વરસાદ…?
વાદળ ઘેરાયા..
રાત અંધારી..
વીજળી ઝબૂકે,
વરસાદ અનરાધાર..
નિહાળું ગગનમાં પ્રિતમ તસ્વીર..
સરખી દશા લાગે આ ધરતી ને મારી…..
પણ..
પ્યાસી ધરતી તૃપ્ત થતી..
ચાતકની પ્યાસ બૂઝતી..
મોર ગહેકેં..
વનરાજી મહેકેં,
પશું પંખી પ્રકૃતિના મન હરખે.
તન પલળે મન ભીંજાવા આતુર,
સ્નેહ સરિતા વહેતી ભીતર..
તો પણ કોરીને કોરી હું..?
વિજોગણ બની પ્યાસી ઉભી..
નિહાળું વાલમની વાટ..!
પિયું પરદેશી સંદેશો મોકલે..
કહે રાહ જો…….
આજ આવું કે કાલ…
પહોંચ્યો તારી પાસ..
પણ,
પગમાં મજબૂરીની બેડી પહેરી..
અષાઢને શ્રાવણ ગયો પૂરો થયો આ ભાદરવો..
એક એક કરતાં વિત્યા ચોમાસા સાત..
ઝાડ સંગ ઝાડ બની રોપાઈ
આંગણે આજ.
વૈરી બન્યાં હવે આ રીત રિવાજ..
નજર મારી તને શોધે ,
હૈયું કરે ચિત્કાર..
આ શણગાર મારા, શ્રીંગાર કરું કોને કાજ..?
તો પણ મને ગમે વરસાદ..
કારણ આંખ્યું વરસે કે આકાશ ..
ના સમજી શકે એ જોનાર…..
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply