—— આ લાંબુ લખાણ ધ્યાનથી વાંચજો
તામારી અંખ ઉઘડી જશે ——-
પોસ્ટ ઓફિસે હોય કે બેંક એ આપણો વારો આવે ત્યારે જ સાલી રીસેસ કેમ પડી જતી હોય છે ?
સૌથી પેલો વારો હોય ત્યારે નેટ down હોય !
આ મારાં પરમ મિત્ર જતીનઈલા શુકલની પોસ્ટ છે
એ પોસ્ટમાં મારે કોમેન્ટ લખવી હતી
પણ લાંબુ લખાણ હોવાનાં કારણે ના લખી શક્યો
કારણકે આનો ભોગ હું પોતે જ બન્યો છું
એની તમને વિગતે વાત કરું
પિતાજીએ પોસ્ટમાં RDમાં પૈસા મુક્યાં હતાં
પિતાજીનું અવસાન થઇ ગયાને પણ વખત થઇ ગયો
મમ્મી તો ૧૦ વર્ષ પહેલાંજ સ્વર્ગલોક સિધાવી ચુક્યા હતાં
હવે એમાં નોમીની હું હતો
આ પાસબુક લગભગ સવા વર્ષે અમારાં હાથમાં આવી
હું આ વિષે અજાણ જ હતો
કારણકે પિતાજીના કોઈ પણ કાર્યમાં હું દખલ કરતો નથી
એ જે પણ કઈ કરે એ અમારાં જ માટે કરે છે
એટલે હું એમાં વચ્ચે પડ્યો જ નહીં !!!
તાત્પર્ય એ કે હું એ પોસ્ટ ઓફિસમાં ક્યારેય ગયો જ નથી
હવે આ પૈસા ૨૦૦૯માં ભરેલાં હતાં
એ ખાતું ત્યાર પછી બંધ જ હતું
હવે અમને થયું કે
લાવ એ પોસ્ટ ઓફિસમાં જઈને પૂછીએ કે આ પૈસા મેળવવવા હોય તો આપણે શું કરવાનું ?
એ પોસ્ટ ઓફીસ એવા ખરાબ એરિયામાં અને એટલે દૂર હતી
એટલે મારો પિત્તો છટકે એ સ્વાભાવિક જ હતું
એ પૈસા કુલ લાખની ઉપર છે
એટલે જવાં તો નાં જ દેવાય ને !!!!
તમે નહીં માનો
અમે ૧૨ વખત ધક્કા ખાધાં
આ ધકાઓમાં મેં એમની કાર્યપદ્ધતિ નિહાળી
એ નિહાળીને જ હું ગુસ્સે ભરાણો
એક બેન હેડ છે એનાં
એમનો પગાર ૮૧ હજાર છે
કામની કશી જ ખબર નથી પડતી
અમે જેમ કહીએ એ પ્રમાણે એ કરે
એમનાં સહકાર્યકરનો પગાર ૭૫ હજાર છે
એક વાર એક ભાઈ રજીસ્ટર એડી કરાવવા આવ્યાં
સમય હતો ૩.૫૦
નિયમ એવો છે કે
૪ વાગ્યા પછી રજીસ્ટર એડી ના કરાય
એ ભાઈ સરકારી ઓફિસર હતાં
એટલે એ નિયમોથી વાકેફ હતાં
એમને પહેલા બહેનને કહ્યું તમે અત્યારે જ કરો
પેલા બેન કચવાતાં મને ઉઠયાં
વજન કાંટા તરફ ગયાં
એના પર મુક્યું વજન બતાવ્યું જ નહીં
તો ત્યાના જ એક કર્મચારી ભાઈએ કહ્યું
” બેન વજન કાંટાની સ્વીચ તો ચાલુ કરો
તો જ એ બતાવેને ”
આવા હેડ હોય છે બોલો
આનાથી મને ચાનક ચડી
બીજી વખત હું ગયો ત્યારે હું ખુબ ગુસ્સે ભરાયો
મેં કહ્યું ” હું JNU યુનીવર્સીટીનો વિદ્યાર્થી નથી
મને બધાજ નિયમોની ખબર છે
આ અમારા પૈસા છે અને મારે જોઈએ છે
એમાં મારે શું કરવાનું એ કહોને
અમને તે ક્યારે મળવાનાં છે !!!
એ પોસ્ટ ઓફિસમાં કોઈ જ પોસ્ટમેન નથી
માત્ર ૩ જ જણ છે
એ દરેકનો પગાર ૬૦ હજારથી ઉપર છે
કોઈને કસું કામ કરવું ગમતું જ નથી
પૈસા લેવા માટે દરેકને ૩ વાગ્યા પછીનો સમય આપે છે
નિયમો કડક છે કે એમણે એવાં કડક નિયમો બનાવ્યા છે
એ મને ખબર નથી
ફોનો પર લાંબી લાંબી વાતો થાય છે કામ કશું જ થતું નથી
દરેક જણ ગુસ્સે થાય છે
હવે અમે અમારા બધા જ ડોક્યુમેન્ટ ત્યાં આપી આવ્યાં છીએ
એ લોકો એમ પણ નથી કહેતાં કે તમને આ પૈસા ક્યારે મળશે?
અમે તો અમારું કામ પૂરું કર્યું હવે બોલ એમની કોર્ટમાં છે
આ નિયમો એવા છેકે સાક્ષીઓ અહીં રહે છે એની તપાસ કરવાં તમારે ગહરે આવે
પછી પાછુ મારે એક વાર ત્યાં સહી કરવાં જવું પડે
મેં પણ નક્કી કર્યું જ છે કે જો કોઈ મારાં ઘરે આવશે તો હું એમને મારાં સમયે જ મળીશ
તમે કહો ત્યારે તો નહીં જ !!!
સરકાર ગતિવિધિ અને કાર્ય પદ્ધતિનો મને ૧૮ વર્ષનો અનુભવ છે !!!
હવે એક અગયની વાત ——–
બે દિવસ પહેલા અમે ફોન કર્યો કે —-
” તમે આમારા ફોર્મ અને વિગતો GPO મોકલી કે નહીં
તો એમનો જવાબ હતો કે આમારું કોમ્પ્યુટર બગડયુ છે
તમે આમ રોજ રોજ ફોન કર્યા નાં કરશો
તમારું કામ થઇ જશે ?
હવે મને ૧૫-૨૦ દિવસરાહ જોવામાં કશોજ વાંધો નથી
પણ વાંધો એ છે કે એ લોકો કોઈ નિશ્ચિત તારીખ કહેતાં જ નથી
આટલો સમય થાય એ સ્વાભાવિક છે
પણ ….. જો એમને કામ કરવું હોય તો !!!
આ લોકો સરકારી પગાર લઈને બેસી રહે છે
એમને કશું કામ કરવું જ નથી
મોદી સાહેબની રોજગાર યોજનાઓ કાગળ પર સારી છે …….. વ્યવહારમાં નહીં જ !!!
આના અનેક દ્રષ્ટાંતો છે મારી પાસે
પણ એ બધા અહી જણાવવા જરૂરી નથી !!!!
એજન્ટો અને કર્મચારીઓ પૈસા જ લે છે
કર્તવ્યનિષ્ઠા ગુમાવી ચુક્યા છે એવું મારું તો સ્પષ્ટપણે માનવું છે
આ વાતનું અનુમોદન મને જતીન ઈલા શુકલનાં સ્ટેટસ પરથી મળ્યું છે
કાગડાં બધેજ કાળાં ……
જાગો ગ્રાહક જાગો !!!!
——— જનમેજય અધ્વર્યુ
Leave a Reply