ચાંદની એ દીધા છે ઠંડા શીળા ડામ કોને જઈને સમજાવું?
મારા રૂંવે રૂંવે ઉઠી છે કાળી વેદનાતે કેમ કરી તને બતાવું ?
સૂરજે આવી દીધી તપતપતી આગમાં એક મીઠી છાય.
તારી ઈચ્છાઓના કાળોતરા એ દીધા છે દંશ કેમ સહેવાય?
શમણાનો દેશ મારો ભડભડ બણ્યો ને લાગ્યો મનમાં દવ..
આશ લઈ દોડીને પહોચીં તારી પાસને તે કરી નિરાશ હવે ક્યાં જવ.
સગા વાલા વચ્ચે ભવો ભવના ફેરા કર્યા નિર્થક ને ત્યાં ગઈ હવે ભટકી..
ગમતીલા સાથની ચાહમાં ને ચાહ શોધ્યા કર્યો સંગાથ કે હવે રાહમાં જ અટકી.
આ જીવતરના કોડિયાં માં તેલ હવે ખુટયું ઝાંખો થયો આ દિવડો.
કાયાનું પીંજર થયુંં જૂનું આ આતમ હજી કેમ સૂતો કેમ જગાડું આ જીવડો?
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply