વરસે લાગણી હવે આ વરસાદ બની,
ઝરમર કેમ વરસે મૂશળઘાર બધું જ તો.
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
છંદ ગાલગાગા ગાલગાગા ગાલગા
સાદ તારો સાંભળીને જાય શું ,
રોકવું તારું હવે સમજાય શું .
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
રાખ ઘરમાં માત પિતાની છબી,
એ મરણ પામ્યા પછી ભૂલાય શું ?
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
તે ધરમને સાચવીને સાથ આપ્યો યુધ્ધમાં
વાત તારી એ સનાતન સત્ય સૌનું માનવું.
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
આ જીવતરના કોડિયાં માં તેલ હવે ખુટયું ઝાંખો થયો આ દિવડો.
કાયાનું પીંજર થયુંં જૂનું આ આતમ હજી કેમ સૂતો કેમ જગાડું આ જીવડો?
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply