ઈ.વી.એમને દોષ આપ્યા કરતાં પાર્ટીએ પોતાની પાર્ટી અને નેતૃત્વને દોષ જરૂર આપવો જોઈએ..
મને યાદ છે જ્યારે ગુજરાતની ચુંટણીમાં ભાજપને ૯૯ સીટ આવી હતી, અને કોંગ્રેસ પોતાની ‘મોરલ વિકટરી’ આગળના ૧૦ દિવસ સુધી ઉજવી રહી હતી. ત્યારે આ જ ત્રિપુરાની વિધાનસભા ચુંટણી માટે મોદી બીજા જ દિવસે ત્રિપુરા પહોંચી ગયા હતા.
મોદી પાસે માર્કેટિંગ સ્કીલ ગજબ છે, એ કોંગ્રેસ પણ માને છે. પણ, તેના જેવું માર્કેટિંગ કરવામાં સફળ નથી થતી. સત્તા પક્ષની સામે વિપક્ષ સાવ નબળો પુરવાર થયો છે. જોકે પહેલાં પણ હું કહી ચુક્યો છું, કે વિપક્ષનું નબળું હોવું એ ચિંતાજનક વાત છે.
સૌથી વધારે કમનસીબી એ છે કે જેવી ચુંટણી હારે, એટલે પોતાના ‘મહા સુકાની’ જેમને આ ગાદી માત્ર ને માત્ર પરિવારને લીધે મળી છે, તેમને બચાવવા બધા જ કોંગ્રેસીઓ લાગી જશે. પણ તે ‘સુકાની’ વિશે એક પણ શબ્દ બોલશે નહિ. અંદરખાને તો તેમને પણ થતું હશે, કે અમારો સુકાની જ નબળો છે જેના નેતૃત્વમાં અમે ૨૭ ચુંટણી હારી ચુક્યા અને ‘મોરલ વિકટરી’ માની ખુશ થશે.
કોંગેસ એક મજબુત પક્ષ હતો..!! તેના ધુરંધર નેતાઓ આજે પણ પેલા સુકાની પાછળ કેમ છુપાઈ જાય છે, એ મને સમજાતું નથી. શહેઝાદ પુનાવાલા એકલો એવો નેતા છે જે ‘સુકાની’ વિરુદ્ધ બોલી શક્યો બાકીના મહા દિગ્ગજો તો ‘સુકાની’ની રક્ષામાં લાગેલા હોય છે, અને એ સુકાનીની રક્ષા કરવામાં ને કરવામાં દરેક મેચ હારી જાય છે અને મોરલ વિકટરી ઉજવે છે.
ખરેખર પાર્ટી જ્યારે પરિવારવાદ છોડશે, ત્યારે આગળ આવશે બાકી આ તો આયા રામ ગયા રામ, અને મોરલ વિકટરી ઝીંદાબાદ જેવું છે…!!
( સુકાનીને સપોર્ટ કરવાવાળા ખોટું ન લગાડતા. તમારો સુકાની એટલો ‘મજબુત છે કે’ એને રમતાં શીખવવું પડે અને રમતાં વાગી જાય ને તો એને બચાવવો પડે..!!)
~ જય ગોહિલ
( Note : આ લેખકના અંગત મત છે, એટલે વિચારભેદની શક્યતા સહજ હોઈ શકે છે. કોઈ પણ કથન અંતિમ સત્ય તરીકે લેતા પહેલા પોતાના જ્ઞાન અને સમજ પૂર્વક એને તપાસવું. અસ્તુ…)
( નોંધ : આ જૂનો આર્ટિકલ છે)
Leave a Reply