વ્હાલે માંગ્યા , ઝાંઝર આવ્યા,
આંગણ એવા જંતર આવ્યા.
આંખ્યું ફોડી ભણતર પામ્યાં,
તોયે કામે ગણતર આવ્યા.
ખળખળ ચાલી સાગર પાસે,
ધીમે ધીમે પગભર આવ્યા.
આતે કેવી સેના લાવ્યાં?
સામી છાતે ખંજર આવ્યા.
માગી સેવા કાજલ આજે,
આતે કેવા અવસર આવ્યા?
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply