સુભાષબાબુ – એક બાળક ૨૩ જાન્યુઆરી ૧૮૯૭માં જન્મ્યો
એક બાળક ૨૩ જાન્યુઆરી ૧૮૯૭માં જન્મ્યો
અને ૧૮ ઓગસ્ટ ૧૯૪૫મ મૃત્યુ પામ્યો
એ માણસ જીવ્યા માત્ર ૪૮ વર્ષ જ …….
મૃત્યુ પ્લેન ક્રેશમાં થયું
કઈ રીતે એ હજી પણ અધ્યાહાર જ છે
એમનું બોડી પણ મળ્યું નહોતું એ વખતે !!!
પણ
પણ
પણ
એમણે ભારતને લડતું કર્યું
આઝાદીનો જંગ લડાઈથી જ શક્ય છે એ એમનો અતિસ્પષ્ટ વ્યુ હતો
આ માટે એમણે ગાંધીજીનો રોષ વહોર્યો અને એમનાથી છૂટા પડયા
અને અ બહુજ મહેનતે એમણે ભારતની સ્વતંત્રતા માટે લડાઈ આપવા “આઝાદ હિન્દ ફોજ”ની સ્થાપના કરી
અબાલવૃધ્ધોથી લઇને સ્ત્રીઓને પણ એમને લડતાં કરી
તલવારો લઈને નહીં રાઈફલો લઈને !!!
કેપ્ટન લક્ષ્મી આનું જવલંત ઉદાહરણ છે
આઝાદી ભલે મળી અહિંસા ચળવળથી પણ આ માણસ એટલેકે સુભાષચંદ્ર બોઝનું બલિદાન અને એમનું કાર્ય એળે તો ના જ ગયું !!!
દોઢ સદીના આ મહાનાયકને આપણે ભૂલી ગયા છીએ
એમનું પ્રદાન આજે કોઈનેય યાદ નથી
એમની આ ફોજ માં સૌથી યુવાન લડવૈયા તરીકે કિંગ ખાન શાહરૂખખાનના દાદાનું નામ દર્જ છે
સુભાષબાબુ ચાના જબરા શોખીન હતાં
દિવસના ૪૦-૫૦ કપ એ ચા પીતાં
આ વાત બહુ ઓછાને ખબર છે
સુભાષબાબુનો ગોરો રંગ આનાથી કાળો નહોતો પડી ગયો
હિટલર જેવા ક્રૂર તાનાશાહથી પણ જરાય ડર્યા વગર એમની વિચારસરણીથી વિરુદ્ધ જઈને પણ એ ભારત માટે આઝાદીની લડત લડતાં રહ્યાં
નિષ્ફળતા મળી એ સંજોગોને આધીન છે
પણ એમને દેશને લડતો કર્યો એ સુવિદિત છે
“જયહિંદ” શબ્દના જનક આ મહાનાયકને એમના જન્મદિવસે
શત શત વંદન !!!
Leave a Reply