રાધાનું નામ લઈ કન્હા તને સમજાવું નથી.
ગોકુળ વૃંદાવનમાં હવે મારેતો અટવાવું નથી.
મીરા બની પીધા ઝેરને પારખા કર્યા બહું.
મેવાડની ધરતી પર પગ મૂકી મલકાવું નથી.
યશોદા રૂપે કાન્હા માત બની ઓળખાઈ હતી,
દેવકીના ભાર સહ્યો ભવસાગરે અટકાવું નથી.
પકવાન ભૂલી સુદામાના તાંદુલથી મન ભરાયું.
માધવની મિત્રતામાં ભૂલી બધું હરખાવું નથી.
વાંસળીના સૂર વિસરાયાને તારું સ્મિત છવાયું,
હવે જગની માયા માં મારે કંઈ જકડાવું નથી.
આખર શરણું સ્વીકાર્યું હવે શ્રી હરિનામનું,
દૂનિયાની જાળમાં ત્યાં હવે આમ ફસાવું નથી.
કાજલ કહે રુપ મનમોહક ચિત તેમાં લાગ્યું,
હજારનામે રૂપ ધર્યા , હવે કાંઈ છુપાવું નથી.
“કાજલ”
કિરણ પિયુષ શાહ
Leave a Reply