ કે, એમનાં નામે ‘યુ ઓન્લી લિવ ટ્વાઈસ’ અને ‘ચિટ્ટી ચિટ્ટી બેન્ગ બેન્ગ’ જેવી જેમ્સ બોન્ડની બબ્બે ફ્લ્મિો બોલે છે. એમણે પોતાનાં ‘ચાર્લી એન્ડ ચોકલેટ ફેકટરી’ પુસ્તક પરથી સ્ક્રિપ્ટ લખવાનું શરુ કર્યું હતું, પણ ડેડલાઈન પર કામ પૂરું ન કરી શકયાં એટલે બીજા કોઈએ સ્ક્રિપ્ટ નવેસરથી લખી નાખી. તેના પરથી બનેલી ’વિલી વોન્કા એન્ડ ધ ચોકલેટ ફેકટરી’ નામની ફ્લ્મિ ૧૯૭૧માં રિલીઝ થઈ. ફ્લ્મિ જોઈને રોઆલ્ડનું દિમાગ ખરાબ થઈ ગયું. તેમણે જાહેર કરી દીધું કે આ ફ્લ્મિને હું મારાં પુસ્તક પરથી બનેલી ગણતો જ નથી. એમણે નક્કી કરી નાખ્યું કે જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી મારાં એક પણ પુસ્તક પરથી ફ્લ્મિ નહીં જ બનવા દઉં!

૧૯૯૦માં ૭૪ વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું. ૧૯૯૧માં ‘હોમ અલોન’ ફ્લ્મિ આવી જે સુપરડુપર હિટ થઈ. બાળકને કેન્દ્રમાં રાખતી ફેમિલી ફ્લ્મિોમાં હોલિવૂડના સ્ટુડિયોવાળાઓને જોરદાર કસ દેખાયો. આ જૉનરમાં રોઆલ્ડનાં પુસ્તકો મસ્ત બંધ બેસે છે એટલે એની સોલિડ ડિમાન્ડ નીકળી, પણ રોઆલ્ડનાં વિધવા ફેલિસિટીએ નક્કી કરી નાખ્યું હતું કે હું મારા હસબન્ડની ઈચ્છાને માન આપીને પુસ્તકોના રાઈટ્સ નહીં વેચું. નાહકનાં અનાડી ફ્લ્મિમેકરો સોનાની લગડી જેવાં કલાસિક પુસ્તકોની વાટ લગાડી દેશે. રોઆલ્ડના પ્રકાશક (પેંગ્વિન)ને રોઆલ્ડનાં પુસ્તકો પરથી ફ્લ્મિો બને તેમાં ખૂબ રસ હતો. નેચરલી. તેમણે શ્રીમતી રોઆલ્ડ સાથે મીટિંગો કરી ખૂબ મનાવ્યા. માઈકલ સિગલ નામના અનુભવી લિટરરી એજન્ટ પણ મીટિંગોમાં હાજર રહેતા. આખરે ફેલિસિટી પુસ્તકોનાં અધિકાર વેચવા તૈયાર થયાં. સૌ એવા નિર્ણય પર પહોંચ્યા કે આપણે પુસ્તકના રાઈટ્સ સીધા સ્ટુડિયોને નહીં વેચવાના. એને બદલે આપણે એવા ડિરેકટરની રાહ જોવાની જેને રોઆલ્ડની વાર્તાઓ માટે ખરેખર દિલથી લગાવ હોય. વળી, ડીલ કરતી વખતે જ ચોખવટ કરી લેવાની કે ફ્લ્મિ હિટ થાય તોય સિકવલ નહીં જ બને. દેખીતું છે કે સિકવલ લખનારાં બીજા કોઈ હોવાના. રોઆલ્ડે ઘડેલી પાત્રસૃષ્ટિ શા માટે બીજા કોઈને સોંપવી? આ પ્રકારની શરત મૂકવી બહુ મોટી વાત છે, કેમ કે હોલિવૂડ તો હિટ ફ્લ્મિોની સિકવલો અને સિરીઝો માટે જાણીતું છે.

બસ, ત્યારથી રોઆલ્ડનાં પુસ્તકો પરથી ફ્લ્મિો બનાવવાનો કારભાર માઈકલ સિગલ સંભાળે છે. ૧૯૯૬માં ‘જેમ્સ એન્ડ ધ જાયન્ટ પીચ’ ફ્લ્મિ આવી. એ જ વર્ષેે ચમત્કારિક શકિતઓ ધરાવતી બાળકીની વાત કહેતી ’મટિલ્ડા’ પણ આવી. ૨૦૦૫માં ટિમ બર્ટને ‘ચાર્લી એન્ડ ધ ચોકલેટ ફેકટરી’ની રિમેક બનાવી, જે બમ્પર હિટ થઈ. આ એક જ ફ્લ્મિે ૨૦૬ મિલિયન ડોલરનો અધધધ બિઝનેસ કર્યો. જ્હોની ડેપને ચમકાવતી આ ફ્લ્મિ રોઆલ્ડનાં પુસ્તક પરથી બનેલી સૌથી સફ્ળ ફ્લ્મિ છે. આપણે ત્યાં ટીવી પર તે સતત ટેલિકાસ્ટ થતી રહે છે. ત્યાર બાદ વેસ એન્ડરસને ‘ધ ફેન્ટેસ્ટકિં મિસ્ટર ફોકસ’ બનાવી અને ત્યાર બાદ સ્ટીવન સ્પિલબર્ગેે ‘ધ બીએફ્જી’ પર હાથ અજમાવ્યો.

આબાલવૃદ્ધ સૌને ગમે તેવી ફ્લ્મિ બનાવવી જેટલી અઘરી છે, એટલું જ અથવા કદાચ એના કરતાંય વધારે અઘરું કામ બાળકોને જોરદાર અપીલ કરે તેવી વાર્તાની ચોપડી લખવાનું છે. ઈનફેકટ, ટાર્ગેટ ઓડિયન્સનું એજગ્રુપ ગમે તે હોય, ફ્કિશન લખવું સ્વયં એક કઠિન કામ છે. રોનાલ્ડ દાલે લેખક બનવા માગતા ઉત્સાહીઓને સરસ ટિપ્સ આપી છે. લો, તમેય વાંચોઃ

૧. સૌથી પહેલાં તો, તમારી પાસે સોલિડ કલ્પનાશકિત હોવી જોઈએ.

૨. તમને સરસ લખતા આવડતું હોવું જોઈએ. સરસ લખવાનો મતલબ છે, તમારામાં કલમ (કે કી-બોર્ડ) દ્વારા વાચકનાં દિમાગમાં ચિત્ર ખડું કરી શકવાની કાબેલિયત હોવી જોઈએ. બધામાં આ કૌશલ્ય હોતું નથી. લેખનકળા એક કુદરતી વરદાન છે, જે કાં તો તમને મળ્યું હોય અથવા તો ન મળ્યું હોય.

૩. તમારામાં સ્ટેમિના હોવો જોઈએ. સ્ટેમિનાનો અર્થ છે, તમે જે લખવાનું શરૂ કર્યું હોય તે પૂરૂં ન થાય ત્યાં સુધી તંત ન છોડવો. કલાકોના કલાકો, દિવસોના દિવસો, અઠવાડિયાના અઠવાડિયા અને મહિનાઓના મહિના સુધી, ટૂંકમાં, ધી એન્ડ સુધી પહોંચી ન જવાય ત્યાં સુધી થાકયાં વગર એકધારું લખતાં જ રહેવું.

૪. તમારે પરફેકશનિસ્ટ બનવું પડે. તમે જે કંઈ લખ્યું હોય તેનાથી તમને કયારેય સંતોષ થવો ન જોઈએ. ફરી ફરીને રિ-રાઈટ કરવું. તમારી વાર્તાને શકય એટલો સારામાં સારો ઘાટ ન મળે ત્યાં સુધી મઠાર્યા જ કરવી.

૫. તમારામાં સ્વયં-શિસ્તનો ગુણ હોવો અનિવાર્ય છે. તમે લખતાં હશો ત્યારે એકલા હોવાના. કોઈએ તમને લખવાની નોકરીએ રાખ્યાં નથી. કોઈ તમારી હાજરી પૂરવા આવવાનું નથી. તમે લખવામાં ઠાગાઠૈયા કરતા હશો તો પણ કોઈ તમને ટોકવાનું નથી. ટૂંકમાં, તમારે તમારી જાત પાસેથી ચાબુક લઈને કામ કઢાવવું પડશે.

૬. તમારામાં સારું સેન્સ-ઓફ્-હ્યુમર હોવું જોઈએ. જો તમે પુખ્ત વાચકો માટે લખતાં હો તો અલગ વાત છે, બાકી બાળકો-કિશોરો માટે લખતાં હો તો રમૂજવૃત્તિ ખૂબ જરુરી બની જવાની.

૭. નમ્રતાનો ગુણ હોવો ખૂબ જરૂરી છે. જો લેખક વિચારવા માંડે કે પોતે ફ્લાણુંઢીંકણું લખીને મોટો મીર માર્યો છે, તો એનું પતન નિશ્ચિત છે એમ જાણવું.

આ સાત સોનેરી સલાહો ઊભરતા જ નહીં, ઘડાયેલા લેખકોએ પણ મઢાવીને રાખવા જેવી છે!

શો-સ્ટોપર

ઉત્તમ ડિરેક્ટરો વૃદ્ધ થઈ જાય તો પણ તેમની ફ્લ્મિો બનાવવાનું પેશન અકબંધ રહેતું હોય છે. સ્ટુડિયોવાળા તેમને હાયર કરે તો તેઓ જાણે કોઈ પ્રાચીનકાળની ચીજ હોય તેવી રીતે તેમને ટ્રીટ કરતાં હોય છે. આથી મેં નક્કી કહી નાખ્યું કે હું પ્રાચીન કાળની ચીજ તો નહીં જ બનું! હું સતત મારી જાતને રિલેવન્ટ રાખીશ કે જેથી નવી પેઢીના પ્રોડયૂસરો-કલાકારો મને જૂનાં જોગીની જેમ ન જુએ.

– સ્ટીવન સ્પિલબર્ગ

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2016 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.