ગાલગા ગાલગા લગાગાગા
વ્હાલ તારું ખરાઈ માંગે છે.
કેમ આપું જુદાઈ માંગે છે.
સાથ આપ્યો તને સતત તો પણ,
આજ તું ત્યાં સફાઈ માંગે છે.
વાત તારી હવે ન સમજાઈ ,
પ્રેમમાં પંડિતાઈ માંગે છે.
આખરે સાચવી કરીને તું,
લાગણી થી વિદાઈ માંગે છે?
બાગમાં ગુંજયો જરા કલરવ
ત્યાં હવે શું મનાઈ માંગે છે?
વેલ કઈ વીંટળાઈ બાહોમાં,
ચાંદની ત્યાં સગાઈ માંગે છે.
ખૂબ ગમતું તને રિસાવું, લ્યો
કાયમ તું લડાઈ માંગે છે.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply