મલ્ટિપ્લેક્સઃ ઓસ્કરવિનર ફિલ્મ-રાઈટરો કેવી રીતે ફિલ્મો લખે છે?
Sandesh – Sanskar Purti – 1 May 2016
મલ્ટિપ્લેક્સ
‘જે રીતે સારા નવલકથાકાર બનતાં પહેલાં ખૂબ બધી ઉત્તમ નવલકથાઓ વાંચવી પડે, એ જ રીતે સારા સ્ક્રિપ્ટરાઈટર બનવું હોય તો પણ ખૂબ બધી ઉત્તમ સ્ક્રિપ્ટ્સનો અભ્યાસ કરવો પડે. તમે ઉત્તમ સ્ક્રિપ્ટ્સ વાંચશો તો તમારુંં સ્ટાન્ડર્ડ તે પ્રમાણે ઘડાશે અને તમે પણ એવી જ ગુણવત્તાની સ્ક્રિપ્ટ લખવા પ્રેરાશો.’
* * * * *
‘કોઈ પણ પ્રકારનું મેડિટેશન કરવા કરતાં ઉત્તમ પુસ્તક સાથેનો સંવાદ કરવાથી મને વધારે એન્લાઈટન્મેન્ટ યા તો આત્મજ્ઞાાન મળે છે,’ અમદાવાદ સ્થિત સિનિયર ફ્લ્મિમેકર અને કેટલીય સફ્ળ ટીવી સિરિયલોના ડિરેકટર સંદીપ પટેલે એક વાર પોતાની ફેસબુકની વૉલ પર આ પ્રમાણે લખીને પછી ઉમેર્યું હતું, ‘આજકાલ હું ઓસ્કર વિનિંગ ‘સ્ક્રીન રાઈટર્સ ઓન સ્ક્રીનરાઈટિંગ’ નામનું અદભુત પુસ્તક વાંચી રહૃાો છું.’
બસ, ત્યારથી જોએલ એન્જલ નામના અમેરિકન પત્રકાર-લેખકે લખેલું આ પુસ્તક વાંચવાની ચટપટી ઉપડી
હતી. પુસ્તક ખરેખર અફ્લાતૂન છે. ઓસ્કર કક્ષાની ફ્લ્મિો લખી ચુકેલા હોલિવૂડના તેર ઉત્તમ ફ્લ્મિલેખકોની વિસ્તૃત મુલાકાતો આ પુસ્તકમાં છે. આ લેખક-લેખિકાઓએ ફિલ્મલેખન વિશેનું પોતાનું સઘળું જ્ઞાન, ટ્રિક્સ અને ટેકનિક્સ આ પુસ્તકમાં ઠાલવી દીધાં છે. ફ્લ્મિમેકિંગમાં રસ ધરાવનારાઓએ, એમાંય ખાસ કરીને ફ્લ્મિલેખક બનવા માગતા ઉત્સાહીઓએ આ અંગ્રેજી પુસ્તક ખાસ વાંચવા-વસાવવા જેવું છે. અમુક લેખકોના ફાંકડા ફિલ્મી ફન્ડા અહીં પ્રસ્તુત છેઃ
બ્રુસ જોએલ રૂબિન (‘ઘોસ્ટ’, ‘જેકબ્સ લેડર’ વગેરે ફિલ્મોના લેખક) કહે છેઃ
# ઊભરતા ફ્લ્મિલેખકોને મારી એક જ સલાહ છે કે સૌથી પહેલાં તો તમારી સ્ક્રિપ્ટ આખેઆખી લખી નાખો. ભલે તે પરફેકટ ન હોય,ભલે તેમાં ખૂબ બધી કચાશ લાગતી હોય, ભલે લોજિક બેસતું ન હોય, ભલે પાત્રો તમે ધાર્યાં હોય તે રીતે ઊપસ્યાં ન હોય, ડોન્ટ વરી. એક વાર પહેલા સીનથી શરૂ કરીને ધી એન્ડ સુધીનું બધું જેવું લખાય એવું લખી કાઢો. તમે જ્યારે આ ડ્રાફ્ટ વાંચશો ત્યારે તમને સમજાશે કે ભલે આ લખાણમાં ખૂબ બધા લોચા છે, પણ સૂર સાચો પકડાયો છે. પછી તમે જ્યારે બીજો ડ્રાફ્ટ લખવા બેસશો ત્યારે આ જ કાચા લખાણમાંથી તમને સાચી દિશા સૂઝશે. તમારા આ કાચા ડ્રાફ્ટમાં જ પરફેકશન તરફ્ જવા માટેના પુષ્કળ કાચો મસાલો હોવાનો. હવે બીજો ડ્રાફ્ટ લખો. પછી ત્રીજો ડ્રાફ્ટ. પછી ચોથો…
# ‘ઘોસ્ટ’ના ડિરેકટર જેરી ઝકર સાથે મારી પહેલી મિટીંગ થઈ ત્યારે એમણે સવાલ કરેલોઃ ‘તમે જે ફ્લ્મિ લખી છે તે શાના વિશે છે?’મેં કહ્યું: ‘એક માણસ છે જે મરી જાય છે અને પછી પોતાની પત્નીને બચાવવા ભૂત બનીને પાછો ફ્રે છે.’ જેરી કહેઃ ‘ના, એમ નહીં. આ તો તમે ઘટના કહી. ફ્લ્મિ શાના ‘વિશે’ છે તે મને કહો.’ મને સમજાયું નહીં કે જેરી એકઝેકટલી શું પૂછી રહૃાા છે. ધીમે ધીમે મને ભાન થયું કે પ્રત્યેક ફ્લ્મિની એક થીમ હોવી જોઈએ, કેન્દ્રિય સૂર હોવો જોઈએ. તમે ફ્લ્મિ દ્વારા પ્રેક્ષકોને આખરે શું કહેવા માગો છો? માત્ર વાર્તા હોવી પૂરતી નથી, એક પર્પઝ (હેતુ) પણ હોવો જોઈએ, એક થિમેટીક ડ્રાઈવ હોવી જોઈએ. અલબત્ત, એવી કેટલીય ફ્લ્મિો હોય છે જેનો હેતુ કેવળ મનોરંજનનો હોય છે. એમાંય કશું ખોટું નથી, પણ મારા માટે કેવળ મનોરંજનનું તત્ત્વ પૂરતું નથી. એક લેખક તરીકે તમને બે-અઢી કલાકનો સમય મળે છે. બહુ મોટી તક છે આ. આટલા સમયગાળામાં તમે ઓડિયન્સને એવું કશુંક કમ્યુનિકેટ કરી શકો છો જે તમને વ્યકિતગતપણે તીવ્રતાથી સ્પર્શતું હોય, જેની તમને ખેવના હોય, જે તમે દુનિયા સાથે શૅર કરવા માગતા હો.
અર્નેસ્ટ લેહમન કે જેમણે ‘ધ સાઉન્ડ ઓફ્ મ્યુઝિક’, ‘વેસ્ટ સાઈડ સ્ટોરી’, ‘હુ’ઝ અફ્રેઈડ ઓફ્ વર્જિનિયા વુલ્ફ્?’ વગેરે ફિલ્મો લખી છે, તેઓ કહે છે:
# ફ્લ્મિ લખતી વખતે હું સતત એ વાતે સભાન રહું છું કે કેરેકટર જે વિચારે છે યા તો એનાં મનમાં જે રમે છે તે ઓડિયન્સ સુધી પહોંચી રહ્યું છે? શું સંવાદો ઉપરછલ્લા તો નથીને? સંવાદ ફ્કત મનોરંજન માટે જ છે કે તેના દ્વારા કોઈ કામની વિગત, ભાવ,વિચાર કે અન્ડર-કરન્ટ કમ્યુનિકેટ થઈ રહ્યાં છેે? કોન્ફ્લીકટ (પાત્રો વચ્ચે થતો ટકરાવ, પરિસ્થિતિમાં સંઘર્ષ) બરાબર ડેવલપ થઈ રહૃાો છેને? શું કિરદારો વચ્ચે જે ઘર્ષણ ઊભું થયું છે તે પૂરતું છે કે વધારે ઘૂંટવાની જરૂર છે? મને ગતિશીલતા પસંદ છે. એક જ સિચ્યુએશન લાંબા સમય સુધી ખેંચાવી ન જોઈએ. કશુંક બનતું રહેવું જોઈએ. હું હંમેશાં મારી જાતને આ પ્રશ્ન પૂછતો રહું છું: હવે આગળ શું બનવાનું છે તે જાણવાની પ્રેક્ષકની ઇંતેજારી જળવાઈ રહેશે? શું મારાં પાત્રો પોતાનાં કેરેકટરાઈઝેશન પ્રમાણે જ વર્તી રહ્યાં છે? કે પછી, રૂપરેખાની બહાર છટકીને ભળતાંસળતાં ડાયલોગ બોલી રહ્યાં છે ને એકશન કરી રહ્યાં છે?
# ઘણી વાર રાઈટર કે ડિરેકટર સ્ટોરીમાં વણાંક આપવા માટે પોતાની સગવડ પ્રમાણે પાત્રો પાસે અમુક વસ્તુ કરાવતા હોય છે. કોઈ પણ પાત્ર જે બોલે કે કરે તે તર્કશુદ્ધ હોવું જોઈએ, જસ્ટિફય થવું જોઈએ. ઓડિયન્સને એવું બિલકુલ ન થવું જોઈએ કે, ‘એક મિનિટ. શું? આ સાલું સમજાયું નહીં.’ આવું એક વાર થાય એટલે પછી પ્રેક્ષકો ગોથાં ખાતાં રહે ને ફ્લ્મિ પોતાની પકડ ગુમાવી બેસે. પ્રેક્ષકો તમારી સાથે રહેવા જોઈએ. એ તમારાથી આગળ ભાગે એ તો બિલકુલ ન ચાલે.
# આલ્ફ્રેડ હિચકોક કાગળ પર આખેઆખી ફ્લ્મિનું શોટ ડિવિઝન તૈયાર થઈ જાય પછી જ શૂટિંગ શરૂ કરતા. અમે ‘નોર્થ બાય નોર્થવેસ્ટ’ ફ્લ્મિ બનાવી ત્યારે બન્નેએ સાથે મળીને આખી ફ્લ્મિના શોટ આગોતરા ડિઝાઈન કરી નાખ્યા હતા.
# ઓનેસ્ટલી, ફ્લ્મિરાઈટિંગને હું કળા કરતાં એક સ્કિલ યા તો ક્રાફ્ટ ગણું છું જેમાં તમારી કેટલીક અનકોન્શિયસ ક્ષમતા ઉમેરાતી હોય છે.
# ફ્લ્મિ લખતી વખતે તમને ખબર હોય કે વાર્તા શું છે, તમે શું કહેવા માગો છો, કઈ કઈ ઘટનાઓ બને છે, કયાંથી વાતની શરૂઆત થાય છે, કયાં પૂરી થાય છે… આ બધું ય સાચું, પણ આ બધાનાં સીન કેવી રીતે બનાવવાનાં? કેટલીય વાર એવું બને કે ફ્લ્મિ લખવાનું ચાલતું હોય ત્યારે હું હું સોફ પર આડો પડું, આંટાફેરા કરું, કલાકોનો કલાકો સુધી વિચારતો રહું, પણ કંઈ સમજ જ ન પડે. સાંજ પડી જાય એટલે ઓફ્સિેથી ઘરે જવા નીકળું. ઘરે મારો મૂડ સાવ ઊખડેલો હોય કેમ કે આખા દિવસમાં મેં દોઢ પાનું પણ લખ્યું ન હોય. સીન સોલ્વ કરવાનો હજુ બાકી જ હોય. લખવું એટલે આ જ – પ્રોબ્લેમ સોલ્વ કરવો. કેવી રીતે ખબર પડે કે મેં જે વિચાર્યુ ં છે તે સાચું જ છે? પણ આ જ વાત છે.
# તમે સોશ્યલ ફ્લ્મિ લખતા હો, થ્રિલર લખતા હો, કોમેડી લખતા હો કે કંઈ પણ લખતા હો, જો પ્રોબ્લેમ નહીં હોય, જો કેરેકટરાઈઝેશન કરતી વખતે સંકટ ઊભાં નહીં થાય તો સમજવાનું કે વાતમાં જમાવટ નથી. પ્રોબ્લેમ જેટલો મજબૂત હશે,સોલ્યુશન એટલું જ તગડું મળશે. કયારેક કેરેકટર અઘરું હોય, કયારેક સિચ્યુએશન.
‘ઈન્ડીસન્ટ પ્રપોઝલ’, ‘બીથોવન’, ‘મિસ્ટિક પિઝા’ જેવી ઉત્તમ ફિલ્મોની લેખિકા એમી હોલ્ડન જોન્સ શું કહે છે.? સાંભળોઃ
# જો તમે ફ્કિશન લખવા માગતા હો, ખાસ કરીને ફ્લ્મિ, તો મારી સલાહ છે કે એકિટંગ કલાસ જોઈન કરી લો. હું પહેલાં ડિરેકટર બની, પછી રાઈટર. મને એકિટંગનો ‘એ’ પણ આવડતો નથી, પણ છતાંય મેં ડિરેકશનની શરૂઆત કરી ત્યારે એકિટંગ કલાસ જોઈન કર્યા હતા. એકિટંગ કલાસમાં તમે સીન વાંચો, સમજો, ભજવો એટલે ધીમે ધીમે સમજાવા માંડે કે એકટરને જ્યારે કોઈ સીન આપવામાં આવે ત્યારે એના મનમાં કેવી પ્રોસેસ ચાલતી હોય છે. એકટર પહેલાં પાત્રને સમજે, સિચ્યુએશન સમજે અને પછી પાત્રમાં પ્રવેશ કરે. વળી, એકટરે તો જાતજાતનાં પાત્રો ભજવવાનાં હોય, જુદી જુદી પરિસ્થિતિઓમાં મૂકાવાનું હોય. એકટર પાત્રને ભીતરથી સમજવાની કોશિશ કરે છે. રાઈટરે પણ એકઝેકટલી આ જ તો કરવાનું હોય છે. એકટર સીનમાં શું શોધે છે તેની એને સમજણ હોય તો લખતી વખતે વધારે આસાની રહે છે. એકિટંગ કલાસને કારણે તમે માત્ર ટેકસ્ટ નહીં, સબ-ટેકસ્ટને પણ સમજો છો, મતલબ કે કેવળ સ્થૂળ ડાયલોગ કે સપાટી ઉપરની વાતો જ નહીં, બલ્કે પાત્રનાં મનની ભીતરની અવ્યકત લાગણીઓ અને અનેક જાતના અન્ડર-કરન્ટ્સને પણ સમજો છો. ખરાબ લખાણ એટલે કેવળ ટેકસ્ટ, સ્થૂળ લખાણ. એમાં સબ-ટેકસ્ટ કે અન્ડર-કરન્ટનાં નામે મીંડું હોય.
# કેટલીય વાર ફ્લ્મિ રિવ્યુઅર્સ ભુલી જતા હોય છે કે ડિરેકટરે ફ્લ્મિ ડિરેકટ કરી તેની પહેલાં રાઈટરે સ્ક્રિપ્ટ લખી હતી. ઘણી વાર તેઓ રિવ્યુમાં રાઈટરનો ઉલ્લેખ સુધ્ધાં કરતા નથી. સ્ક્રીનપ્લેને વખોડતી વખતે તેમને ખબર નથી હોતી કે કાગળ પર જે લખાયંુ હતું તેના કરતાં સ્ક્રીન પર સાવ જુદું જ જોવા મળતું હોય, તે શકય છે. આદર્શ રીત તો એ છે કે રિવ્યુઅર પહેલાં ફ્લ્મિની સ્ક્રિપ્ટ વાંચે અને પછી રિવ્યુ કરે.
# વાર્તામાં આગળ જતાં જે સમસ્યા કે કોન્ફ્લીકટ ઊભા થવાના છે તેનો અણસાર સ્ક્રિપ્ટના પેજ નંબર ટુથી આવવાનું શરૂ થઈ જવું જોઈએ. જો પાંચમા પાના સુધી કોન્ફ્લીકટનો અણસાર સુધ્ધાં ન આવે તો સમજવાનું કે લખાણમાં ગરબડ છે. સમસ્યાનાં બીજ શરૂઆતમાં જ રોપાઈ જવાં જોઈએ. ફ્લ્મિ શાના વિશે છે તે ઓડિયન્સને ઝડપથી સમજાઈ જવું જોઈએ.
# જે રીતે સારા નવલકથાકાર બનતાં પહેલાં ખૂબ બધી ઉત્તમ નવલકથાઓ વાંચવી પડે, એ જ રીતે સારા સ્ક્રિપ્ટરાઈટર બનવું હોય તો પણ ખૂબ બધી ઉત્તમ સ્ક્રિપ્ટ્સનો અભ્યાસ કરવો પડે. તમે જે જોનરની ફ્લ્મિ લખવા માગો છો તે જોનરની કલાસિક ફ્લ્મિોની સ્ક્રિપ્ટ્સ ઝીણવટભેર વાંચી જાઓ, તેનો સ્ટડી કરો. જેમ કે મારે કોમેડી ફ્લ્મિ લખવી હતી તો મેં (ઓસ્કર) એકેડેમીની લાઈબ્રેરીમાં જઈને મારી ઓલ-ટાઈમ-ફેવરિટ કોમેડી ફ્લ્મિોની સ્ક્રિપ્ટ્સ વાંચી હતી. ફ્લ્મિ જોવી અને ફ્લ્મિની સ્ક્રિપ્ટ વાંચવી આ બન્ને તદ્દન અલગ બાબતો છે. તમે ઉત્તમ સ્ક્રિપ્ટ્સ વાંચશો તો તમારા સ્ટાન્ડર્ડ તે પ્રમાણે ઘડાશે અને તમે પણ એવી જ ગુણવત્તાની સ્ક્રિપ્ટ લખવા પ્રેરાશો.
છેલ્લે, રોબર્ટ ટાઉની, કે જેમણે ‘ચાઈના ટાઉન’, ‘ધ ર્ફ્મ’ અને ‘ડેઝ ઓફ્ થન્ડર’ જેવી ફિલ્મો લખી છે, તેમની વાત સાંભળોઃ –
# લેખકને સારી રીતે નરેશન આપતા (એટલે કે બીજાઓની સમક્ષ પોતાની ફ્લ્મિની વાર્તા કહી સંભળાવતા) આવડવું જોઈએ. અગાઉના જમાનામાં ચોપડીઓ નહોતી ત્યારે કથાવાર્તા આ રીતે જ કહેવાતી હતીને? તમે તમારી સ્ક્રિપ્ટ કે સ્ટોરી કોઈને નરેટ કરો ત્યારે એમાં કેવોક દમ છે તેનો પ્રાથમિક અંદાજ પણ આવી જતો હોય છે. તમને તરત ખબર પડી જાય કે તમારું ઓડિયન્સ કયાં કઈ રીતે રિએકટ કરે છે. જરૂર નથી કે તેઓ મોેટે મોટેથી હસે કે રડે, પણ તમને સમજાય કે સામેવાળાના મોઢા પર કંટાળો છવાઈ રહૃાો છે, એ બગાસું રોકવાની કોશિશ કરી રહૃાો છે કે પછી ટટ્ટાર થઈને ઉત્સુકતાથી તમને સાંભળી રહૃાો છે. આ પ્રકારના રિએકશન તમારી સ્ક્રિપ્ટને આખરી આકાર આપવામાં બહુ ઉપયોગી બનશે.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2016 )
Leave a Reply