છંદ : વસંતતિલકા
બંધારણ : ગાગાલગા લલલગા લલગા લગાગા
૧૪ અક્ષર આવશે….
આમાં પણ બે લઘુ અક્ષરને એક ગુરુ નહીં ગણવામાં આવે.
ચુસ્ત રીતે ૧૪ અક્ષર જ રાખવાના છે.
આકાશથી અલગ આ કઈ સાંજ આવી,
પાંખો હવા પર સવાર જ રાત લાવી.
ભાગી જવું ગગનમાં ચલ આજ મારે,
ઉડી શકો સરળતા મળતા વધારે,
પંખી બનું નયનમાં સપનું રહેશે,
પાછું ફરી વમળ માં ફરવું હલેશે,
આંધી હવે પલટ જો ડગરે જણાવી,
વાળી જરા સરકતી ઘરમાં સમાવી.
કાજલ
Leave a Reply