મલ્ટિપ્લેક્સ : આનંદયાત્રા
Sandesh – Sanskaar purti – 25 August 2013
Column : મલ્ટિપ્લેક્સ
‘શિપ ઓફ થિસિઅસ’ બનાવનાર આનંદ ગાંધી ક્યાંક વન-ફિલ્મ-વન્ડર તો નહીં બની રહેને? આ તેજસ્વી ગુજરાતી યુવાનને નિરાંતે મળ્યા પછી, એનું પેશન અને ઊંડાણ નજીકથી નિહાળ્યા પછી જે ઉત્તર મળે છે તે આ છેઃ ના.’શિપ ઓફ થિસિઅસ’ની સફળતા ફ્લ્યુક નથી. તેની અસાધારણ કરિયરની આ તો હજુ શરૂઆત છે.
* * * * *
આનંદ ગાંધી અને એના લેટેસ્ટ ઘર વચ્ચે આકર્ષક વિરોધિતા છે. મુંબઈના અંધેરી-વેસ્ટ વિસ્તારના એક પોશ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં આવેલા એના ફ્લેટ સુધી પહોંચતા પહેલાં તમારે જડબેસલાક સિક્યોરિટીના સાત કોઠા ભેદવા પડે છે, પણ આ તેજસ્વી યુવાન ફિલ્મમેકરે પોતાના વ્યક્તિત્વની આસપાસ કોઈ કિલ્લાબંધી રાખી નથી. આનંદ ગાંધીની ‘શિપ ઓફ થિસિઅસ’ ફિલ્મ ભારતીય સિનેમામાં એક સાઇલન્ટ બોમ્બની જેમ ફાટી છે,જેના તરંગો આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયા છે. ‘શિપ ઓફ થિસિઅસ એ નથી ‘ચેન્નાઈ એકસપ્રેસ ક્ે નથી ‘થ્રી ઈડિયટ્સ’. એ ટિપિક્લ આર્ટ ફિલ્મ તો નથી જ નથી. આ ફિલ્મના કન્ટેન્ટ વિશે ખૂબ લખાઈ અને ચર્ચાઈ ચૂક્યું છે. તમને તો રસ છે આ ફિલ્મ બનાવનાર માણસને જાણવામાં. તમારે એ સમજવું છે કે વ્યક્તિની ખરી ઓળખ અને એની નિરંતર પરિવર્તનશીલતા વિશે આટલી દળદાર, દમદાર અને ગહન વાતને ખૂબસૂરતીથી પેશ કરી શકનાર આનંદ ગાંધી સ્વયં કઈ માટીમાંથી બન્યા છે?માણસના આંતરિક માળખાની વાત કરનાર આનંદ ગાંધીનું ખુદનું આંતરિક બંધારણ કેવું છે?
“આજે ‘શિપ ઓફ થિસિઅસ’ની આખી ટીવી પીવીઆર-જુહુ જવાની છે,” આનંદૃ શરુઆત કરે છે, “આમિર (ખાન), કિરણ (રાવ) અને મારું ફેમિલી પણ આવી રહ્યાં છે. અમે સૌ ઓર્ગન ડોનેશન માટેનું ફોર્મ સાઈન ક્રીશું. એવી ક્ંઈક્ વ્યવસ્થા થવાની છે કે ફિલ્મ જોવા આવનાર દૃરેક્ દૃર્શક્ને ટિક્ટિની સાથે ઓર્ગન ડોનેશન માટેનું ફોર્મ પણ મળશે.”
એ જ એના ટ્રેડમાર્ક બની ગયેલા વાંકડિયા શ્વેત-શ્યામ વાળ, ત્રણ-ચાર દિવસની વધેલી અને કદાચ ટ્રિમ કરેલી દાઢી, એકવડિયા શરીર પર લૂઝ ટીશર્ટ અને બ્લૂ જિન્સ. આનંદ પાક્કા ગુજરાતી પરિવારનું ફરજંદ છે.
“મારું બાળપણ બહુ જ મજાનું વીત્યું,” ૩૨ વર્ષીય આનંદ ગાંધી વાતચીતની શરૂઆત કરે છે, “સાવ નાનો હતો, છ વર્ષનો, ત્યારે મારે સાયન્ટિસ્ટ બનવું હતું. પછી એક્ટર બનવાની ઇચ્છા થઈ, પછી જાદુગર બનવાની. મારે આ બધંુ જ બનવું હતું! શરૂઆતમાં અમે મુંબઈમાં પ્રિન્સેસ સ્ટ્રીટમાં રહેતા હતા. હું સાત વર્ષનો થયો ત્યારે મારાં મમ્મી-પપ્પા અલગ થઈ ગયાં. હું અને મમ્મી નાના-નાનીના ઘરે રહેવા આવી ગયાં, બોરીવલી.”
પોતાના અંગત જીવનનાં પાનાં ખોલતી વખતે આનંદ સંપૂર્ણપણે સહજ રહે છે. એવી સહજતા, જે ફકત આત્મવિશ્ર્વાસ, આત્મગૌરવ અને સશકત સેન્સ-ઓફ-સિક્યોરિટીમાંથી જ જન્મી શક્ે. આનંદના નાના દીનકર મહેતા પહેલાં પ્રિન્સેસ સ્ટ્રીટસ્થિત ગુજરાતી પુસ્તકોના પ્રકાશક આર.આર. શેઠની કંપનીમાં કામ કરતા. પછી સ્વતંત્રપણે પુસ્તકોના ઓર્ડર લઈને ઘરે-ઘરે જઈ ડિલિવરી આપવાનું શરૂ કર્યું. ‘શિપ ઓફ થિસિઅસ’માં નાનાજી બે દૃશ્યોમાં દેખાય છે. નાનાજીની આર્થિક સ્થિતિ અત્યંત સાધારણ. બોરીવલીમાં એક ચાલીના પાછળના ભાગમાં ઊભી કરેલી નાનકડી ઓરડી એટલે એમનું ઘર. ઈંટની ચાર દીવાલો અને ઉપર પતરું. એક દીવાલમાંથી ઝાડનું થડ સોંસરવું પસાર થાય! આજે ભારતીય ઈન્ડિપેન્ડન્ટ સિનેમાના બ્લૂ-આઈડ-બોય બની ચૂકેલા આનંદ ગાંધીનું બચપણ અહીં પસાર થયું છે. આર્થિક્ અભાવો ઘણી વાર વ્યકિતત્ત્વને કુઠિત કરી નાખતા હોય છે, પણ પરિવારમાં લાગણીની સભરતા અને હૂંફની સમૃદ્ધિ એટલી ચિક્કાર માત્રામાં હતી કે નાણાભીડની ઝાળ આનંદૃને ક્યારેય ન લાગી.
“મારી લોન્ગ-ટર્મ-મેમરી બહુ જ શાર્પ છે,” આનંદૃ ક્હે છે, “હું 2 વર્ષનો હતો ત્યારની ઘટનાઓ પણ મને યાદૃ છે. પપ્પા વહેલી સવારે ક્ામ પર નીક્ળી જતા અને હું રાત્રે હું સૂઈ ગયો હોઉં ત્યારે પાછા ફરતા. એટલે મેં એમની સાથે બહુ સમય વીતાવ્યો જ નથી. શરૂઆતથી જ હું મમ્મી સાથે ખૂબ એટેચ્ડ છું. તેથી જ કદાચ દક્ષિણ મુંબઈ છોડીને નાના-નાની સાથે રહેવા ગયાં ત્યારે મને કશું અસામાન્ય નહોતું લાગ્યું. હા, મારે સ્કૂલ છોડવી પડી તેથી ટીચરો અને બચ્ચાં દુઃખી જરૂર થઈ ગયેલાં.”
બોરીવલીમાં મહિને પાંચ રૂપિયા ફીવાળી એક સરકારી સ્કૂલમાં નાનકડા આનંદને દાખલ કરવામાં આવ્યો, અંગ્રેજી માધ્યમમાં. દીકરાને સારામાં સારી રીતે ઉછેરવા માટે મમ્મી જયશ્રીબહેન દિવસ-રાત ખૂબ મહેનત કરે. દીકરાને જાતજાતની એક્ટિવિટીઝમાં ભાગ લેવડાવે, એ લાઇબ્રેરીમાં વાંચતો હોય તો બહાર કલાકો સુધી બેસી રહે. દીકરાને કેવળ વાંચતા જ નહીં વિચારતા પણ શીખવે. એની જિજ્ઞાસાવૃત્તિ સતત સતેજ રહે અને સંતોષાતી રહે તે માટે એકધારા પ્રયત્નો કરે. સ્કૂલના ટીચરે શારીરિક શિક્ષા કરી હોય તો એની સાથે લડે, હાથ લગાડયા વગર પણ વિદ્યાર્થી સાથે કમ્યુનિકેટ કરી શકાય છે એવો આગ્રહ રાખે, દીકરાને પોતાના અધિકારોનું જ નહીં જવાબદારીઓનું પણ ભાન કરાવે.
“મારી મમ્મી ઈન્ટેલેકચ્યુઅલ તો નહીં, પણ વેલ-ઈન્ફોર્મ્ડ જરુર છે. એનો જીવનરસ ગજબનો છે,” મમ્મી વિશે વાત કરતી વખતે આનંદૃના ચહેરા પર ખુશનુમા ચમક્ આવી જાય છે, “શી ઈઝ વેરી ક્યુરિયસ. ફિકશન વાંચવું બહુ જ ગમે એને. મમ્મી અને નાની ગુજરાતી સાપ્તાહિક્ોમાં ધારાવાહિક્ સ્વરુપે પ્રગટ થતી નવલક્થાઓના હપ્તા ક્ાપી ક્ાપીને સાચવી રાખે. મમ્મીને ગુજરાતી નાટક્ો જુએ, ખૂબ બધી હિન્દૃી ફિલ્મો જુએ. સ્વભાવે ક્લ્પનાશીલ. કવિ બરક્ત વિરાણીને પરણવાની ખ્વાહિશ હતી!”
આટલું ક્હીને આનંદૃ ખડખડાટ હસી પડે છે. પછી ઉમેરે છે, “મમ્મીને પ્રવાસ કરવો એટલો બધો ગમે કે દૃર છ મહિને એક્-બે વીક્ માટે બહાર ફરવા જવું જ પડે. મને યાદૃ છે, વર્ષો પહેલાં એને નેપાળ જવાની ખૂબ ઈચ્છા થઈ હતી. તે વખતે આર્થિક્ પરિસ્થિતિ એવી તો હતી નહીં કે આ ઈચ્છા પૂરી થઈ શક્ે. એટલે મમ્મી એક્ ટ્રાવેલ એજન્સીનો અપ્રોચ ર્ક્યો. ક્હ્યું કે પગાર નહીં આપો તો ચાલશે, પણ મને નેપાળના પ્રવાસ દૃરમિયાન લોક્ોની વ્યવસ્થા સાચવવાનું ક્ામ આપો કે જેથી મારે પણ નેપાળ ફરાઈ જાય! ટ્રાવેિલગનો આવો અદૃમ્ય શોખ!”
નાની ઈન્દુબહેન ખૂબ ધાર્મિક. તેઓ આનંદને ભજનમંડળીમાં લઈ જાય, ક્યાંય સપ્તાહ બેઠી હોય કે કથા ચાલતી હોય તો ત્યાં સાથે લઈ જાય, સાધુસંતોને પગે લગાડવા લઈ જાય. આ બધું જ – નાનાનો પુસ્તકો સાથેનો સહવાસ, નાનીની ધર્મભાવના અને જીવનરસથી છલછલતી માતાની દીકરા પ્રત્યેની નિષ્ઠા – આ તત્ત્વોથી આનંદનું ‘આંતરિક માળખું’ બનતું ગયું. એક નક્કર પાયો રચાતો ગયો જેના પર એનું ખુશખુશાલ બાળપણ જ નહીં બલકે ભવિષ્યનું વ્યક્તિત્વ પણ ઊભું રહેવાનું હતું.
“થર્ડ સ્ટાન્ડર્ડમાં મેં સ્ટુડન્ટ નોલેજ એન્સાઇક્લોપીડિયાના એકથી છ ભાગ વાંચ્યા હતા.” આનંદ કહે છે, “મને આ બુક્સ એટલી બધી ગમી ગઈ કે મારે તે ખરીદવી હતી. એક-એક ભાગની કિંમત ૩૨થી ૪૦ રૂપિયા જેટલી. તે વખતે તો આટલી રકમ પણ પોસાય એમ નહોતી. આ ૧૯૮૮ની વાત છે. મેં કહ્યું કે મારે દિવાળીમાં ફટાકડા નથી ફોડવા. એ પૈસામાંથી મને એક ચોપડી લઈ આપો. આ રીતે ધીમે ધીમે કરતાં દોઢ વર્ષમાં છએ છ ભાગ મારી પાસે આવી ગયા. આજે વિચારું છું તો લાગે છે કે એ ચોપડીઓ મારી જિંદગીનો પહેલો મોટો ર્ટિંનગ પોઇન્ટ હતો. તે પછી મમ્મીએ મને ૪૦૦ રૂપિયાનો સ્ટીલ કેમેરા લઈ આપેલો. આ તો બહુ મોટી વાત હતી મારા માટે. મારી પાસે એવી વસ્તુ આવી ગઈ હતી જે બાજુની ચાલીમાં રહેતા છોકરાઓ પાસે પણ નહોતી!”
પેઈન્ટિંગ વર્કશોપમાં રંગોથી લપેડા કરવા, મોંઘેરા કેમેરાથી ફોટા પાડવા… આનંદ ગાંધીની વિઝ્યુઅલ્સ તરફની આ કદાચ પહેલી ગતિ હતી. આનંદ નાનપણથી જ સ્વભાવે ખૂબ બહિર્મુખ. પરફોર્મિંગ આટ્ર્સમાં ખૂબ રસ. ત્રીજા ધોરણમાં પહેલી વાર નાટક લખ્યું હતું અને ડિરેક્ટ પણ કર્યું હતું. નાચવું પણ ખૂબ ગમે. સાવ નાનકડા હતા ત્યારે નાની એક વાર મોરારીબાપુની કથામાં લઈ ગયેલાં. બાપુએ રામધૂન શરૂ કરી અને ટાબરિયો માંડયો ઊભો થઈને બિન્ધાસ્ત નાચવા. બીજા દિવસે એક ગુજરાતી અખબારમાં એ તસવીર છપાઈ. નીચે કેપ્શન હતું :
“શું આ છોકરો મોટો થઈને સંત બનશે?”
છોકરાને તો મોટા થઈને ઘણું બધું બનવું હતું. એક્ વાર નાનાજીએ ગુજરાતી છાપામાં છપાયેલા યહૂદીઓ વિશેના લેખ મોટેથી વાંચી સંભળાવ્યો.યહૂદી મહાનુભાવો વિશે જાણીને આનંદૃ ક્હે: નાનાજી, મારે આ બધું જ બનવું છે. નાના ક્હે: ક્ેમ નહીં બેટા, તું મોટો થઈને ધારે તે બની શક્ે છે! વડીલોએ સાવ સહજભાવે ક્હેલી આવી નાની નિર્દૃોષ વાતો બાળમનમાં અંક્તિ થઈ જતી હોય છે, જે ભુલી શકાતી નથી. ગણિત સૌથી પ્રિય વિષય બની ગયો હતો. સ્ક્ૂલમાં વિદ્રોહી વિદ્યાર્થીની છાપ ઊપસી ચુકી હતી, કારણ કે ઘણીવાર ટીચર્સ કરતાં આ સ્ટુડન્ટની સજ્જતા વધારે રહેતી. દિમાગ હમઉમ્ર બચ્ચાં કરતાં ઘણી વધારે તેજીથી અને ઘણી વધારે દિશાઓમાં વિકસતું જતું હતું. વાંચનની ભૂખ જબરદસ્ત ઊઘડી ચૂકી હતી.
આનંદ કહે છે, “૧૩થી ૧૫ વર્ષ દરમિયાન મેં ચિક્કાર વાંચ્યું. ગાંધી, વિવેકાનંદ, રમણ મહર્ષિ… એન રેન્ડની નવલકથા ‘ફાઉન્ટનહેડ’ વાંચીને મારું દિમાગ ચકરાઈ ગયું હતું. એન રેન્ડનું તમામ સાહિત્ય એ જ અરસામાં વંચાઈ ગયું. એક પુસ્તકની પ્રસ્તાવનામાં એણે એરિસ્ટોટલનો ઉલ્લેખ કર્યો હતો. તેથી મેં એરિસ્ટોટલનું જે કંઈ સાહિત્ય મળ્યું તે વાંચ્યું. એ વાંચતાં વાંચતાં પ્લેટો અને સોક્રેટિસ તરફ વળ્યો. બર્ટ્રાન્ડ રસેલ વાંચીને હું ઝૂમી ગયો હતો. રસેલનાં લખાણોમાં એક ધાર છે, જોશ છે. મને લાગે છે કે રસેલ વાંચ્યા પછી મારામાં એક પ્રકારનું આર્ટિક્યુલેશન આવ્યું. વેરવિખેર વિચારોને ચોક્કસ ઢાંચામાં વ્યવસ્થિત રીતે વ્યક્ત કરતાં આવડયું. મને બરાબર યાદૃ છે, એક્ વાર સ્ક્ૂલે જતી વખતે હું ચાલતા ચાલતા હું ક્શાક્ જાપ કરી રહ્યો હતો. એક્ાએક્ જાણે દિમાગમાં ભડકો થયો હોય તેમ બધું સ્પષ્ટ દૃેખાવા લાગ્યું, સમજાવા લાગ્યું. જે ક્ંઈ વાંચ્યું-વિચાર્યું હતું તેના છેડા અત્યાર સુધીમાં હવામાં અલગ અલગ લટક્તા હતા, પણ અચાનક્ તે સૌના અંકોડા એક્બીજામાં ભીડાઈને એક્ આખું ચિત્ર ઊપસવા લાગ્યું. મને સમજાયું કે જેમ ધર્મ મનુષ્ય-સર્જિત છે તેમ ઈશ્ર્વર પણ મનુષ્ય-સર્જિત છે. બીજા ક્ેટલાય ક્ોન્સેપ્ટ્સ સ્પષ્ટ થઈ ગયા. આ મારી યુરેક્ા મોમેન્ટ હતી. એ અલગ વાત છે કે યુરેકા મોમેન્ટ જેવું ક્શું હોતું નથી. વૈજ્ઞાનિકોએ તો એન્લાઈટન્મેન્ટ પાછળનું પણ સ્પષ્ટ કરી આપ્યું છે!”
ફિલોસોફિક્લ ફન્ડા તો મજબૂત થયા, પણ જિંદગીમાં એક્ એવું પગલું ભરાઈ ગયું જેના માટે પછી અફસોસ કરવો પડ્યો. આનંદૃ ક્હે છે, “એસએસસી ર્ક્યા પછી મેં કોમર્સ લાઈન લીધી. જિંદગીની આ મોટામાં મોટી ભુલ. મારે થિયેટર કરવું હતું અને પોદ્દાર ક્ોલેજમાં કોમર્સ કરીશ તો આ પ્રક્ારની એકિટવિટી ખૂબ કરવા મળશે એવું વિચાર્યું હશે… પણ કોમર્સમાં જવાને કારણે મારી યાત્રા પૉઝ થઈ ગઈ. કોમર્સના વિષયો મારા માટે તદ્દન નકામા હતા. મારી શીખવાની ભૂખ ભડકી ચુકી હતી જે અહીં બિલકુલ સંતોષાવાની નહોતી. તેથી ફર્સ્ટ યર પછી મેં કોલેજ જવાનું બંધ ર્ક્યું. આઈ એમ એ કોલેજ ડ્રોપ-આઉટ. મારે પરિવારને સમજાવવું પડ્યું કે હું કોલેજ નહીં જાઉં એનો અર્થ એ નથી કે હું હવે સમય વેડફીશ. મારી શીખવાની અને ભણવાની પ્રક્રિયા તો ચાલુ જ રહેશે. ફકત તે મારી રસરુચિ અને પસંદૃગી પ્રમાણેનું હશે, એટલું જ.”
કોલેજમાં પ્રવેશ કર્યો તે પહેલાં જિંદગી ઔર એક કરવટ લઈ ચૂકી હતી. મમ્મીનાં પુનર્લગ્ન થવાથી બોરીવલીથી ઘાટકોપર શિફ્ટ થવાયું. સોળ વર્ષની ઉંમરે એક એનિમેશન-ગ્રાફિક્સ સ્ટુડિયો શરૂ કર્યો. ડ્રોપ-આઉટ થયા પછી આનંદે ‘સબરંગ’ નામ હેઠળ ચાલતા સેમિનાર એટેન્ડ કરવા શરૂ કર્યા. ગણિત, મેનેજમેન્ટ, શાસ્ત્રીય નૃત્યો, વેસ્ટર્ન મ્યુઝિક, ઇતિહાસ જેવા જુદા જુદા વિષયો પર દર અઠવાડિયે વિશેષજ્ઞાો ઈન્ટેકિટવ સેશન્સ લે. આનંદૃની તાસીર સાથે આ બંધ બેસતું હતું. ‘પાવર પ્લે’ નામના એનરોનનો વિરોધ કરતા પુસ્તકના લેખક અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીના સ્કોલર અભય મહેતાની સાથે જોડાયા. આલોક ઉલફત નામના જાણીતા રંગકર્મી સાથે જોડાઈને થિયેટર કર્યું. ‘સુગંધી’, ‘પ્રત્યંચા’ જેવા કેટલાંય એકાંકીઓ લખ્યાં, ભજવ્યાં અને ઈનામો જીત્યાં.
લેખક્-રંગર્ક્મી રાજેશ જોશી સાથે ક્મસે ક્મ એક્ વાર કામ કરવાની ખ્વાહિશ હતી, જે ‘ક્યું કિ સાસ ભી ક્ભી બહૂ થી’ની ટીમમાં જોડાઈને અને સંવાદૃો લખીને પૂરી ક્રી. આનંદૃનાં નાની ઈન્દૃુબહેન ‘ ક્યુંકિ…’ના સેટ પર અવારનવાર આવતાં. એક્તા ક્પૂર સહિત સૌને તેઓ એટલા પસંદૃ પડી ગયાં કે તેમના માટે ખાસ એક્ પાત્ર ઊભું કરવામાં આવ્યું – ‘અરરર… તક્યિાક્લામથી પ્રસિદ્ધ થઈ ગયેલાં Ketki દૃવે (દૃક્ષાચાચી)નાં જુનાગઢવાસી માસીનું! પછી તો નાનીએ ઘણી સિરિયલોમાં નાના-નાના રોલ્સ ર્ક્યા છે. ‘ક્યૂં કિ…’ અને ‘કહાની ઘર ઘર કી’ જેવી સિરિયલોમાં સંવાદ લખ્યા તે આનંદ ગાંધીની ઉંમર હતી ૧૯-૨૦ વર્ષ. ખુદને ઓળખવાનો, ખુદનો અવાજ શોધવાનો તે તબક્કો હતો. આનંદને હવે મુખ્યત્વે બે વિકલ્પો દેખાતા હતા. કાં તો થિયેટર એક્ટર-ડિરેક્ટર બનવું યા તો ફિલ્મમેકર બનવું. ૨૧ વર્ષે નિર્ણય લેવાઈ ગયોઃ ફિલ્મમેકર!
‘મને સમજાયું ક્ે જો હું ફિલ્મો બનાવીશ તો વૈજ્ઞાનિક્ બનવાના અને જાદૃુના ખેલ ક્રવાના મારા અભરખા પણ આડક્તરી રીતે પૂરા થઈ જશે,’ આનંદૃ હસે છે. હસતી વખતે આનંદૃની તેજસ્વી આંખો ઝીણી થઈ જાય છે. ૨૦૦૩માં, ૨૩ વર્ષની ઉંમરે આનંદ પોતાની પહેલી શોર્ટ ફિલ્મ બનાવે છે – ‘રાઈટ હિઅર રાઈટ નાઉ’. ૨૯ મિનિટની આ ફિલ્મમાં માત્ર એક્ જ ક્ટ છે. મતલબ કે ફકત બે લાંબા શોટ્સમાં આખી ફિલ્મ પૂરી થઈ જાય છે જેમાં ૧૨ લોકેશનો બદૃલાય છે અને ૧૯ પાત્રો ૮ ભાષામાં સંવાદૃો બોલે છે! આપણે ક્ો કોઈની સાથે સારું કે માઠું વર્તન કરીએ તેની અસરના પડછાયા ક્યાંના ક્યાં પહોંચતા હોય છે તેની આપણને ક્લ્પના પણ હોતી નથી. આ વાત ખૂબ જ મનોરંજક્ રીતે આ શોર્ટ ફિલ્મમાં ક્હેવાઈ છે. પુત્રનાં લક્ષણ પારણામાંથી. ‘રાઈટ હિઅર રાઈટ નાઉ ખૂબ વખણાઈ અને તેણે ખૂબ બધા નેશનલ-ઈન્ટરનેશનલ અવોર્ડ્ઝ જીત્યા. તે પછી ૨૦૦૬માં ઓર એક્ શોર્ટ ફિલ્મ આવી, ‘ક્ન્ટિન્યુઅમ’. આ અવોર્ડવિિનગ ફિલ્મમાં પણ એકાધિક્ પાત્રો અને સમષ્ટિ સાથેના તેમના આંતર-સંબંધની વાત છે. યુટ્યુબ પર જઈને આ બન્ને શોર્ટ ફિલ્મ્સ અચૂક્ જોવા જેવી છે.
વિશ્ર્વના શ્રેષ્ઠતમ ફિલ્મમેર્ક્સના સિનેમાની અસરોને ઝીલવાનું વર્ષો પહેલાં શરુ થઈ ચુક્યું હતું. ત્યારબાદ આનંદે પહેલી ફુલલેન્થ ફિલ્મ બનાવી, ‘શિપ ઓફ થિસિઅસ’. તે પછી જે કંઈ બન્યું તે, અંગ્રેજીમાં કહે છે તેમ, રેસ્ટ ઈઝ હિસ્ટ્રી.અંધ ફોટોગ્રાફર યુવતી, મૃત્યુ તરફ ધકેલાઈ રહેલા સિદ્ધાંતનિષ્ઠ સાધુ અને ક્ડિની કૌભાંડનું પગેરું શોધી રહેલો શેરદૃલાલ – આ ત્રણ પાત્રોની ત્રણ અલગઅલગ વાર્તાઓ, જીવન-મૃત્યુ-િહસા-કરુંણા-ધર્મ-અસ્તિત્ત્વ-ઈન્સિંટકટ-સ્વઓળખ જેવા મુદ્દાની મીમાંસા અને આખરે અદૃભુત રીતે ત્રણેય વાર્તાઓનું એક્બીજામાં ભળી જવું. ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ‘શિપ ઓફ થિસિઅસએ તરખાટ મચાવ્યો. ફિલ્મથી અભિભૂત થયેલી કિરણ રાવે આનંદૃ ગાંધીનો હાથ પક્ડ્યો. મેઈનસ્ટ્રીમ થિયેટરોમાં ફિલ્મ રિલીઝ થઈ અને આમદૃર્શકોને જુદૃો જ સિનેમેટિક્ અનુભવ થયો.
“મને હંમેશા ખૂબ અને સતત પ્રેમ મળ્યો છે,” આનંદૃ ક્હે છે, “પછી એ મારો પરિવાર હોય, હોય કે મારું ક્ામનું ક્ષેત્ર હોય.”
હવે શું? ‘શિપ ઓફ થિસિઅસને તો જાણે અક્લ્પ્ય પ્રેમ અને અટેન્શન મળી ગયા, પણ પછી? આનંદ ગાંધીનું નામ જે રીતે ગાજ્યું હતું તેના પરથી ઘણાના મનમાં સવાલ જાગ્યો હતો કે આ ગુજરાતી યુવાન વન-ફિલ્મ-વન્ડર તો નહીં બની રહેને? એવું તો નથીને નસીબના બળિયા આનંદને અઠ્ઠેગઠ્ઠે સફળતા મળી ગઈ છે? આનંદ ગાંધીને મળ્યા પછી, એની સાથે કલાકો ગાળ્યા પછી, એનું પેશન અને ઊંડાણ નજીકથી નિહાળ્યા પછી જે ઉત્તર મળે છે તે આ છેઃ ના, ‘શિપ ઓફ થિસિઅસ’ની સફળતા ફ્લ્યુક નથી. આનંદ સાધારણ વ્યક્તિ કે ફિલ્મમેકર નથી. તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતા આ વિચક્ષણ યુવાને સામેના માણસને આંજી નાખવા કોઈ સ્થૂળ પ્રયત્નો કરવા પડતા નથી. એ કેવળ સ્વાભાવિક્ રહે તો પણ, ક્દૃાચ એટલે જ, સામેના માણસને એની અભ્યાસુ પ્રક્ૃતિનો, કોઈ વાત વાતના મૂળ સુધી પહોંચવાની સહજ વૃત્તિનો અંદાજ મળી જાય છે.
અસાધારણ કરિયરની આ તો હજુ શરૂઆત છે. આનંદની પ્રોડક્શન કંપની રિસાઈકલવાલા ફિલ્મ્સ તરફથી હવે જે ફિલ્મ આવશે તેનું નામ છે ‘તુમ્બાડ’. આ એક કાલ્પનિક ગામનું નામ છે. પોસ્ટ પ્રોડક્શન તબક્કામાંથી પસાર થઈ રહેલી આ ‘ડાર્ક-ક્રીચર-પિરિયડ ફિલ્મ’માં ગ્રીડ (લાલચ) અને ઈવિલ (અશુભ તત્ત્વ)ની વાત છે. આ સિવાય બીજી બે ફુલલેન્થ ડોક્યુમેન્ટરી આવશે. આ ત્રણેય ફિલ્મો આનંદના સાથીઓ ખુશ્બુ રાંક્ા, વિનય શુકલા અને મેધા રામસ્વામીનું સર્જન છે. “મારી આગામી ફિલ્મોની વાત કરું તો, એક તો હું કિરણ રાવની ફિલ્મ લખી રહ્યો છું. મારી પોતાની બે ફિલ્મો પર પણ કામ ચાલુ છે. આમાંની પહેલી ફિલ્મનો વિષય મારો અત્યાર સુધીનો સરળ વિષય છે. નાયક અને એની મધર, ગ્રાન્ડમધર અને ગર્લફ્રેન્ડ સાથેના એના સંબંધો. બીજી ફિલ્મ ‘સ્ટારવોર્સ’ પ્રકારની સાયન્સ ફિક્શન હશે, જે બહુ જ મોટા સ્કેલ પર બનશે.”
આ સિવાય આનંદ અને કિરણ રાવ સાથે મળીને મુંબઈમાં એક કલ્ચરલ સેન્ટર બનાવવાનું પણ ધારે છે. ઓલ ધ બેસ્ટ, આનંદ.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply