જીવવા કઈ યાદનું એ બળ મળે,
માધવાની વાતનું જો તળ મળે.
જાગરણ કેવા કરે તેને લીધે,
વાતમાં જો તારણો ઝળહળ મળે.
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
કરવું શું?
ફરી ને હવે પાછી ફરે પીડ કરવું શું ?
વળી તે કરે ભેગી પછી ચીડ કરવું શું ?
વિહંગો ઉડે ગગને હવે ના રહી દૂરી,
ફરેતે ચરી આવે અહીં નીડ કરવું શું ?
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
છે ઘરમાં પક્ષી ગગનથી, માળો બનાવે રહી,
આનંદીત ટહૂકા કરી પરત ત્યાં, ઉડી નભે જાય છે.
યાદોને મનમાં ભરી હરણતે, શ્ર્વાસો તણું થાય રે.
હોઠેથી પણ નામ એ અલગથી, બોલાયતે યાદ છે.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply