આંખો તારી મારી છાયા શોધું છું .
હાથની લકીરોમાં તારી ધારા શોધું છુ.
કેમ કહું હોઠો પર હવે તો હુું ..
શ્રી હરિ તારા શબ્દોની વાચા શોધું છું .
હૈયાના ઉંબરે સ્વાગત કરાવ્યું ને,
ખૂણેખૂણે તારા દર્શનની આભા શોધું છું.
શમણા સજાવ્યા નિંદ્રાને શરણ પહોચી,
પ્રદેશ એ અજાણ્યો ત્યાં તારી છાયા શોધું છું.
કાજલ
Leave a Reply