ગાલગાગા ગાલગાગા ગાલગા
વાડમાં ત્યાં થોર હોવો જોઈએ,
ઉગવામાં પોર હોવો જોઈએ.
હેતની વાતે જરા ત્યાં થોભજો,
ગીતનો કલશોર હોવો જોઈએ.
ખાનગી રાખે જગતથી આજ તે,
કામથી એ ચોર હોવો જોઈએ.
શ્યામ તારા નામની છે ચુંદડી,
ભાતમાં કઈ મોર હોવો જોઈએ.
લાગણીના છોડવાં કઈ પાંગરે,
સાથ એ ચારેકોર હોવો જોઈએ.
હાથ તેના બાથમાં તે વાતમાં,
આંખમાં પણ ન્હોર હોવો જોઈએ.
શાખ પૂરે સાબિતીને આપવા,
કાશ કેતા શોર હોવો જોઈએ.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply