ઉદાત્ત કુટુંબભાવના – એક પ્રેરક પ્રસંગ
A Must Read Status
👉 પ્રવાસોમાં ઘણીવાર યાદગાર ઘટનાઓ અને જિંદગીભર યાદ રહી જાય અને કૈંક નવું જાણવાં- શીખવાં મળે એવાં પ્રસંગો બનતાં જ હોય છે
મેં આવાં ઘણા પ્રસંગો લખ્યાં પણ છે
આવાં પ્રસંગો જ જીવનભરનું ભાથું બની રહેતાં હોય છે
આપણે જે કઈ વાંચ્યું હોય કે જે કંઈ લખ્યું હોય એનાથી તો કંઈ જીંદગી તો નથી જીવાતી ને !!!
અને જિંદગી જીવવાનો દરેક કોમને દરેક ધર્મનાં લોકોને એટલો જ અધિકાર છે જેટલો આપણને પણ છે
સવાલ એ છે કે શું આપણે સરસ રીતે જીવીએ છીએ ખરાં !!!
અને બાય ધ વે આ જીવવું એટલે શું ?
જીવન એટલે કંઈ “ગુડ મોર્નિંગ ” કે “ગુડ નાઈટ” કહેવાથી કંઈ પતી નથી જતું
આપણું જીવન તો આમાં જ પૂરું થાય છે ને વળી !!!
અને જે જીવન જીવીએ છીએ એજ સાચું અને ઉત્તમ જીવન છે એ લખનૌની ભૂલભુલામણી જેવું જ છે
એ આપણી એક માન્યતા છે !!!
જીવતાં તો હંમેશા આપણને બીજાં જ શીખવાડતા હોય છે
એ લોકો આપણને “લાઈક” અને “કોમેન્ટ”ની દુનિયાથી પર લઇ જતાં હોય છે
અને એજ પરમ સત્ય છે સ્વીકારી લેજો બધાં !!!
ભલભલાં પુસ્તકો અને વ્યાખ્યાનો કે કથાઓ જે પાઠ આપણને નથી શીખવાડી શકતાં એવો પાઠ મને શીખવાં મળ્યો છે !!!
👉 મેં કહ્યું હતુંને કે એક યાદગાર પ્રસંગ તમને કહેવાનો છે
પણ હજી સમય નથી થયો ?
એ સમય હવે આવી ગયો છે એમ મને જરૂર લાગતું હોવાથી આજે એ આખો પ્રસંગ તમારી સમક્ષ મુકું છું !!!
👉 સ્થળ કાશ્મીરનો પ્રખ્યાત ચશ્મેશાહી બાગ
તારીખ પહેલી જુલાઈ સમય બપોરનાં દોઢ બે વાગ્યાનો
ચશ્મેશાહી બાગ પણ ઊંચાઈ પર જ સ્થિત છે
અને ત્યાંથી કાશ્મીરનું અને શ્રીનગરનું અદભૂત દર્શન થાય છે
એ દ્રશ્યો હું કેમેરામાં કેદ કરતો હતો અને ચશ્મેશાહીની ખુબસુરતી માણતો હતો
અમે થાકીને એક બાંકડા પર બેઠાં હતાં
ચશ્મેશાહીમાં તે સમયે પણ ઘણી જ ભીડ હતી
તેવામાં એક બ્લેક ડ્રેસ પહેરેલી એક સુંદર છોકરી ગાળામાં DSLR કેમેરા લટકાવીને આમારી પાસે આવી અમને પૂછ્યું કે —–
“કાશ્મીર કેવું લાગ્યું ?”
હું ચમક્યો !!! …….
અરે ભાઈ …… ચમકવાનું કારણ એ હતું કે અત્યાર સુધી અમને બધાંએ એમજ પૂછ્યું હતું કે
“કેવું લાગ્યું અમારું કાશ્મીર ?”
આ પહેલી છોકરી એવી હતી જેણે અમારું શબ્દનો પ્રયોગ નહોતો કર્યો
એણે કાશ્મીરની પરિસ્થિતિ વિષે તો કશું જ ના કહ્યું પણ વાતોનો દૌર હજી લાંબો ચાલ્યો
એ છોકરીનું નામ ઝાયેદા હતું
એ અમને એની વાતો પરથી જ જાણવાં મળ્યું
એ છોકરી એ અમને પૂછ્યું કે —-
“તમે કાશ્મીરમાં ક્યાં ક્યાં ફર્યા ?”
અમે કહ્યું કે “આજની રાત અમારી છેલ્લી રાત છે કાશ્મીરમાં -શ્રીનગરમાં
કાલે અમે અમદાવાદ જતાં રહીશું !!!”
એણે એમ પૂછ્યું “પહેલીવાર આવ્યાં છો?”
અમે કહ્યું — ” હા ….. જીંદગીમાં મરતાં પહેલાં પૃથ્વી ઉપરનું સ્વર્ગ જોઈ લેવું વધુ સારું !!!”
👉 ત્યારે એણે એમ પૂછ્યું કે—- ” એવું કેમ કહો છો ? કાશ્મીર તમારે ફરી આવવાનું જ છે અને જયારે આવો ત્યારે અમારાં ઘરે મહેમાન બનજો !!!”
એ આગળ બોલતી ગઈ ……
“બાય ધ વે તમે એક્લાં કેમ આવ્યાં છો ?
તમારાં છોકરા –છોકરીને તમે કેમ સાથે નથી લાવ્યાં ?
કેટલાં છોકરાઓ છે તમારે ?”
અમે કહ્યું બે છોકરાઓ જ છે અને કોઈ છોકરી નથી !!!
તો તરત જ એણે કહ્યું –
” તો એમને લઈને જ અવાયને આવી ખુબસુરત જગ્યાએ
અમે કહ્યું અમારા મોટા દીકરાએ જ અમને ફરવાં મોકલ્યા છે
તે તો જોબ કરે છે એટલે સાથે નથી આવ્યો અને અમારો નાનો દીકરો તો અત્યારે મનાલી જ છે !!!
એનાં મોઢામાંથી એક જ શબ્દ સર્યો —– “વાહ !!!”
પછી અમે કહ્યું કે —” તમે તો રોજ જ આવતાં હશોને !!! ”
👉 ત્યારે એણે જે વાત કરી એ ગદગદિત કરી નાખે એવી જ હતી
એનું પહેલું જ વાક્ય ——
“મને ફરવાનું બહુ ગમતું જ નથી ….
હું વધારે સમય મારાં કુટુંબ સાથે ઘરમાં જ ગાળું છું
આમેય માત્ર શ્રીનગરમાં જ નહીં પણ સમગ્ર કાશ્મીરમાં સાંજે ૬ પછી કોઈ જ છોકરી કે સ્ત્રી બહાર નીકળતી જ નથી
અમે અમારાં માં – બાપનું કહ્યું માનીએ છીએ
એમણે જ મને કહ્યું કે ચલ બેટી હમારે સાથ ઘૂમને ચલ
મારે મન મારા માં-બાપ જ પહેલાં છે
તેમનો બોલ ઉથાપવાની મારામાં હિંમત જ નથી
એમને જે ગમે છે એ મને ના ગમતું હોય તોય હું કરવાની જ છું !!!
એટલે જ હું ફરવાં આવી છું
તેઓ જ્યાં કહેશે એની સાથે હું પરણી જઈશ
અને મને એનો કોઈજ વાંધો નથી
માં-બાપની આજ્ઞા એટલે મારે મન અલ્લાહની આજ્ઞા !!!”
(જોકે તેણે તો ભગવાન શબ્દ જ વાપર્યો હતો
પણ દરેક ઠેકાણે મને આપણા ધર્મની જ વાત કરવી અને એનાં પર જ ખુશ થવું યોગ્ય નથી લાગતું
એટલે મેં એમનાં ધર્મને પ્રાધાન્ય મળે એટલાં માટે અલ્લાહ શબ્દ પ્રયોજ્યો છે !!!)
પછી તેણે આગળ કહ્યું
” માં-બાપ માત્ર છોકરાંઓને જન્મ આપે છે એટલું પુરતું નથી
સામે છોકરાઓની પણ એ ફરજ બને છે કે અમે પણ અમારાં માં-બાપનો પડયો બોલ ઝીલીશું !!!
એટલે જ હું અહી ફરવાં આવી છું તેમની સાથે !!!”
પછી તેણે કહ્યું
“તમારે અહી ખરીદી કરવી હોય તો દાલ લેકમાંથી ના કરશો
અહી એક બજાર છે જે લાલચોકમાં છે ત્યાંથી કરજો તમારે જેવું જોઈએ છે એ ત્યાં તમને મળી જશે!!!”
એ કહેવાની જરૂર ખરી અમે આવું પૂછ્યું હતું એટલે તેણે આમ કહ્યું હતું
પછી તેણે કહ્યું કે —-દાલ લેકને જો માણવું હોય તો સાંજે – રાત્રે પાળ પર બેસીને લાઈટોમાં
એકાદ કલાક ગાળજો ત્યાં તમને બહુ મજા પડશે
તો જ તમને દાલ લેકનો સાચો અનુભવ થશે !!!
હું તો મીડિયામાં જોબ કરું છું એટલે મને આટલી ખબર છે
ચલો તમે પ્રવાસની મજા માણો હું હવે મારાં -બાપ સાથે જાઉં અને ખાઉં-પીઉં અને એમની સાથે જ રહીને હરું -ફરું !!!”
👉 એણે તો આવજો કહીને ચાલતી પકડી
મારી આંખો ભરાઈ આવી હતી
ઈચ્છા તો થતી હતી કે ને છાતીએ વળગાડીને એને માથે હાથ ફેરવું !!!
પણ એ તો શક્ય નહોતું જ ને !!!
અને હું રડી પડયો ….. ચોધાર આંસુએ
પછી બીજું તો કંઈ ના કર્યું
ત્યાંથી ઉભો થઈને આટલી ઠંડીમાં ગંગાજળ જેવાં નિર્મળ અને સ્વચ્છ ઝરણામાં મો ધોઈને પાણી પી આવ્યો
ત્યાંથી હું હોટેલમાં ગયો અને રાત્રે પણ આજ વાત મારાં મનમાં રમ્યા કરતી હતી અને આજે પણ એ વાતે મારી આંખો જરૂર ભીની થાય છે
અરે ભાઈ હું પણ આખરે તો માણસ જ છું ને !!!
👉 ઉદાત્ત ભાવના પર કોઈ મજહબ કે કોઈ પ્રાંતનો ઈજારો નથી
આ પાઠ હું કાશ્મીરમાં શીખ્યો છું !!
👉 આજે જયારે એ વાત યાદ કરું છું ત્યારે મને એ વાત હંમેશા યાદ આવે છે કે
જીંદગી નો એક ઉત્તમ પાઠ મને આ ૨૦-૨૨ વર્ષની છોકરી ભણવી ગઈ !!!
👉 સલામ ઝાયેદા સલામ
એક નહિ લાખો સલામ
ગર્વ છે મને તારાં પર અને તારી જનેતા પર – તારાં જનક પર !!!
આવી ઉદાત કુટુંબભાવના મને બીજે ક્યાંય જોવાં મળે તો સારું !!!
રીયલી આઈ એમ પ્રાઉડ ઓફ યુ દીકરી !!!
———- જનમેજય અધ્વર્યુ
👏👏👏👏👏
Leave a Reply