બાગમાં આવ્યા મહેમોનો થી ગભરાતું હશે?
પ્રેમના નામે ચણે દાણા તે થડકાતું હશે.
પાંજરુંતો કેદ બન્યું ગાન ભૂલ્યું આજ તે ,
સૂર કલરવ નાદ ભૂલી કોઈ મલકાતું હશે.
કોકિલાના સ્વર મૂકી કાગવાણી સાંભળી,
આજ વાલા વાટ જોઈ હેત છલકાતું હશે?
હાથ જોડીને હવે ઊભી રહે ત્યાં બારણે,
કોણ પોતાનું અહી તે કેમ પરખાતું હશે.
ઘાવ પોતાના જ આપે વાત સાચી બોલ તું ,
ને પછી આ લાગણીને કોઈ દેખાતું હશે?
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply