Sun-Temple-Baanner

ઈન્ડિયામાં ફેમસ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ઈન્ડિયામાં ફેમસ


મલ્ટિપ્લેક્સ – ઈન્ડિયામાં ફેમસ

Sandesh – Sanskar Purti – 24 April 2016

મલ્ટિપ્લેક્સ

* * * * *

નક્કી નેશનલ અવોર્ડ અને અમદાવાદ વચ્ચે કંઈક છે! તે સિવાય આવું ન બને. જુઓને, હજુ ગયા વર્ષે જ અમદાવાદના ત્રણ ટેલેન્ટેડ યુવાનાએ બનાવેલી ડોકયુમેન્ટરી ફિલ્મ ‘ગૂંગા પહલવાન’ને નેશનલ અવોર્ડ મળ્યો હતો. (આ જ જગ્યાએ આપણે પ્રતીક ગુપ્તા, વિવેક ચૌધરી અને મિત જાની તેમજ તેમણે બનાવેલી ફિલ્મ વિશે વિગતે વાત પણ કરી હતી, યાદ છે?) આ વખતે ફરી એક વાર અમદાવાદ સાથે સોલિડ કનેકશન ધરાવતી ડોકયુમેન્ટરી રાષ્ટ્રીય સ્તરે સર્વશ્રેષ્ઠ ઘોષિત થઈ છે. આ વખતની ડોકયુમેન્ટરીનું ટાઈટલ છે, ‘અમદાવાદમાં ફેમસ’. તેનો વિષય છે, અમદાવાદની ઉતરાણની સિઝનમાં અગિયાર વર્ષના એક છોકરાએ ધાબા પરથી પતંગ ચગાવવા માટે કરવો પડતો સંઘર્ષ. ફિલ્મ બનાવનાર પ્રતિભાશાળી ફિલ્મમેકરનું નામ છે, હાર્દિક મુકુલ મહેતા.

મુંબઈની ગ્લેમર ઈન્ડસ્ટ્રીનો ગઢ ગણાતા ઓશિવરા વિસ્તારની કેફે કોફી ડેમાં તમે હાર્દિકને મળો છો ત્યારે તમારા મનમાં સૌથી પહેલી વાત એ નોંધાય છે કે, તેંત્રીસ વર્ષનો આ યુવાન ડિરેક્ટર કરતાં એક્ટર જેવો વધારે દેખાય છે. ઈમ્તિયાઝ અલીની યાદ અપાવે એવા લાંબા વાળ, પાતળિયો દેહ અને ખુશમિજાજ વ્યકિતત્વ.
‘આમ તો મને કાન ફ્લ્મિ ફેસ્ટિવલમાં ઈન્ટરનેશનલ અવોર્ડ મળ્યો હોત તોપણ મારી મમ્મીને એનું મહત્ત્વ ન હોત!’ હાર્દિક મુસ્કુરાઈને શરૂઆત કરે છે, ‘ પણ ઈટીવી ગુજરાતીમાં સમાચાર આવ્યા એટલે એને થયું કે, ના, નક્કી મારા દીકરાએ કંઈક સારું કામ કર્યું લાગે છે!’

હાર્દિકની વાણીમાં આહ્લાદક કાઠિયાવાડી લહેકો સંભળાય છે. મુંબઈમાં જન્મેલા અને ચોથા ધોરણ સુધી ભણેલા હાર્દિકનું પછીનું મોટા ભાગનું જીવન વડોદરામાં વીત્યું છે એટલે ટેક્નિકલી એમને વડોદરાવાસી કહી શકાય. જોકે, છેલ્લાં આઠેક વર્ષથી એમણે મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવી છે. ‘રોડ’, ‘લૂટેરા’, ‘મૌસમ’ અને ‘કવીન’ જેવી ફ્લ્મિોનાં શૂટિંગ દરમિયાન સેટ પર સ્ક્રિપ્ટ સુપરવાઈઝર તરીકે સતત હાજર રહીને ફિલ્મમેકિંગનો તગડો ર્ફ્સ્ટ-હેન્ડ અનુભવ લેનાર હાર્દિક કહે છે, ‘તમે માનશો, પતંગ પાછળ ગાંડા થતા લોકો જોઈને ખીજ ચડતી, કેમ કે મને ખુદને પતંગ ચગાવતાં આવડતું નથી. બન્યું એવું કે, ૨૦૧૪માં હું મારા કાકાની દીકરીનાં ઘરે અમદાવાદ ગયો હતો. મને તારીખ પણ યાદ છે – નવ, દસ અને અગિયાર જાન્યુઆરી. મને ફેટોગ્રાફીનો શોખ છે એટલે કેમેરા લઈને હું શહેરમાં એમ જ નીકળી પડેલો. ગીતામંદિરના ખાંચા સામે ઢાળની પોળ શરૂ થાય છે. ત્યાં મેં પહેલી વાર ઝૈદ નામના આ છોકરાને જોયો. પતંગો પકડવા માટે એ જે રીતે આકાશ તરફ્ મોં અધ્ધર કરીને રસ્તા પર ભાગતો હતો, ટ્રાફ્કિથી બચીને આમતેમ કૂદતો હતો ને મસ્જિદમાં ઘૂસી જતો હતો એ જોઈને મને બહુ જબરું કૌતુક થયું. હું દૂરથી એના ફોટા પાડવા લાગ્યો. ઉતરાણની સિઝન શરૂ થઈ ચૂકી હતી અને આખાં શહેર પર પતંગનું ગાંડપણ સવાર ગયું હતું. નવાઈની વાત છે કે અમદાવાદથી સાવ નજીક હોવા છતાંય વડોદરામાં પતંગનો આવો ક્રેઝ નથી. મને થયું કે અમદાવાદનો પતંગપ્રેમ કેમેરામાં કેપ્ચર કરવા જેવો છે.’

હાર્દિકે પોતાના સિનેમેટોગ્રાફ્ર દોસ્ત પીયૂષ પુટીને ફેન કર્યો. ‘લૂટેરા’ ફિલ્મના શૂટિંગ દરમિયાન પીયૂષ બિહાઈન્ડ-ધ-સીન્સ શૂટ કરતા હતા ત્યારે બન્ને વચ્ચે દોસ્તી થયેલી. પછી તો બન્નેએ કેટલીક ટીવી ક્મર્શિયલ્સ માટે પણ સાથે કમ કર્યું હતું. હાર્દિકે ક્હૃાું: પીયૂષ, તું ફ્રી હો તો આજે જ શતાબ્દી એકસપ્રેસ પક્ડીને અમદાવાદ આવી જા! પીયૂષ પોતાનો સરંજામ લઈને અમદાવાદ પહોંચી ગયા.

‘શરૂઆતમાં અમે ઝૈદને ક્શું ક્હૃાું નહોતું,’ હાર્દિક ક્હે છે, ‘ટેલીફોટો લેન્સથી અમે દૂરથી જ ઝૈદને અને એના દોસ્તોને એક્ધારા શૂટ કરતા રહૃાા. એ વખતે અમારી પાસે સ્ટોરી નહોતી, સાઉન્ડ નહોતો, પણ ફૂટેજ ખૂબ ઈન્ટરેસ્ટિંગ મળ્યું હતું એટલે બીજા વર્ષે એટલે કે, ૨૦૧૫માં પ્રોપર શૂટિંગ કરવા માટે હું ફરી ઉત્તરાયણ પર અમદાવાદ આવ્યો. આ વખતે મારી પાસે આઠ લોકેની આખી ટીમ હતી. નચિકેત દેસાઈ મારા લાઈન પ્રોડયુસર તરીકે જોડાયા, હર્ષબીર સિંહ નામનો બીજો એક નોન-ગુજરાતી કેમેરામેન પણ હતો. જુદાં જુદાં રાજ્યોમાંથી આવતા આ બન્ને કેમેરામેન ઉત્તરાયણના ક્લ્ચરથી બિલકુલ અજાણ્યા હતા એટલે તેઓ બિલકુલ ફ્રેશ પર્સપેક્ટિવથી માહોલને જોઈ શક્તા હતા.’

હવે સૌથી પહેલું કામ ઝૈદને શોધવાનું હતું. પૂછપરછ કરતાં કરતાં હાર્દિક એની સ્કૂલે પહોંચી ગયા. તસવીર પરથી ઝૈદને ઓળખી કઢવામાં આવ્યો. પ્રિન્સિપાલે છોકરાને ઓફ્સિમાં બોલાવ્યો તો ગભરાટનો માર્યો બાપડો રડવા લાગ્યો. ખેર, વાત કરતાં ખબર પડી કે આજે રાતે જ એ પતંગ માટે દોરો લેવા માટે જવાનો છે. હાર્દિક્ની ટીમ પણ એની સાથે ગઈ. રસ્તા પર રંગાતો માંજો, દુકનદાર સાથે થતી રકઝક આ બધું સરસ રીતે શૂટ થઈ શકયું. કેઈ ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરતા ઝૈદના પિતાજીની એટલી જ માગણી હતી કે શૂટિંગ માટે મારા દીકરાને દીવાલો કે ધાબાં કૂદવાનું ન કહેતા.

ઝૈદનાં ઘરની છત નળીયાંવાળી છે એટલે પતંગ ચગાવવા માટે કોઈ ગેરકાયદે બંધાયેલા ધાબા પર જવું પડે તેમ હતું. ઝૈદને આમ કરતાં રોકવાવાળા નવાં કિરદાર કુદરતી રીતે જ ફુટી નીક્ળ્યા. નસીબ નામની વસ્તુ હાર્દિકની તરફેણમાં ઓવરટાઈમ કામ કરતું હતું એટલે ઉત્તરાયણના ત્રણ-ચાર દિવસ અનાયાસ એક પછી એક એવી ઈન્ટરેસ્ટિંગ ઘટનાઓ બનતી ગઈ કે ડોકયુમેન્ટરી માટે સુરેખ વાર્તા આપોઆપ આકાર લેવા માંડી. એમાંય વળી છેલ્લે અણધાર્યો ટ્વિસ્ટ પણ ઉમેરાયો!

‘મારી પાસે દસથી બાર ક્લાકનું ફુટેજ એકઠું થઈ ગયું હતું એટલે ખરું યુદ્ધ એડિટિંગ કરતી વખતે લડવાનું હતું,’ હાર્દિક કહે છે, ‘મેં બે મહિના માટે આઈ-મેક ક્મ્પ્યુટર ભાડે લઈ લીધું . દિવસ-રાત એક કરીને માંડયો એફ્સીપી (ફાયનલ કટ પ્રો) પર ફિલ્મ એડિટ કરવા.

‘ઈન અ ફિચર ફિલ્મ, રાઈટિંગ ઈઝ ઈક્વીવેલન્ટ ટુ ડિરેક્ટિંગ, ઈન અ ડોક્યુમેન્ટરી, એડિટિગં ઈઝ ઈક્વીવેલેન્ટ ટુ ડિરેક્ટિંગ,’ હાર્દિક કહે છે, ‘ડોકયુમેન્ટરી માટે એવી છાપ પડી ગઈ છે કે એ તો બોરિંગ અને શુષ્ક જ હોય, જ્ઞાાન આપવા માટે હોય. ઈવન ડોકયુમેન્ટરી ફિલ્મમેકર્સ પણ ઘણી વાર ટીચરના રોલમાં આવી જતા હોય છે. મારો અપ્રોચ એક સાક્ષી તરીકેનો હતો. ‘અમદાવાદમાં ફેમસ’માં કોઈ સૂત્રધાર નથી, નીચે કોઈ લખાણ આવતું નથી. મારે એટલે કે હાર્દિક મહેતાએ અમદાવાદની ઉત્તરાયણ કેવી હોય એ દુનિયાને દેખાડવું હોય તે રીતે નહીં, પણ ઝૈદ નામનો ટાબરિયો જાણે પોતાના ઉત્તરાયણના અનુભવો સૌની સાથે શેર કરતો હોય તે રીતે ફિલ્મ એડિટ કરી છે. જુદાં જુદાં કેટલાય વર્ઝન બન્યાં. આખરે આઠમું વર્ઝન લૉક કરવામાં આવ્યું.’

કમાલનાં વિઝ્યુઅલ્સ છે ફિલ્મમાં. અઢી-ત્રણ મિનિટનું ટ્રેલર જોતાં જ આપણા ચહેરા પર સતત સ્માઈલ થીરકતું રહે છે. (આ લેખ પૂરો કરીને પહેલું કામ યુટ્યુબ પર ‘અમદાવાદમાં ફેમસ’નું ટ્રેલર જોવાનું કરજો.) અધ્ધર જોઈને આમતેમ ચાલતા-ડોલતા-કૂદતા લોકે, કપડાંમાં ભરાઈ જતા દોરા, એક ધાબાથી બીજા ધાબા પર થતી બંદરછાપ કૂદાકૂદી, સાંજે છત પર પર શરૂ થઈ જતા ગરબા, રાત્રે અસંખ્ય દૈદીપ્યમાન તુકલથી છલકાઈ જતું આકાશ…! ઝૈદ મસ્તીખોર અને જીવંત છોકરો છે. ગુજરાતી-હિંદી મિશ્રિત ભાષા એ બોલે છે. એક વાર એ કુદરતી રીતે જ સરસ બોલી ગયેલો કે, ‘હાઈટ કમ હૈ પર ફાઈટ જ્યાદા હૈ!’

‘અમદાવાદમાં ફેમસ’ જેણે જેણે જોઈ એ સૌને જલસો પડી ગયો છે. ગઈ ઉત્તરાયણમાં અમદાવાદમાં ખાસ શો રાખવામાં આવ્યો હતો ત્યારે ઝૈદ અને પોળના એના દોસ્તારો ત્રણ-ચાર રિક્ષામાં ઠાંસોઠાંસ ભરાઈને આવ્યા હતા. સ્ક્રીન પર ખુદના મસ્તીતોફાન જોઈને તેઓ હસી હસીને પાગલ થઈ ગયા હતા. પછી શરૂ થઈ ડોકયુમેન્ટરીની ફેસ્ટિવલ સિઝન. જ્યાં જ્યાં આ ફિલ્મ રજૂ થઈ ત્યાં દરેક જગ્યાએ તેણે છાકો પાડી દીધો. બુડાપેસ્ટમાં ઈન્ટરનેશન ડોકયુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ શોટ ડોકયુમેન્ટરીનો અવોર્ડ, અલ ઝઝીરા ઈન્ટરનેશનલ ડોકયુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ શોટ ડોકયુમેન્ટરીની જ્યુરી પ્રાઈઝ, મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (એમઆઈએફ્એફ્)માં બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ એડિટર (હાર્દિક મહેતા)ના અવોર્ડ્ઝ, બેલગ્રેડ ફ્લ્મિ ફેસ્ટિવલમાં ગોલ્ડન પ્લેક અવોર્ડ અને ૬૩મા નેશનલ ફિલ્મ અવોર્ડ્ઝમાં બેસ્ટ નોન-ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર! બીજા કેટલાંય પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ભાગ લેવાનું હજુ તો બાકી છે!

આણંદ એગ્રિક્લ્ચર યુનિવર્સિટીમાંથી ડેરી ટેક્નોલોજીમાંથી બી.ટેક. કરનારો હાર્દિક મહેતા નામનો એન્જિનિયર છોકરો ફિલ્મમેકર શી રીતે બની ગયો? હાર્દિક હસે છે, ‘મેં એક વાર ટ્વિટર પર કોઈનું ક્વોટ વાંચેલું કે ભારતમાં તમે પહેલાં એન્જિનિયર બની જાઓ છો અને પછી વિચારો છો કે હવે લાઈફ્માં આગળ શું કરવું છે! મારા કેસમાં એક્ઝેકટલી આવું જ બન્યું. મારા દાદાજી વિખ્યાત સંગીતકાર ખેમચંદ પ્રકાશ સાથે ગાયક તરીકે કામ કરવા મુંબઈ આવવા માગતા હતા, પણ એમને અટકવવા માટે એમનાં બા ઉપવાસ પર ઉતરી ગયેલાં! દાદા તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરીઅર ન બનાવી શકયા, પણ મને લાગે છે કે એમની અધૂરી ઈચ્છા હું પૂરી કરી રહૃાો છું!’

આણંદમાં ભણતી વખતે હાર્દિક અને એના રૂમમેટ ભરત પરમાર એક જ કામ કરતા – ગોપી, તુલસી, શિવાલય જેવાં સિંગલ સ્ક્રીન થિયેટરોમાં મેઈનસ્ટ્રીમ મસાલા ફિલ્મો જોવાનું. એમાંય રામગોપાલ વર્માની ફ્લ્મિો પાછળ તો બન્ને ગાંડા ગાંડા. એન્જિનિયરિંગ પૂરું ર્ક્યા પછી હાર્દિકે સુમુલ ડેરીમાં ટેક્નિકલ ઓફિસર તરીકે જોબ તો સ્વીકરી, પણ આવા શુષ્ક કમમાં રસ શી રીતે પડે? દોઢ જ મહિનામાં નોકરી છોડી દીધી ને કોગિન્ટો નામની એડ એજન્સીમાં કોપી રાઈટર તરીકે કામ કરવા માંડયું. ૨૦૦૫-૦૬ની આ વાત. દરમિયાન ટાઈમ વીડિયો નામની એક લાઈબ્રેરીના માલિક સાથે ભેટો થઈ ગયો. સિનેમાના એ ગજબના ચાહક. હાર્દિક આઈએમડીબી વેબસાઈટ પરની દુનિયાની ટોપ હન્ડ્રેડ ને ટોપ ટુ હન્ડ્રેડ બેસ્ટ ફ્લ્મિોની સૂચિઓમાંથી નામો શોધી શોધીને દુનિયાભરની ફિલ્મોની ડીવીડી ઘરે લઈ આવે. રોજની બબ્બે ફિલ્મો જુએ. આ જ લાઈનમાં આગળ વધવું છે એવી માનસિક સ્પષ્ટતા થઈ એટલે વિઝ્યુઅલ મીડિયમનું વિધિવત ભણતર લેવાં માટે કેટલીય જગ્યાએ અપ્લાય ર્ક્યું. દિલ્હીની જામિયા મિલિયા યુનિવર્સિટીના માસ ક્મ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં એડમિશન મળ્યું ને જીંદગીને નિર્ણાયક દિશા મળી ગઈ.

‘મને જર્મન ફિલ્મમેકર વર્નર હર્ઝોગનું એક વાકય બહુ ગમે છેઃ એવરીવન હુ મેકસ ફ્લ્મ્સિ હેઝ ટુ બી અન એથ્લેટ ટુ અ સર્ટન ડિગ્રી બિકોઝ સિનેમા ડઝ નોટ ક્મ ફ્રોમ એકેડેમિક થકિં્ગિં. જો ફિલ્મો બનાવવી હશે તો અખાડામાં ઊતરવું પડશે, હાથ-પગ ગંદા કરવા પડશે, કષ્ટ સહન ક્રવું પડશે, દરેક પ્રકારનાં કામ જાતે કરવા પડશે. એક્લા એસ્થેટિકસથી કામ નહીં ચાલે. હર્ઝોગની આ વાતને મેં મારી ફિલોસોફી બનાવી દીધી છે,’ હાર્દિક ક્હે છે.

જામિયા મિલિયામાં ભણતી વખતે જ ભાવિ પત્ની આકાંક્ષા ઉપરાંત ફેક્લ્ટી તરીકે આવેલા ફિલ્મમેકર દેવ બેનેગલ સાથે સંપર્ક થયો. દેવે હાર્દિક્ને મુંબઈ બોલાવી લીધા, અભય દેઓલવાળી પોતાની ‘રોડ’ નામની ઓફ્બીટ ફિલ્મની ટીમમાં જોડાવા માટે. હાર્દિક્ની બોલિવૂડયાત્રા આ રીતે શરૂ થઈ. પછી વિક્રમાદિત્ય મોટવાણેની ‘લુટેરા’ (રણવીર સિંહ – સોનાક્ષી સિંહા), પંક્જ ક્પૂરની ‘મૌસમ’ (શાહિદ ક્પૂર- સોનમ ક્પૂર) અને વિકાસ બહલની ‘ક્વીન’ (કંગના રનૌત)માં સ્ક્રિપ્ટ સુપરવાઈઝર તરીકે કામ કરીને ઓન-ધ-જોબ ખૂબ બધું શીખ્યા. ‘વડોદરા – ધ બિગ લિટલ સિટી’ અને ‘સ્કિન ડીપ’ નામની સુંદર શોર્ટ ફિલ્મ્સ બનાવી. ‘અમદાવાદમાં ફેમસ’ બનાવીને ચિક્કાર પ્રતિષ્ઠા મેળવી. બસ, હવે ઈન્ડિપેન્ડન્ટ ફિચર ફિલ્મમેકર તરીકે નવેસરથી ધડાકો કરે એટલી જ વાર છે.

ઓલ ધ બેસ્ટ, હાર્દિક!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2016 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.