તું મારા દિલ દિમાગમાં થી જતો કેમ નથી?
સ્નેહની યાદો થી તરબોળ થતો કેમ નથી?
શમણામાં લીધું તું નામ તારું સાચું કહું ,
મનમાં ઉગ્યું સ્પર્શનું ફૂલ માનતો કેમ નથી?
ચાહતના ત્રાજવે લાગણીઓ તોલવા બેઠી ,
આ પલ્લાનો ભાર આ બાજુ નમતો કેમ નથી?
સવાલો અનુત્તર રાખી ચાલ્યો ગયો સખા,
જવાબ આપવા પાછો આવતો કેમ નથી?
રોમરોમ રટે તારું નામ લગની એવી લાગી,
માયા લગાડી ભૂલ્યો રસ્તો શોધતો કેમ નથી?
રાહ મુશ્કેલ બની તારા આગમનની આશમાં,
વાયદો પાળવાની વાત સમજતો કેમ નથી.
કાયમ માની તારી જીદ તોપણ રીસાયો?
‘કાજલ’ના દિલમાં સમાયો હાલ પુછતો કેમ નથી?
”કાજલ”
કિરણ પિયુષ શાહ
Leave a Reply