સાદગી – વિઠ્ઠલભાઈ પટેલ
👉 સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ એ સરદાર કરતાં પણ વધુ બુદ્ધિશાળી હતાં
બ્રિટીશ પાર્લામેન્ટનાં એક માત્ર ભારતીય અધ્યક્ષ
આ કક્ષાએ હજી સુધી કોઈ ભારતીય પહોંચી નથી શક્યું
આ વિઠ્ઠલભાઈ એટલા બુદ્ધિશાળી હતાંને કે તેઓ સરદાર વલ્લભભાઈને એમ કહી ચૂપ કરી દેતાં હતાં કે
” વલ્લભ તું ચુપ રહે તને આમાં શું સમજ પડે !!!”
વિથ્લ્ભાઈનો IQ ગજબનો ઉંચો હતો
એમના મૃત્યુ પછી બ્રીટીશરોએ એમનું મગજ તપાસ્યું હતું એવું કહેવાય છે
પણ અ વિઠ્ઠલભાઈ પટેલ કેટલું સાદું જીવન જીવતાં હતાં તેનો એક પ્રસંગ છે જે બહુ ઓછાને ખબર છે !!!
👉 વિઠ્ઠલભાઈ પટેલ ભારતીય લેજીસ્લેટિવ એસેમ્બલીનાં અધ્યક્ષ હતાં
એક દિવસ એ એસેમ્બલીના કામોમાંથી ફાજલ સમય કાઢીને ઘરે જવાની તૈયારી જ કરતાં હતાં
ત્યાં એક અંગ્રેજ દંપતી વિલાયતથી ભારતભ્રમણ કરવાં આવ્યું હતું
વિઠ્ઠલભાઈની લાંબી દાઢી અને સાદા વસ્ત્રો જોઇને એમને વિઠ્ઠલભાઈને ત્યાંના ચપરાસી સમજી લીધાં
અને એમને એસેમ્બલી બતાવવાનું કહ્યું !!!!
વિઠ્ઠલભાઈ પટેલ બહુજ વિનમ્ર, સજ્જન અને કુશળ પ્રશાસક હતાં
અંગ્રેજ દંપતીનો એ આગ્રહ ટાળી ના શક્યા
એમને એમની સાથે જ રહીને આખું એસેબ્લી ભવન બતાવ્યું
અંગ્રેજ દંપતી બહું જ ખુશ થયું અને પાછાં ફરતી વખતે
વિઠ્ઠલભાઈને બક્ષીસ રૂપે કેટલાંક રૂપિયા આપવાં માંગ્યા
પરતું વિઠ્ઠલભાઈએ બહુજ નમ્રતાપૂર્વક વર્તીને સારાં શબ્દોમાં એનો ઇનકાર કરી દીધો
અંગ્રેજ દંપતી તો ત્યાંથી ચાલ્યું ગયું
👉 બીજે જ દિવસે એસેમ્બલીની બેઠક હતી
દર્શકોની ગેલેરીમાં બેઠેલાં અંગ્રેજ દંપતીએ
જ્યારે સભાપતિના આસન પર દાઢી અને સાદા વસ્ત્રો પરિધાન કરેલાં એ સજ્જનને જોયાં તો એ અંગ્રેજ દંપતિ દંગ જ રહી ગયું
હક્કાબક્કા બનીને જોઈ જ રહ્યું
અને એમને એમની ભૂલ પર અપાર પશ્ચાતાપ થતો હતો કે
જેણે અમે ચપરાસી સમજતાં હતાં તે સજ્જન તો લેજીસ્લેટિવ એસેમ્બલીનાં અધ્યક્ષ છે
👉 સવાલ એ છે કે
આજના જમાનામાં આવાં નેતાઓ અને આવાં માણસો કેટલાં !!!
——– જનમેજય અધ્વર્યુ
👌👌👌👌👌👌👌👌👌
Leave a Reply