શાંત અશાંત
બેચેનીને આંખોમાં છુપાવી,
સ્મિત અધરો પર સજાવી.
શાંત ચિત્તે કર્યો વિચાર,
સ્મરણ તુંજ હૈયે રટાવી,
અશાંત મનનો આ ભાર હવે,
હળવેથી હાસ્યમાં દબાવી.
વિસ્મરણ કરાવવા તે તો ,
વાતોમાં વાત એવી ચલાવી.
માયા તારી લાગી નજરથી,
કાજલ માયા કેવી જો રચાવી.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply