છંદ : ગાગાલ,લગાગાલ, લગાગાલ લગાગા
તારીજ કરી વાત હું બદનામ થવાનો.
વાતોજ અહીં રાઝ ગણી રાખ ખજાનો.
જાનાર જશે વાત ઘણીવાર રહેશે,
હૈયે જ હવે ભાર તને આજ ગજાનો.
આરામ થશે બોલ હવે આજ દરદમાં.
આજે તું કલાકાર બની આમ જવાનો.
તક આજ હવે એક મળે તોય કહેવું ?
તારું જ તને આપવુ એવું કે જમાનો.
કાજલે અલખનાદ જગાવી ગજવ્યો.
હરિનામ ધરમ ધ્યાન અક્ષરધામ સવાનો.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply