૨૭ મે ૨૦૧૮નાં દિવસે ‘ઇસ્ટર્ન પેરીફેરલ એક્ષપ્રેસ હાઈવે’નું મોદી સાહેબે ઉદ્ઘાટન કર્યું અને આજે (આર્ટિકલ લખાયા) લગભગ એ વાતને ૧૫ દિવસ જેવા થયા. પણ ભારતીય મહાચોર તે હાઈવે પરની સોલાર પેનલ, બેટરી બધું ચોરીને લઇ ગયા..!! શું વાત છે. આ લોકોને મહાચોરનો એવોર્ડ મળવો જોઈએ..!! આ સમાચાર વાંચતા વાંચતા હું બે ઘડી વિચારમાં પડ્યો..!!
ભર ઉનાળે રસ્તા પર નીકળું અને પાણીની પરબ માટે મુકેલી બોટલને ભારત દેશમાં ચેન બાંધીને રાખવી પડે છે.
એથીય નીચું વિચારીએ રેલ ગાડીમાં રહેલા સંડાસનાં ડબલાને પણ ચેન બાંધીને રાખવી પડે છે…!!
એથીય નીચે ૨ રૂપિયાની પેન પણ બેન્કમાં બાંધીને રાખવી પડે છે, નહીતો ચોરોની કમી નથી..
આખા ભારતમાંથી ૧.૭ % લોકો ઇન્કમટેક્ષ ભરે છે. બાકીના કેટલા લોકો મહાચોર છે…? લખવા જેવું ખરું…?
જી.એસ.ટી નો વિરોધ એ જ મહાચોર વેપારીઓ કરે છે જે અત્યાર સુધી ૧ રૂપિયો ટેક્ષ ભર્યો નહતો. પણ હવે જી.એસ.ટી એમને ટેક્ષ ભરવા પર મજબુર કરે છે, એટલે એમને મરચા બળે છે..!!
આપણા દેશમાં બે ચોર છે નેતા ચોર અને પ્રજા ચોર. થોડા પ્રમાણિક નેતા અને પ્રમાણિક માણસોથી આ દેશ આટલે પહોંચ્યો છે. જો થોડા પ્રમાણિકની જગ્યા થોડા જ ચોર મળ્યા હોત, તો દેશ ક્યા હોત..?
~ જય ગોહિલ
( Note : આ લેખકના અંગત મત છે, એટલે વિચારભેદની શક્યતા સહજ હોઈ શકે છે. કોઈ પણ કથન અંતિમ સત્ય તરીકે લેતા પહેલા પોતાના જ્ઞાન અને સમજ પૂર્વક એને તપાસવું. અસ્તુ…)
Leave a Reply