અભિનંદન, ૨૦૨૨ સુધીમાં ભારત વસ્તી વધારાની બાબતમાં ચીનને પાછળ છોડીને એક નવો મુકામ રચશે એવા અહેવાલ છે..!!
ભારત આજે પણ આટલી બધી ગરીબી, બેરોજગારી, ક્લાઈમેટ ચેન્જ જેવી સમસ્યાઓથી પીડાય રહ્યું છે તો શું જ્યાંરે વસ્તીનો ધરખમ વધારો થઇ જશે, જે હાલ પણ ચાલુ જ છે. ત્યારે તે આ બધી સમસ્યાઓનો સામનો કેવી રીતે કરશે…? કેવી રીતે લાવી શકાશે આ વિચિત્ર સમસ્યાઓનું સોલ્યુશન ?
ચીનએ One Child Policy અપનાવી, તો શું આપણે વસ્તી કન્ટ્રોલ કરવા માટે one child Policy અપનાવવી જોઈએ…?
એક અહેવાલ મુજબ ચીનની આ One Child policy એ Gender bias જેવી સમસ્યાઓને જન્મ આપ્યો હતો. એટલે ભારતમાં જે રીતે બાળક તરીકે માત્ર છોકરો જ હોવો જોઈએ એવી વિચારસરણી ચીનમાં પણ છે, એટલે one child policy ને ભારતમાં લાગુ પાડી શકાય એવું નથી.
B.B.C નાં ન્યુઝ પ્રમાણે ૧૯૭૫ની ઈમરજન્સી વખતે ૬.૨ મિલિયન ઇન્ડિયન પુરુષોને forcefully Sterilised કરવામાં આવ્યા. (http://www.bbc.com/news/world-asia-india-30040790) પરંતુ તેનું કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નહિ. એટલે આ પ્રકારનો કોઈ પર ફોર્સ કરીને વસ્તી વધારાને કંટ્રોલ કરી શકતો નથી એ પણ સત્ય વાત છે..!!
સોલ્યુશન : સોલ્યુશન માટે પહેલા fertility rate શું છે તે સમજીએ..!!
Fertility Rate નો મતલબ થાય છે કે ઓન એન એવરેજ એક સ્ત્રી દ્વારા જન્મ લેતા બાળકોની સંખ્યા..!! જે ‘2’ જેટલો ટાર્ગેટ કરવામાં આવે છે.
એક રીસર્ચ પ્રમાણે Literacy Rate(સાક્ષરતા દર) અને Fertility Rate (પ્રજનન દર) વચ્ચે વ્યસ્ત પ્રમાણ જેવું જોવા મળે છે. મતલબ સાક્ષરતા દર જેમ ઉંચો જાય છે તેમ પ્રજનન દર ઘટતો જાય છે. અને સાક્ષરતા દર નીચો જાય છે એમ પ્રજનન દર વધતો જાય છે.
ઉ.દા તરીકે
(કેરળ- સાક્ષરતા દર – ૯૩.૯૧, પ્રજનન દર- ૧.૬ ),
(દિલ્હી- સાક્ષારતા દર- ૮૬.૩૪, પ્રજનન દર- ૧.૭ ),
(સિક્કિમ – સાક્ષરતા દર- ૮૨.૨૦, પ્રજનન દર- ૧.૨) ,
(બિહાર- સાક્ષરતા દર- ૬૩.82, પ્રજનન દર- ૩.૪) ,
(ઉત્તર પ્રદેશ – સાક્ષરતા દર- ૬૯.૭૨, પ્રજનન દર- ૨.૭)
કહેવાનો મતલબ એટલો જ કે જે રાજ્યોમાં સાક્ષરતા વધુ છે, તેમાં પ્રજનન દર ઓછો છે અને જ્યાં સાક્ષારતા ઓછી છે એ જગ્યા તેનાથી ઉલટું છે. Education એ વસ્તી વધારાને કદાચ કન્ટ્રોલ કરી શકે છે. Education Promote કરવું એ આ સમસ્યાનું સોલ્યુશન બની શકે છે…!!
આપણને આમાં બહુ ખબર પડતી નથી હો..!! ભૂલ ચૂક માફ અને તમને નમસ્કાર…!!
Note : YouTube, Wikipedia નો ક્યાંક reference લીધેલો છે…!!
~ જય ગોહિલ
( Note : આ લેખકના અંગત મત છે, એટલે વિચારભેદની શક્યતા સહજ હોઈ શકે છે. કોઈ પણ કથન અંતિમ સત્ય તરીકે લેતા પહેલા પોતાના જ્ઞાન અને સમજ પૂર્વક એને તપાસવું. અસ્તુ…)
( નોંધ : આ જૂનો આર્ટિકલ છે)
Leave a Reply