5 સપ્ટેમ્બરનો મારો રાફેલ પર આખો આર્ટીકલ….હું રીપોસ્ટ કરું છું…’લોકસભામાં કાગળના રાફેલ ઉડ્યા એ વાતથી એટલે દુઃખી છું કે નેતાઓને ચૂંટીને આપણે આ માટે મોકલીએ છીએ કે એ લોકો લોકસભામાં કાગળના વિમાન ઉડાવી શકે ?
રાફેલ પર રાહુલ ગાંધી ૧૦૦ % ફેલ થશે. કારણ એક જુઠ ૧૦૦ વાર કહેવાથી એ સાચું થતું નથી. એક ને એક પ્રશ્ન રાહુલજી ખોટી રીતે ઉઠાવે છે. લગભગ ભાજપનાં સૌથી પ્રામાણિક ગણાતા નેતા પર પ્રશ્ન ઉઠાવી અને તેને લોકસભામાં ‘પ્રમાણિત’ નાં કરીને રાહુલ એ સેલ્ફગોલ કર્યો છે. અને રાહુલ લોકસભા ૨૦૧૯ સુધી આ ચાલુ રાખશે તો રાહુલ ફેલ થશે…!! એવું મારું માનવું છે…!!
( ૫ સપ્ટેમ્બર નો રાફેલનો આર્ટીકલ રીપોસ્ટ..!! )
◆ રાફેલની જરૂર કેમ પડી ?
1999માં થયેલા કારગિલ યુદ્ધ દરમ્યાન ભારત પાસે રહેલા રશિયન જેટ્સ MiG-21 ક્યાંક નબળા સાબિત થયા. જેમાં એક વિમાન દુશ્મન દેશે નષ્ટ કર્યું, અને એકનું એન્જીન ખરાબ થયું. બરાબર એજ વખતે આપણે નવા ફાઈટર ફ્લાઈટની જરૂરીયાત ઉભી થઇ. અટલ બિહારી બાજપાઈ વખતે સૌપ્રથમ ફ્લાઈટ ખરીદવાનો વિચાર મુકવામાં આવ્યો, પણ આગામી થોડા વર્ષોમાં જ તેમની સરકાર જતી રહી.
2007માં એ.કે.એન્ટની દ્વારા ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની રચના કરવામાં આવી. MMRCA (126 Medium Multi Role Combat Air Craft) માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. જેમાં રશિયા, સ્વિડન, અમેરિકા, ફ્રાંસની ફ્લાઈટ કંપનીએ બિડિંગ કર્યું. પાછળનો અને અનુભવ કુશળતાને જોતા ફ્રાંસનાં રફેલને ફાઈનલી પંસદ કરવામાં આવ્યું. જે અનુસાર 126 જેટ્સ હશે જેમાં 18 જેટ્સ ફ્રાંસથી ઈમ્પોર્ટ કરવામાં આવશે અને ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી દ્વારા 108 Dassault અને HAL કંપની ભેગા મળીને ભારતમાં જેટ્સ બનાવશે. એવી ઔપચારિક વાત કરવામાં આવી, છતાંય હજી સુધી એવું કોઈ સરકારના સ્ટેપવાળો એગ્રીમેન્ટ થયો ન હતો. કારણ તેમાં રાફેલને લઈને કિંમતમાં Maintenance કોણ કરશે…? કયા શસ્ત્રો તેમાં લાગશે, એવો કોઈ નિર્ણય કરવામાં આવ્યો ન હતો. ટૂંકમાં હજી ખાલી ખોખાની જ વાત હતી. અને આ વાત લગભગ ૨૦૧૨-૧૩ સુધી તેમને તેમ જ પડી રહી. પછી બંને દેશોમાં ચુંટણી આવવાની હતી એટલે એ વાત પર ત્યાં જ અલ્પવિરામ લાગી ગયું.
હવે સમય આવ્યો ૨૦૧૬નો, ભારત સરકારે અને ફ્રાંસ સરકારે મોદીની ફ્રાંસ મુલાકાત દરમ્યાન ત્યાં જ સાથે એક ઇન્ટર ગવર્મેન્ટલ એગ્રીમેન્ટ કર્યો. આ એગ્રીમેન્ટ અનુસાર ભારત સરકાર XXXXX(સાચો ભાવ ખબર નથી) કરોડ રૂપિયામાં ૩૬ રફેલ જેટ્સ ખરીદશે, જેમાં મેઈન્ટેનન્સ અને જરૂરીયાત પ્રમાણેનાં શાસ્ત્રો સામેલ હશે. પણ, તેમાં ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી નહિ હોય. બસ વિવાદ અહિયાંથી જ શરુ થયો…
૧) રફેલ ભાવ પર કોંગ્રેસનાં કપિલ સિબ્બલે શું કહ્યું..
કપિલ સિબ્બલનાં કહેવા અનુસાર કોંગ્રેસનો ૧૨૬ જેટ્સનો ભાવ ૭૯,૨૦૦ કરોડ રૂપિયા હતો, જયારે હાલની ભારત સરકારનો ભાવ ૫૮૦૦૦ કરોડમાં માત્ર ૩૬ જેટ્સ છે. જે અનુસાર એક રફેલની કોંગ્રેસની કિંમત ૬૨૯ કરોડ અને વર્તમાન ભારત સરકારની એક રફેલ ની કિંમત ૧૬૧૧ કરોડ રૂપિયા છે.
એટલે એક રફેલ ઉપર ભારત સરકારે આશરે ૧૦૦૦ કરોડ વધારે આપ્યા છે. એવું કોંગ્રેસ માને છે…!! અને ભારતનાં નાગરીકોને માનવા માટે પણ કહે છે…!! પણ જો આ સત્ય હોય, તો પણ કોંગ્રસનો જે ભાવ હતો એ તો ખાલી ખોખાનો જ ભાવ હતો. જયારે હાલનો ભાવ એ ૫ વર્ષના મેઈન્ટેનન્સ કોન્ટ્રકટ સાથેનો અને શસ્ત્રો સાથેનો ભાવ છે…!! એ કોંગ્રેસે ભૂલવું નાં જોઈએ.
૨) ભાવ જાહેર કરવો કેમ શક્ય નથી ?
૨૦૦૮માં એ.કે.એન્ટની( એ વખતનાં કોંગ્રેસનાં રક્ષા મંત્રી) દ્વારા સિક્રસી એગ્રીમેન્ટ લાવવામાં આવ્યો હતો. આ એગ્રીમેન્ટ અનુસાર બંને દેશોની અનુમતિ વગર રફેલનો ભાવ બહાર પાડવામાં નહિ આવે.
જેના અમુક કારણો..
√ આ એક આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ડિફેન્સ ડીલ છે. આવા રફેલ કતાર અને ઈજિપ્ત દ્વારા પણ ખરીદવામાં આવ્યા છે. જો ભાવમાં થોડું આઘું પાછું થાય તો ફ્રાંસને એ બંને દેશ સાથે સંબંધ બગડી શકે એમ હોય…!!
√ ભાવ જાણ્યા પછી દુશ્મન દેશ એ પણ અંદાજો લગાવી શકે, કે કયા હથિયાર આ રફેલમાં સામેલ કરવામાં આવ્યા છે. જેથી ADVANCE જેટ્સ ADVANCE જ નાં રહે..!!
√ તેમાં કયા સ્પેસિફિકેશ છે, એ પણ કહી શકાય એમ નથી. કારણ જો એમાં ન્યુક્લિયરને લઈને કોઈ હથિયાર સામેલ કરવામાં આવ્યા હોય તો ફ્રાંસ એમાં વિશ્વ સ્તર પર ફસાઈ શકે એમ છે. કારણ કે ફ્રાંસે NPT ( Treaty on the non proliferation of nuclear weapons) પર હસ્તાક્ષર કરેલ છે.
આ બાબતમાં કોંગ્રેસ ખુદ પોતાના જ સિક્રેસી એગ્રિમેન્ટમાં ભરાયું છે, એ માનવું સહજ છે..!
√ રિલાયન્સ કેમ અને હિન્દુસ્તાન એરોનોટિકલ લીમીટેડ જેવી પી.એસ.યુ કેમ નહિ..
આ રાફેલ ડીલ પર ભારત અને ફ્રાંસ વચ્ચેનો ૫૦ % ઓફસેટ ક્લોઝ છે. જે મુબજ આ ડીલથી ફ્રાંસને જે ફાયદો થશે, તેનાં ૫૦% રકમ તે ભારતમાં રોકાણ કરશે. જેનાથી ભારતની કંપની અને ટેકનોલોજીકલ સંસ્થાઓને ફાયદો થશે. અને આજ ઓફસેટ ક્લોઝ અનુસાર રિલાયન્સએ રફેલમાં વપરાતા ‘રડાર’ અને બીજી ઇલેક્ટ્રિકસ વસ્તુઓના ‘સપ્લાયર્સ’ તરીકે કામ કરેશે. મતલબ રિલાયન્સ એ ‘રાફેલ જેટ્સ મેન્યુફેક્ચર’ તરીકે પસંદ કરવામાં આવ્યું નથી. બધા ૩૬ રાફેલ જેટ્સ ફ્રાંસની કંપની ડેસોલ્ટ એવિએશનમાં જ બનવાના છે..! (પરંતુ એના દરેક પાર્ટ ડેસોલ્ટ નથી બનવાની. અમુક પાર્ટ્સ એ આઉટસોર્સ કરશે જેમકે ‘રડાર’ ભારતમાંથી આવશે)
હવે HAL પર આવીએ. વિપક્ષનાં તારણ મુબજ HAL વર્ષોથી એરક્રાફ્ટ બનાવે છે, એટલે સરકારે HAL આ પ્રોજેક્ટ આપવા જેવો હતો. પરંતુ એચ.એ.એલ પી.એસ.યુ સેક્ટર છે, અને તેની કામ કરવાની ગતિ એ ડેસોલ્ટની કામ કરવાની ગતિ કરતા ત્રીજા ભાગની છે. મતલબ જે કામ ડેસોલ્ટ ૧ કલાકમાં કરે છે એ કામ HAL આશરે ૩ કલાકમાં કરે છે. એ અનુસાર એચ.એ.એલને ૩ વર્ષનો આખો પ્રોજેક્ટ પૂરો કરતા ૯ થી ૧૦ વર્ષ લાગી શકે એમ છે. આવા ડીલેયનાં લીધે ક્વોલિટી ઓફ વર્કમાં પણ ક્યાંક બાંધ છોડ થઇ શકે છે.
રશિયા એ પણ HAL સાથે MiG નો કોન્ટ્રકટ કરેલો છે, જેમાં કેટલાક પ્લેન તો હાલતા ચાલતા પડી જાય છે. જેનો તાજો નમુનો આજે (આર્ટિકલ લખાયા દિવસ) અચાનક ક્રેશ થયેલું MiG 27 છે…! આ મુદ્દો પણ ધ્યાનમાં લેવા જેવો છે..!!
હવે રિલાયન્સ જ કેમ…? L & T , TATA Company કેમ નહિ…?
જોકે એ નિર્ણય લેવાનું કામ ડેસોલ્ટનું છે. પણ Make in India અર્તગત L& T એ અને ફ્રાંસની MBDA (Defence company) પહેલેથી જોઈન્ટ વેન્ચર છે, ટાટા કંપની અને અમેરિકાની Apache Fuselage (Defence Company) સાથે જોઈન્ટ વેન્ચર છે, અને આ બધા વચ્ચે ભારતની વધુ એક કંપની વિદેશી કંપની સાથે જોઈન્ટ વેન્ચર બને તો ભારતમાં મેક ઇન ઇન્ડીયાને સાર્થક બનાવી શકાય. જાણ ખાતર, રિલાયન્સ એ ફ્રાંસની Thalse (defence) કંપની સાથે જોઈન્ટ વેન્ચર તરીકે રફેલનાં રડાર માટેનું કામ શરુ કરી દીધું છે…! જે થી ૩ વર્ષની અંદર પુરા પ્રોજેક્ટને પૂરો કરી શકાય…!
અને એક બુમ્મ વાત : એક રિપોર્ટ અનુસાર કોંગ્રેસ જે ભાવ કહે છે તેનું કોઈ લેખિત કાંતો સરકારના સ્ટેપ વાળું પ્રમાણ નથી. તેમના મંત્રી દ્વારા હવામાં કહેવામાં આવેલો ભાવ છે…!! જેથી તેના પર મુદ્દો ઉઠાવી શકાય..!!
વધુ એક બુમ્મ વાત : એરફોર્સ ચીફ એ એવું સ્વીકાર્યું છે કે આ ભારત માટે એક મહત્વપૂર્ણ અને બેસ્ટ ડીલ છે..!!
– જય ગોહિલ
( Note : આ લેખકના અંગત મત છે, એટલે વિચારભેદની શક્યતા સહજ હોઈ શકે છે. કોઈ પણ કથન અંતિમ સત્ય તરીકે લેતા પહેલા પોતાના જ્ઞાન અને સમજ પૂર્વક એને તપાસવું. અસ્તુ…)
( Editors Desk : મારુ માનવું માત્ર એટલું જ છે કે સત્ય કાંઈ પણ હોય, મહત્વનું છે કે તમે મુદ્દાસર તપાસ કરો. આરોપ જુઓ છો તો સંસદમાં રાફેલ પર ચર્ચા માટે યોજાયેલ આખું સત્ર પણ જુઓ. સાચું ખોટું પછી નક્કી કરજો પહેલા જોઈ તો લો કે બંને પક્ષો શુ જવાબ આપે છે.)
Leave a Reply