Sun-Temple-Baanner

ઢોલા-મારુની પ્રેમકથા


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ઢોલા-મારુની પ્રેમકથા


💞 ઢોલા-મારુની પ્રેમકથા 💞

👉 રાજસ્થાન એટલે વીરતા
રાજસ્થાન એટલે શક્તિશાળી વીરો
રાજસ્થાન એટલે વીરાંગનાઓ
રાજસ્થાન એટલે રાજાને વફાદાર પ્રજાજનો
રાજસ્થાન એટલે પહાડો
રાજસ્થાન એટલે સરોવરો
રાજસ્થાન એટલે રણ
રાજસ્થાન એટલે શહાદત
રાજસ્થાન એટલે સમર્પણ
રાજસ્થાન એટલે સુંદરતા
રાજસ્થાન એટલે શક્તિ
રાજસ્થાન એટલે ભક્તિ
રાજસ્થાન એટલે મંદિરો
રાજસ્થાન એટલે શિલ્પસ્થાપત્યકલા
રાજસ્થાન એટલે ભવ્ય ઈતિહાસ
રાજસ્થાન એટલે પૌરાણિકતા
રાજસ્થાન એટલે કિલ્લાઓ
રાજસ્થાન એટલે મહેલો
રાજસ્થાન એટલે હવેલીઓ
રાજસ્થાન એટલે ભાતીગળતા
રાજસ્થાન એટલે પ્રાકૃતિકતા
રાજસ્થાન એટલે રમણીયતા
રાજસ્થાન એટલે નૈતિકતા
રાજસ્થાન એટલે સંસ્કૃતિ
રાજસ્થાન એટલે ગૌરવ
અને
રાજસ્થાન એટલે પ્રેમ

👉 ભારતમાં કેટલી બધી પ્રેમ કથાઓ અમર થઇ ગઈ છે
આપના ગુજરાતની પણ ઘણી પ્રેમ કથાઓ આજે લોકસાહિત્યની શોભા વધારે છે
ગુજરાતમાં પણ ઘણી પ્રેમ કથાઓ અમર થઇ ગઈ છે
આપણે રોજ ક્યાંકને ક્યાંક તો વાંચતાં જ હોઈએ છીએ કે ફલાણા છોકરાને ઢીકણી છોકરી સાથે પ્રેમ થઇ ગયો
તેઓ બંને એ ભાગી જઈને લગ્ન કરી દીધાં
આ પ્રેમ હોય છે કે એ કોને કોની સાથે થઇ જાય એ કહેવું ઘણું કઠિન છે
પણ મહત્વનું એ છે કે પ્રેમ થઇ જાય છે એ પરાણે કરાતો નથી
પ્રેમ થાય એમાં ખોટું પણ શું છે ?
થાય તો કદાચ લગ્નમાં પરિણમે અને ના પણ પરિણમતો તો પણ એ પ્રેમ જીંદગીભર ભૂલાતો નથી
કોક તો એનાં વિરહમાં મરી પણ જાય છે
તો વળી કોક એ વિરહનાં રોદણા રડવામાંથી ઊંચું નથી આવતું
પણ આ બધાંમાં યાદ તો રહી જતો જ હોય આ —– પ્રેમ !!!
કોક શાયર બને છે તો કોક કાયર
કોક વીર બને છે તો કોક કથીર
કોકની કથાઓ રચાય છે તો કોકનાં કાવ્યો અને ગઝલો
પણ એવી કથાઓ પર કે કાવ્યો-ગઝલો પર આપણું ધ્યાન ત્યારે જ ખેંચાય છે જયારે આપણે તે વાંચીએ છીએ સમજીએ છીએ !!!
તોય ઘણી પ્રેમકથાઓ એવી પણ હોય છે જેને આપણે ઓછું જાણતાં હોઈએ છીએ
ઘણી બધી પ્રેમ કથાઓ પર ફિલ્મો પણ બની છે આપણી રાષ્ટ્રભાષા હિન્દીમાં પણ અને માતૃભાષા ગુજરાતીમાં પણ
આ પ્રેમ કથાની પણ ગુજરાતી ભાષામાં આજ નામની એક અતિપ્રખ્યાત ફિલ્મ પણ બની હતી !!!

👉 રાજસ્થાનમાં ઘણી પ્રેમ કથાઓ પ્રચલિત છે જે સાચી પ્રેમકથાઓ જ છે પણ આપણે એનાં વિષે ઓછું જ જાણતાં હોઈએ છીએ
આ પ્રેમ કથાઓ એ ત્યાનાં લોકસાહિત્યમાં અને ત્યારબાદ એ ત્યાનાં પ્રખ્યાત ચિત્રો રૂપે અંકિત થયેલી હોય છે
માત્રે ચિત્રમાં જ નહિ પણ ત્યાનાં એક લોકનાટ્ય જેવાં પ્રકાર કઠપૂતળીઓના શોમાં બહુજ પ્રચલિત થઇ છે
આવી પ્રેમકથાઓનું ક્યારેક મંચન પણ થતું જ હોય છે !!!
આ એ પ્રેમકથાનું મહત્વ શું છે એ દર્શાવવા માટે પુરતું છે !!!
આવી જ એક પ્રેમકથા છે ——ઢોલા મારુની પ્રેમ કથા
તે તે સમયમાં ખુબજ ચર્ચાસ્પદ હતી !!!
જોકે આજે પણ એ કથા લોકજીભે રામતી જોવાં મળે છે !!!

👉 રાજસ્થાનની માટી વીરોનાં શૌર્ય અને બલિદાન માટે જગમશહૂર છે
અહીના યોદ્ધાઓની ગાથાઓ તો આજે પણ બહુજ ગર્વપૂર્વક સંભળાવાય છે
માત્ર વીરોની જ આ ગાથાઓ નથી પણ એમાં કેટલાંયની વસુંધરા પર ઘણી પ્રેમ કથાઓ છે
જે આજે પણ એટલી જ પ્રચલિત છે !!!
અહીં ક્યારેક એક વેશ્યા પોતાનાં પ્રેમ માટે દિલ્હી સલ્તનતને ચુનૌતી આપે છે
તો કયારેક એક દાસીના રૂપની આગળ નતમસ્તક થઈ ગયાં હોય છે કેટલાંક રાજાઓ
રાજસ્થાનમાં જો સૌથી વધારે ચર્ચિત પ્રેમ કહાની હોય તો તે છે ઈતિહાસ પ્રસિદ્ધ ઢોલા-મારુની પ્રેમ કથા !!!
આ કથા આજે તો વિશ્વવિખ્યાત બની જ છુકી છે !!!
આજે પણ આ પ્રેમી જોડાંનો જિક્ર સમગ્ર રાજસ્થાનનાં લોકગીતોમાં બહુ જ થાય છે

👉 ઢોલા-મારુની પ્રેમકથા ———

👉 રાજસ્થાનના નરવરનાં રાજાનાં ૩ વર્ષનાં પુત્ર સાલ્હકુમારનો વિવાહ જાંગલૂ દેશ (બિકાનેર)નાં પૂંગલ નામનાં સ્થળનાં સ્વામી પંવાર રાજા પિંગળની પુત્રી મરુવણી સાથે થયો હતો
પરંતુ બન્ને હજી નાનાં અને અણસમજુ હોવાથી દુલ્હનને સસુરાલનહી લઇ જવામાં આવી !!!
મોટો થયો એટલે રાજકુમારનાં એક વધારે લગ્ન કરી દેવામાં આવ્યાં
અત્યાર સુધીમાં તો રાજકુમાર પોતાનાં બાળપણમાં થયેલાં વિવાહને ભૂલી જ ગયો હતો !!!
ત્યાં જાંગલૂ દેશની રાજકુમાર પણ હવે મોટી થઇ ગઈ હતી અને એની ખુબસુરતીની ચર્ચા દૂર-દૂર સુધી થવાંલાગી હતી
માં-બાપે એણે લઇ જવાં માટે નરવર ઘણાં સંદેશાઓ મોકલ્યાં
પરંતુ કોઈપણ સંદેશો રાજકુમાર સુધી પહોંચ્યો જ નહીં કે પહોંચાડવામાં જ ના આવ્યો !!!
રાજકુમારની બીજી પત્નીની ઈર્ષ્યાને કારણે રાજા પિંગલ દ્વારા મોકલવામાં આવતાં એ બીજી પત્ની સંદેશવાહકોને એ મરાવી નાંખતાં હતાં
એમણે એ વાતનો ડર હતો કે રાજકુમારને જો પહેલી પત્ની વિષે કંઇ પણ યાદ આવી ગયું તો
એ આ પત્ની જે અહી નરવરમાં હતી તેને છોડીને એ એની પાસે ચાલ્યો જશે
આનું સૌથી મોટું કારણ એ પહેલી પત્નીની અતિશય સુંદરતા હતું !!!
ત્યારે ત્યાં રાજકુમારી સાલ્હકુમારનાં ખ્યાલોમાં જ ખોવાયેલી રહેતી હતી
એક દિવસ એનાં સપનામાં સલ્હકુમાર આવ્યો બસ ત્યાર પછીથી એ એના વિયોગની આગમાં જલવા લાગી
એને ના ખાવામાં રૂચી રહી ના લાગ્યું એનું ધ્યાન બીજાં કોઈ કામમાં !!!
એની આવી હાલત જોઇને એની માં એ રાજા પિંગલને ફરીથી સંદેશો મોકલવાનો આગ્રહ કર્યો
આ વખતે રાજા પિંગલે એક ચતુર ઢોલીને નરવર મોકલ્યો !!!
જ્યારે ઢોલી નરવર માટે રવાના થઇ રહ્યો હતો ત્યારે રાજકુમારીએ એનેપોતાની પાસે બોલાવીને મારુ રાગમાં કેટલાંક કેટલાંક દોહા બનાવીને આપ્યાં
અને એણે સમજાવ્યું કે એ એના પ્રિયતમની સન્મુખ જઈને એણે ગાઈને સંભળાવે !!!
આ બધું એણે એટલાં માટે કર્યું કે બીજી રાજકુમારી કોઈપણ સંદેશવાહકને રાજા સુધી પહોંચતા પહેલાં જ મરાવી નાંખતી હતી
ઢોલી (ગાયક)એ રાજકુમારીને વચન આપ્યું કે
ક્યાં તો એ રાજકુમારીને લઈને આવશે અથવા તો એ પોતે જ મરી જશે !!!

👉 ચતુર ઢોલી યાચક બનીને કોઇનેકોઇ રીતે નરવરમાં રાજકુમારના મહેલ સુધી પહોંચ્યો
રાતમાં એણે ઉંચી અવાજમાં ગાવાનું શરુ કર્યું
વરસાદની રીમઝીમ બુંદોમાં ઢોલીએ મલ્હાર રાગમાં ગાવાનું શરુ કર્યું
મલહાર રાગનું મધુર સંગીત રાજકુમારનાં કાનોમાં ગુંજવા લાગ્યો
રાજકુમાર ઝૂમવા લાગ્યો ત્યારે ઢોલએ સાફ શબ્દોમાં રાજકુમારીનો સંદેશ ગાયો
ગીતમાં રાજકુમારીનું નામ સાંભળતા જ સાલ્હકુમાર ચોંક્યો અને એને પોતાને પહેલું લગ્નયાદ આવી ગયું !!!
ઢોલીએ ગાઈ ગાઈને બતાવી દીધું કે એની પ્રિયતમા કેટલી સુંદર છે તે !!!
અને એની યાદમાં એ કેટલી તડપે છે તે !!!
ઢોલીએ આ દોહાઓમાં રાજકુમારીની ખુબસુરતીનાં વખાણ કંઇક આવી રીતે કર્યા —-

👉 એનાં ચહેરાની ચમક સૂર્યના પ્રકાશ જેવી છે
ઝીણાં કપડાંમાંથી એનું શરીર એવું ચમકે છે કે જાને સોનું ના ચમકતું હોય !!!
હાથી જેવી મદમસ્ત ચાલ, હીરાની ચમક જેવાં એનાં દાંત . મગનાં દાણા જેવાં એનાં હોઠ છે
સર્વગુણ સંપન્ન, ક્ષમાશીલ, નમ્ર અને કોમળ છે
ગંગાનાં પાણી જેવી ગોરી છે
એનું મન અને તન શ્રેષ્ઠ છે
પરંતુ એનો સાજન તો એણે ભૂલી જ ગયો છે અને લેવાં આવતો જ નથી !!!

👉 ઢોલી આખી રાત બસ એમ જ ગાતો રહ્યો
સવારે રાજકુમારે એણે બોલાવીને પૂછ્યું કે એણે પુંગલથી લાવેલો રાજકુમારીનો આખો સંદેશ સંભળાવ્યો
આખરે સાલ્હકુમારને પોતાની પહેલી પત્નીને અહી લઇ આવવા માટે પિંગલ જવાનો નિશ્ચય કર્યો
પણ એની બીજી પત્ની માલવણીએ એણે એમ કરતાં રોકી દીધો
આમાં સાલ્હકુમારે ત્યાં જવાં માટે ઘણાં બહાનાં કાઢ્યાં પણ દરેક વખતે માલવણી એણે રોકી જ દેતી હતી

👉 છેવટે એક દિવસે રાજકુમાર ખુબ જ ઝડપથી ભાગતાં ઊંટ પર સવાર થઈને પોતાની પ્રિયતમાને લાવવાં માટે પિંગલ (પૂંગલ) પહોંચી ગયો
વિયોગમાં જલતી રહેતી રાજકુમારી પોતાનાં પ્રિયતમને મળીને ખુશીથી ઝૂમી ઉઠી !!!
આખરે એને એનો પ્રેમી જો ઘણાં વખતે મળ્યો હતો !!!
એ બંને ઘણાં દિવસો પિંગલમાં વિતાવ્યા
બંને એકબીજામાં ખોવાઈ ગયાં
એક દિવસ એ બંનેએ નરવર જવાં માટે રાજા પિંગલ પાસેથી વિદાય લીધી !!!

👉 કહેવાય છે કે રસ્તામાં રેગીસ્તાનમાં રાજકુમારીને સાપે ડંખી દીધી પણ બહ્ગ્વન શિવ-પાર્વતીએ અહીં આવીને જાતે એને જીવનદાન આપ્યું !!!
પરતું મુસીબત જેનું નામ એ એમનો પીછો છોડવાંમાંગતી જ ન હતી !!!
કારણકે ત્યાર પછીથી ઉમર -સુમરાએ આ રાજકુમારીને પામવાં માટે કરેલાં ષડયંત્રમાં ફસાઈ ગયાં !!!
ઉમર-સુમરા સાલ્હકુમારને મારીને રાજકુમારીને હાંસલ કરવાં માંગતો હતો
તો એ તો એને પામવાં માટે રસ્તામાં જાજમ પાથરીને મહેફિલ સજાવીને બેસી ગયો
રાજકુમાર સાલ્હકુમાર પોતાની ખુબસુરત પત્નીને લઈને જ્યારે ત્યાંથી પસાર થતો હતો
તો એણે મનુહારની તરફ એને રોકી દીધો
રાજકુમારે રાજકુમારીને ઊંટ પર જ બેસી રહેવાં દીધી અને પોતે જાતે ઉમરની સાથે અમલની મનુહાર લેવાં બેસી ગયો !!!
(રણપ્રદેશમાં એટલે કે રેગીસ્તાની ઇલાકામાં કોઈપણ અતિથિની મનુહાર અથવા સ્વાગત અફીણની સાથે કરાય છે …….. અને આ અફીણને જ અમલ કહેવામાં આવે છે !!!)

👉 અહીં હઢોલી ગઈ રહ્યો હતો અને રાજકુમાર સાલ્હકુમાર અને ઉમર અફીણની મનુહાર લઇ રહ્યાં હતાં
મારુ દેશથી આવેલો આ ઢોલી બહુજ ચતુર હતો એણે ઉમર સુમરાનાં ષડયંત્રનો આભાસ પહેલેથી જ થઇ ગયો હતો
ઢોલીએ ચુપકેથી આ ષડયંત્ર વિશે રાજકુમારીને જ્ઞાત કરી દીધી
રાજકુમારી પણ રેગીસ્તાનની જ બેટી હતી એણે તરત જ ઊંટને એડી મારી
ઊંટ ભાગવા લાગ્યું તો એણે દોડતું રોકવાં માટે રાજકુમાર સાલ્હકુમાર એની પાછળ દોડયો
પાસે આવતાં જ મારુવણીએ કહ્યું ——-
ધોખો થયો છે જલ્દીથી ઊંટ પર ચઢી જાવ …… આ સુમર તમને મારવા માંગે છે
એનાં પછી બન્ને એ ત્યાંથી ભાગીને નરવર પહોંચીને જ શ્વાસ લીધો !!!
અહીંયા રાજકુમારીનો સવાગત-સત્કાર કરવામાં આવ્યો અને એ રાજકુમારી પછી ત્યાંની રાણી બનીને રાજ કરવાં લાગી !!!

👉 ત્યારબાદ આ ઢોલાનો પુત્ર લક્ષ્મણ થયો
લક્ષ્મણનો પુત્ર ભાનુ થયો અને ભાનુનો પુત્ર પરમ પ્રતાપી બ્રજભામા થયો
જેણે પોતાના વંશનું ખોયેલું રાજ્ય ગ્વાલિયર પુનઃ જીતીને કછવાહ રાજ્યલક્ષ્મીનો ઉદ્ધાર કર્યો
આગળ જતાં આ વંશનો એક રાજકુમાર દુલહેરાય રાજસ્થાન આવ્યો
જેણે મચી,ભાંડારેંજ,ખોહ,ઝોટવાડા આદિનાં મીણોને મારીને પોતાનું રાજ્ય ત્યાં સ્થાપિત કર્યું !!!
એનાં પછીથી એનો પુત્ર કાકિલદેવે મીણોને પરાસ્ત કરીને આમેર પર પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું જે દેશની આઝાદી સુધી એમનાં જ વંશજો પાસે રહ્યું હતું !!!
એટલું જ નહીં એમના વંશજોમાં સ્વ. શ્રી ભૈરોસિંહજી શેખાવત આપણાં દેશના ઉપરાષ્ટ્રપતિ બન્યાં
એના પછી આ જ વંશનાં શ્રી દેવીસિંહ શેખાવતનાં ધર્મપત્ની શ્રીમતી પ્રતિભા પાટીલ ભારતનાં હાર્ટના પ્રથમ મહિલા રાષ્રપતિ બન્યાં !!!

👉 ઇતિહાસમાં આ પ્રેમી જોડાંને ઢોલા-મારૂનાંનામથી ઓળખવામાં આવે છે
બસ ત્યારથી તે આજ સુધી એમનું નામ લોકગીતોમાં પૂરાં જોરશોરથી ગાવામાં આવે છે
ક્યારેક ક્યારેક એમનો કઠપુતળીનો શો પણ થાય છે
તો ઘણી બધી જગ્યાએ આ પ્રેમ કથા ચિત્રો રૂપે પણ અંકિત થયેલી હોય છે
અને આ રીતે એમનાં પ્રેમનું ગુણગાન કરવામાં આવે છે !!!

👉 ઢોલાને રીઝવવા માટે દાઢી (ઢોલી)દ્વારા ગાયેલાં કેટલાંક દોહા ——-

આખડિયા ડંબર ભઈ, નયણ ગમાયા રોય |
કયું સાજણ પરદેસ મેં, રહ્યા બિંડાણા હોય ||

અર્થ —- આંખો લાલ થઇ ગઈ છે , રડી રડીને નયણ ગુમાવી દીધાં છે, સજન પરદેસમાં કેમ પરાયો થઇ ગયો છે !!!

દુજ્જણ બયણન સાંભરી, મના ન વીસારેહ |
કૂંજાં લાલબચાહ જ્યું, ખિણ ખિણ ચીતારેહ ||

અર્થ —— ખરાબ લોકોની વાતોમાં આવી જઈને એને (મારુવણીને) મનમાંથી ના કાઢો
કુરજાં પક્ષીનાં લાલ બાળકોની જેમ એ ક્ષણે ક્ષણે આપણે જ યાદ કરી રહી છે
આંસુઓ થી ભીનાં કરેલાં ચીર નીચોડતાં નીચોડતાં એની હથેળીઓમાં છાલાં પડી ગયાં છે !!!

જે થૂં સાહિબા ન આવિયો, સાંવણ પહલી તીજ |
બીજળ તણે ઝબુક ડૈ, મૂંઘ મરેસી ખીજ ||

અર્થ —— જો તમે શ્રાવણની તીજ પહેલાં ના ગયાં તો એ મુગ્ધા બિજલીની ચમક જોતાં જ ખીજાઈને મરી જશે
તામારી મારુવણનાં રૂપના વખાણ જ નથી થઇ શકતાં
પૂર્વજન્મનાં બહુ જ પુણ્ય કરવાંવાળાંઓને આવી જ સ્ત્રી ભાગ્યમાં લખાયેલી છે જે બહુજ નસીબવંતાને જ મળે છે !!!

નમણી, ખમણી, બહુગુણી, સુકોમળી સુકચ્છ |
ગોરી ગંગા નીર જ્યું, મન ગરવી તન અચ્છ ||

અર્થ ——–બહુ બધાં ગુણોવાળી, ક્ષમશીલ,નમ્ર અને કોમળ છે
ગંગાનાં પાણી જેવી ગોરી છે, એનું મન અને તન શ્રેષ્ઠ છે !!!

ગતિ ગયંદ,જંઘ કેળ ગ્રભ, કેહર જિમી કટિ લંક |
હીર ડસણ વિપ્રભ અધર, મરવણ ભ્રકુટિ મયંક ||

અર્થ ——– હાથી જેવી ચાલ, હીરા જેવાં દાંત,મગ સરીખા હોઠ છે
મારવણીજી તમારી કમર સિંહો જેવી છે, ચંદ્રમા જેવી ભોએં છે !!!

આદીતા હું ઉજલો, મારુણી મુખ બ્રણ |
ઝીણાં કપડાં પૈરણાં, જ્યોં ઝાંકીઈ સોબ્રણ ||

અર્થ ——– મારવણીનું મોં સૂર્યથી પણ વધારે ઉજળું છે, ઝીણાં કપડાંમાં શરીર એવું ચમકે છે જાને સુવર્ણ ના જોતાં હોઈએ !!!

👉 આવી કથાઓ જ અમર થવા માટે જન્મી હોય છે
એમ કહેવાય છે કે આ કથા સદીઓ પહેલાં પુષ્કરમાં બની હતી
ઢોલા એટલે પ્રેમી અને મારુ એટલે મારુવણ – મારુવણી
ઢોલીની ચતુરતા અને એનું દુરંદેશીપણું અને એણે ગાયેલો કે કહેવામાં આવેલો રાગ પણ મારુ
વળી આ ઢોલી પણ મારુ દેશનો જ હતો
આમ બધી જ રીતે આ “ઢોલા-મારુ” શીર્ષક યથાર્થ જ છે
બસ …… ખાલી એને સમજવાં માટે બુદ્ધિ જોઈએ !!!
આવી જ પ્રેમકથાઓ અમર થઇ જાય છે
જો એને અમર બનાવવી હોય તો આપણે એને અવારનવાર વાંચવી જોઈએ રસપૂર્વક !!!
તો બસ વાંચતા રહેજો અને આના ચિત્રો માણતાં રહેજો
ક્યારેક ક્યારેક આનાં કઠપૂતળીનાં શો કે નાટકોનું મંચન જોતાં રહેજો !!!

——- જનમેજય અધ્વર્યુ

❤🧡💛💚💙💜🖤💓💗

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.