મલ્ટિપ્લેક્સઃ કબીરકથા
Sandesh – Sanskar Purti – 8 May 2016
મલ્ટિપ્લેક્સ
‘ઘણી વાર મીડિયામાં પ્રોજેક્ટ કરવામાં આવતી ઈમેજ અને ગ્રાઉન્ડ રિયાલિટી વચ્ચે જમીન-આસમાનનો ફરક હોય છે. આપણે વેસ્ટર્ન મીડિયાની આંખે દુનિયા જોવાની કોઈ જરૂર જ નથી. વિશ્વના રાજકીય-સામાજિક પ્રવાહો સમજવા માટે આપણી પાસે આપણો ખુદનો એટલે કે ભારતીય યા તો એશિયન દષ્ટિકોણ હોવો જોઈએ.’
* * * * *
ફિલ્મમેકર કબીર ખાન આજકાલ ન્યૂઝમાં છે. એક તો, તાજેતરમાં રાષ્ટ્રપતિભવનમાં એમણે ડિરેક્ટ કરેલી ‘બજરંગી ભાઈજાન’ને નેશનલ અવોર્ડ અેનાયત થયો. એની પહેલાં પેલો કરાંચીકાંડ બની ગયો. બન્યું એવું કે કોઈ સેમિનારમાં ભાગ લેવા કબીર ખાન કરાંચી ગયા હતા. મુંબઈની વળતી ફ્લાઈટ પકડવા માટે તેઓ એરપોર્ટ પહોંચ્યા ત્યારે કેેટલાક સ્થાનિક વિરોધીઓ એકઠા થઈને માંડયા એમને દબડાવવા. એક જણો તો હાથમાં ચપ્પલ પકડીને ધસી આવ્યો હતો. સૌને કબીરની ગયા વર્ષે રિલીઝ થયેલી ફ્લ્મિ ‘ફેન્ટમ’ સામે વાંધો હતો. ‘ફેન્ટમ’માં સૈફ્ અલી ખાન અને કેટરીના કૈફ્ પાક્સ્તિાનમાં ઘૂસીને આતંકવાદીઓને ઉડાવી દેવાનું ગુપ્ત મિશન હાથ ધરે છે. પેલાં તોફાની ટોળાને વાંધો એ વાતનો હતો કે પાક્સ્તિાન ભૂંડું દેખાય એવી ફ્લ્મિ બનાવી જ કેમ. ખેર, કબીર દલીલબાજીમાં પડયા વિના ઝપાટાભેર એરપોર્ટની અંદર ઘૂસી ગયા એટલે મામલો બિચકયો નહીં.
કબીર ખાને આજ સુધીમાં પાંચ ફ્લ્મિો બનાવી છે – ‘કાબુલ એકસપ્રેસ’, ‘ન્યુયોર્ક’, ‘એક થા ટાઈગર’, ‘બજરંગી ભાઈજાન’ અને ‘ફેન્ટમ’. આમાંથી એક ‘ફેન્ટમ’ને બાદ કરતાં બાકીની ચારેય ફ્લ્મિો સફળ છે. એમાંય સલમાન ખાનને ચમકાવતી ‘એક થા ટાઈગર’ અને ‘બજરંગી ભાઈજાને’ તો બોક્સ ઓફ્સિ પર તોતિંગ બિઝનેસ ર્ક્યો છે. પિસ્તાલીસ વર્ષના ક્બીર ખાન આજે હિન્દી ફ્લ્મિ ઈન્ડસ્ટ્રીના એક હિટ-એન્ડ-હેપનિંગ ડિરેક્ટર ગણાય છે.
ક્બીર ખાનની પાંચેય ફ્લ્મિોમાં આંતરરાષ્ટ્રીય રાજકારણ અને આતંકવાદનું બેકગ્રાઉન્ડ છે એનું કારણ ડોક્યુમેન્ટરી ફ્લ્મિમેકર તરીકે થયેલું તેમનું ઘડતર છે. એમની કરીઅરે જે રીતે આકાર લીધો છે તે આખી વાત રસ પડે એવી છે. દિલ્હીની જામિયા મિલિયા યુનિવર્સિટીમાં તેઓ ફ્લ્મિમેક્ગિંનું ભણ્યા છે. શાહરુખ ખાન એમના સિનિયર. ક્બીર ર્ફ્સ્ટ યરમાં હતા ત્યારે ફ્લ્મિમાં હીરો બનવા માટે તેમને ઓફર મળી હતી. શાહરુખની જેમ કબીર પણ ખાન છે ને વળી બન્ને જામિયા મિલિયાની પ્રોડક્ટ છે એટલે પ્રોડયુસરને થયું હશે કે આ છોકરા પર દાવ લગાડવાનું જોખમ લેવામાં વાંધો નથી. જોકે ફ્ટાફ્ટ શૂટિંગ શરૂ કરી દેવાનું હતું એટલે કબીરે ના પાડી દીધીઃ મને પહેલાં મારો ફ્લ્મિમેક્ગિંનો કેર્સ પૂરો કરી લેવા દો. પછી બીજી વાત. આમ, હીરો બનવાની શકયતા ત્યાં જ કાયમ માટે દફ્ન થઈ ગઈ ને કબીર ખાનની ફ્લ્મિમેકર બનવા તરફ્ની યાત્રા આગળ વધી.
ફ્લ્મિોનો કીડો તો જોકે નાનપણમાં જ કરડી ચૂકયો હતો. કબીર દસેક વર્ષના હતા ત્યારનો એક ક્સ્સિો છે. તેઓ દિલ્હીમાં સાયક્લ પર કશેક જઈ રહૃાા હતા. (ક્બીરના પિતાજી દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી – જેએનયુના ફાઉન્ડર પ્રોફેસરોમાંના એક છે). કબીરે જોયું કે આગળ રસ્તો બંધ છે ને ગણ્યા ગણાય નહીં એટલી સંખ્યામાં માણસોનાં ટોળેટાળાં ઊમટી રહૃાાં છે. ખબર પડી કે રિચર્ડ એટનબરોની ‘ગાંધી’ ફ્લ્મિનું શૂટિંગ ચાલી રહ્યું છે. ગાંધીજીની અંતિમ યાત્રાનાં દશ્યનું શૂટિંગ હતું. આજે તો ચિક્કાર ભીડનાં દશ્યો સ્પેશિયલ ઈફેક્ટસથી તૈયાર કરવામાં આવે છે, પણ અગાઉ અસલી માણસોની મેદની એકઠી કરવી પડતી. કબીરને થયું કે ચાલો, આપણે ય ભીડમાં ભળી જઈએ. દૂર ઝાડના થડ સાથે ચેઈનથી સાઈક્લને લૉક કરીને એ આગળ વધ્યા તો કેઈ ક્રૂ મેમ્બરે એમને રોકયા, ‘છોકરા, આવાં રંગબેરંગી કપડાં નહીં ચાલે. તારે શૂટિંગમાં ભાગ લેવો હોય તો સફેદ કપડાં પહેરવા પડશે.’ કબીર સાઈકલ પર સવાર થઈને રમરમાટ કરતાં ઘર તરફ ઉપડયા, સફેદ શર્ટ પહેર્યું ને પાછા લોકેશન પર પહોંચી ગયા. આ વખતે ટોળામાં એન્ટ્રી મળી ગઈ.
‘ગાંધી’ ફ્લ્મિની શરૂઆતમાં જ અંતિમ યાત્રાવાળા સીનમાં માણસોનો જે મહાસાગર લહેરાતો દેખાય છે એમાં કયાંક હું પણ છું!” ક્બીર ખાન એક મુલાકાતમાં કહે છે, ‘ફ્લ્મિ રિલીઝ થઈ ત્યારે હું હોંશે હોંશે જોવા ગયો હતો. વોટ અ ફ્લ્મિ! તેનું ડિરેક્શન,અભિનય, સંગીત, જે વિરાટ સ્કેલ પર તે બનાવવામાં આવી છે… ‘ગાંધી’ ફ્લ્મિે મારા પર જેટલી તીવ્ર અસર કરી છે એટલી બીજી કોઈ ફ્લ્મિે કરી નથી.’
જામિયા મિલિયામાંથી કોર્સ પૂરો ર્ક્યા બાદ તેઓ સઈદ નકવી નામના દિલ્હીના સિનિયર પત્રકાર સાથે જોડાયા. દેશ-વિદેશના ટોચના પબ્લિકેશન્સ માટે કામ કરી ચૂકેલા સઈદ નક્વીએ વિઝ્યુઅલ મીડિયમમાં પણ સરસ કમ ર્ક્યું છે. ક્બીરે ક્હૃાું: સર, હું તમારી ડોકયુમેન્ટરીઓને શૂટ કરી આપીશ, એડિટ ક્રી આપીશ. મને તમારી ટીમમાં લઈ લો. એવું જ થયું.
‘અગાઉ વિદેશના સમાચાર જાણવા માટે આપણી પાસે બે જ વસ્તુ હતી – બીબીસી અને સીએનએન,’ ક્બીર ક્હે છે, ‘બસ, આ બે ચેનલો જે દેખાડે તે બ્રહ્મસત્ય. ઘણી વાર મીડિયામાં પ્રોજેક્ટ કરવામાં આવતી ઈમેજ અને ગ્રાઉન્ડ રિયાલિટી વચ્ચે જમીન-આસમાનનો ફરક હોય છે. આપણે વેસ્ટર્ન મીડિયાની આંખે દુનિયા જોવાની કોઈ જરૂર જ નથી. વિશ્વના રાજકીય-સામાજિક પ્રવાહો સમજવા માટે આપણી પાસે આપણો ખુદનો એટલે કે ભારતીય યા તો એશિયન દષ્ટિકોણ હોવો જોઈએ. સઈદ નકવી આ જ આશય સાથે દુનિયાભરમાં ફરીને રિસર્ચ કરતા, પુસ્તકો લખતાં, ડોકયુમેન્ટરી બનાવતા. એમની સાથે પાંચ-છ વર્ષ દરમિયાન હું સાઠ દેશો ઘૂમી વળ્યો હતો.’
આમાં અફઘાનિસ્તાન, બોસ્નિયા, કોસોવો જેવા લોહિયાળ દેશો પણ આવી ગયા. એક ડોકયુમેન્ટરીમેકર – પત્રકાર તરીકે કબીર અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં જઈ શકતા, ચાવીરૂપ લોકોને મળી શકતા. કબીર પાસે આ અનુભવોની વાતોનો ખજાનો છે. જેમકે આ એક કિસ્સો, દુનિયાભરના પત્રકારો અફ્ઘાનિસ્તાન જવા માટે પેશાવરનો રૂટ પકડતા, પણ ક્બીર ખાન અને તેમનો હમઉમ્ર દોસ્ત ઉઝબેક્સ્તિાન સુધી હવાઈ માર્ગે પહોંચીને ત્યાંથી રોડ રસ્તે ક્ઝાક્સ્તાન સુધી પહોંચી ગયેલા. અહીંથી હવે ગમે તેમ કરીને અફ્ઘાનિસ્તાન પહોંચવાનું હતું. તેમણે જોયું કે એક હોલિકોપ્ટર અફ્ઘાનિસ્તાન જવાની તૈયારીમાં હતું. જુગાડુ ભારતીયની લાક્ષાણિક અદાથી કબીરે રશિયન પાયલટને સાઈડમાં લઈ જઈને ક્હૃાું: હું તને આટલા ડોલર આપીશ, અમને તારા હોલિકોપ્ટરમાં બેસાડીને અફઘાનિસ્તાન લઈ જા. પેલો માની ગયો.
અફઘાનિસ્તાનની બોર્ડર ક્રોસ ર્ક્યા પછી કોઈ વેરાન પહાડી ઈલાકામાં હેલિકોપ્ટર નીચે લઈ જઈને પેલો કહેઃ હેલિકોપ્ટર લેન્ડ નહીં થાય. અહીંથી કૂદી પડો! ક્બીર અને તેમનો દોસ્ત કેમેરા અને અન્ય સરંજામ સાથે પંદર-વીસ ફૂટથી રીતસર જમીન પર પટકયા! બન્નેને નોધારા છોડીને હેલિકેપ્ટર ઊડી ગયું.
‘ખરી મજા તો પછી આવી,’ ક્બીર કહે છે, ‘અમે જોયું કે દૂરથી સાડાછ ફૂટ ઊંચો એક મશીનગનધારી અફ્ઘાન અમારી તરફ આવી રહૃાો છે. મને થયું કે બસ, હવે ખતમ. મારું મોત આ જ રીતે લખાયું છે. પેલો પાસે આવ્યો. એની ભાષા તો અમને આવડે નહીં. હું અને મારો દોસ્ત ‘હિન્દુસ્તાની… હિન્દુસ્તાની’ એમ બોલતા રહૃાા. અમે ઈન્ડિયન છીએ તેની ખબર પડતાં જ અચાનક પેલો માણસ ગાવા લાગ્યોઃમેરી સપનોં કી રાની કબ આયેગી તૂ…’ કેન યુ બિલીવ ઈટ? અફ્ઘાનિસ્તાનના ખોફ્નાક માહોલમાં કોઈ વેરાન પહાડી પર આ માણસ હિન્દી ફ્લ્મિનું ગીત ગાઈ રહૃાો હતો! એણે અમને જવા દીધા. મને હિન્દી સિનેમાના તાકાતનો પરચો મળી ગયો. મને થયું કે બોસ, લાઈફ્માં કરવા જેવું કામ તો આ જ છે – હિન્દી ફ્લ્મિો બનાવવાનું!’
ક્બીરની પહેલી હિન્દી ફ્ચિર ફ્લ્મિ ‘કાબુલ એકસપ્રેસ’માં એમના ખુદના અફ્ધાનિસ્તાનના અનુભવો વણાયેલા છે. તેમાં જોન અબ્રાહમ અને અરશદ વરસી પણ આ જ રીતે હવામાંથી કૂદકો મારીને અફ્ઘાનિસ્તાનની ભૂમિ પર એન્ટ્રી લે છે. ક્બીર ખાનને પોતાના જાતઅનુભવોને ફ્લ્મિની સ્ક્રિપ્ટમાં ઢાળતા ત્રણેક મહિના થયા હતા. પછી પ્રોડયુસરોની ઓફિસોના ચક્કર મારવાનું શરૂ થયું. આ અરસામાં બનેલી એક ઘટના ક્બીર ખાનની ફેવરિટ છે, જે એ પોતાના બધા ઈન્ટરવ્યુમાં અચૂક ક્હે છે.
બન્યું એવું કે ક્બીર એક ટોચના પ્રોડયુસરને મળ્યા. ટૂંકમાં વાર્તા સંભળાવી. પ્રોડયુસર ક્હેઃ ‘સો વોટ ડુ યુ પ્રપોઝ?’ ક્બીર ક્હેઃ ‘આ પ્રપોઝ ટુ મેક અ ફ્લ્મિ બેઝ્ડ ઓન ધિસ સ્ટોરી.’ પ્રોડયુસર કહેઃ ‘એમ નહીં. તમારી પ્રપોઝલ શું છે? કોણ સ્ટાર હશે? કેટલું બજેટ થશે? ટેરિટરી દીઠ કેટલામાં ફ્લ્મિ વેચાશે? પૈસા શી રીતે રિકવર થશે?’ કબીર ડઘાઈ ગયા. કહેઃ સર, લાઈફ્માં પહેલી વાર હું ફ્લ્મિ બનાવવા જઈ રહૃાો છું. મને આવી બધી વાતોમાં શી ખબર પડે?’ પ્રોડયુસરે સમજાવ્યું: ‘જો ભાઈ, બે પ્રકારની ફ્લ્મિો હોય. એક તો ‘પ્રપોઝલ’ ટાઈપની ફ્લ્મિો, જેનો ખર્ચ રિલીઝ થયા તે પહેલાં જ રિક્વર થઈ જાય. બીજી તમારા પ્રકારની ફ્લ્મિ, જે સારી હોય ને વર્ડ-ઓફ્-માઉથ પબ્લિસિટીથી ચાલી જાય તો જ ખર્ચો કાઢી શકે. સોમથી શુક્ર હું પ્રપોઝલ માટે મીટિંગો કરું છું ને શનિવાર બીજા ટાઈપની ફ્લ્મિ માટે મીટિંગ ગોઠવું છું. તમે એક કામ કરો. આવતા શનિવારે આવો’. ક્બીર ગયા. વિસ્તારપૂર્વક નરેશન આપ્યું. પ્રોડયુસરને ગમ્યું ય ખરું પણ ફ્લ્મિ બનાવવા તૈયાર ન જ થયા.
એક વર્ષમાં આવા ઘણા અનુભવો થયા. એ અરસામાં ક્બીર ખાનનો એક દોસ્ત યશરાજ બેનરમાં એકિઝકયુટિવ પ્રોડયુસર તરીકે કામ કરતો હતો. એમણે આદિત્ય ચોપડાને ઈમેઈલ પર ‘કાબુલ એકસપ્રેસ’ની સ્ક્રિપ્ટ મોક્લી. આદિત્યને તે ગમી ગઈ. એક સુંદર સવારે યશરાજની ઓફ્સિમાંથી ક્બીરને ફોન આવ્યોઃ ‘મિસ્ટર આદિત્ય ચોપડા વોન્ટ્સ ટુ મીટ યુ.’
ક્બીરની પત્ની મિની માથુર તે ગાળામાં એમટીવી પર વીજે તરીકે કામ કરતી હતી. ક્બીરે માની લીધું આ નક્કી ‘એમટીવી બકરા’ની ટીમમાંથી કોઈએ મને બકરો બનાવવા માટે ફોન ર્ક્યો છે. બાકી સ્વિત્ઝર્લેન્ડમાં શિફોનની સાડી લહેરાવતી હિરોઈનોની ફ્લ્મિો બનાવતા યશરાજ બેનરને ‘કાબુલ એકસપ્રેસ’ જેવી નોન-ગ્લેમરસ પોલિટિક્લ થ્રિલરમાં શું કામ રસ પડે? છતાંય ક્બીર નક્કી કરેલા સમયે યશરાજની ઓફ્સિે પહોંચી ગયા. મામલો જેન્યુઈન નીકળ્યો. આદિત્ય ચોપડા સાથે સાચે જ મીટિંગ થઈ. આદિત્ય ક્હેઃ ‘મને કાબુલ એકસપ્રેસની સ્ક્રિપ્ટ ગમી છે. બોલો, કયારે ફ્લ્મિ શરૂ કરવા માગો છો?’
ઐસા ભી હોતા હૈ. યશરાજ જેવું બેનર સામેથી ફોન કરીને સાવ નવાનિશાળિયા ડિરેક્ટરને લોન્ચ કરી શકે છે! ‘કાબુલ એકસપ્રેસ’ બોકસઓફ્સિ પર ખાસ ન ચાલી, પણ વખણાઈ અને ટાર્ગેટ ઓડિયન્સ સુધી જરૂર પહોંચી. યશરાજે ક્બીર સાથે ત્રણ ફ્લ્મિોનો કેન્ટ્રેકટ ર્ક્યો. આ તબક્કે યશરાજ શિફેન સાડીની ઈમેજમાંથી બહાર આવીને જુદા પ્રકારની ફ્લ્મિો તરફ્ નજર દોડાવી રહ્યું હતું. આદિત્યે એક વાર ક્બીરને ક્હૃાું: ‘અમેરિકના નાઈન-ઈલેવનના એટેક્ના બેક્ગ્રાઉન્ડમાં ત્રણ દોસ્તારોની સ્ટોરીવાળી ક્મર્શિયલ ફ્લ્મિ વિચારી શકે છો?’ આ રીતે બની જોન અબ્રાહમ-કેટરીના કૈફ્ – નીલ નીતિન મુકેશને ચમકાવતી ‘ન્યુયોર્ક’. ફ્લ્મિ અપેક્ષા કરતાં કયાંય વધારે સફ્ળ થઈ.
ત્યાર બાદ આવી ‘એક થા ટાઈગર’. સલમાન જેવા સુપરસ્ટાર સાથે ક્બીર પહેલી વાર કામ કરી રહૃાા હતા. આ ફ્લ્મિનો આઈડિયા પણ તેમને ડોકયુમેન્ટરીવાળાં વર્ષો દરમિયાન જ મળ્યો હતો. ફ્લ્મિની વાર્તાને સલમાનના સુપરસ્ટારડમ અનુસાર ખાસ્સી ઘમરોળવામાં આવી. ક્દાચ એટલે જ આ ફ્લ્મિમાં લોજિક્નો ડૂચો વળી ગયો હતો. ખેર, ‘એક થા ટાઈગર’ બમ્પર હિટ ગઈ એટલે બધા ગુના માફ્ થઈ ગયા. તે પછીની ‘બજરંગી ભાઈજાને’ સૌનું દિલ જીતી લીધું. આ ફ્લ્મિ એટલી હ્ય્દયસ્પર્શી બની કે જેમને સલમાન ખાન જિંદગીમાં કયારેય ગમ્યો નહોતો એવા લોકો પણ એના ફેન બની ગયા. ત્યાર બાદ સૈફ્-કેટરીનાવાળી ‘ફેન્ટમ’ ન આમજનતાને ગમી કે ન ક્ડક સમીક્ષકેને પસંદ પડી. જોઈએ, ક્બીર ખાનની નેકસ્ટ ફ્લ્મિ જોઈને ઓડિયન્સ એને ફૂલમાળા પહેરાવે છે કે પેલા કરાંચીવાસી તોફાનીઓની માફ્ક્ (પણ સાચાં કારણસર) રોષે ભરાય છે.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year May, 2016 )
Leave a Reply